Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
E TT TT ( શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ - 2 | # તે સાંભળીને જયસૂરરાજા કહેવા લાગ્યો કે, હે પ્રિયે ! સાંભળ. સાધુ ભગવંતો હંમેશાં - સંયમના પ્રભાવે નિર્મળ છે. તેમને સ્નાન કરાવી નિર્મલ કરવાની જરૂર નથી. ત્યારે શુભમતિ કે રાણી કહેવા લાગી કે હે રાજન્ ! તમે મારી વિનંતી અવધારો. પુન્યથી આ પ્રસંગ પ્રાપ્ત
થયો છે. (૬) જિી મને મુનિવર પ્રત્યે ભક્તિભાવ પ્રગટ થયો છે. તો તેમાં તમે મને અંતરાય શા માટે કરો
છો ? આ પ્રમાણેની પોતાની પ્રિયતમાની વાત સાંભળી તે વાત માન્ય કરી. (૭) E પોયણી પત્રમાં નીર લાવી સાધુને સ્નાન કરાવ્યું. અંગે પ્રક્ષાલન કરી અંગ પવિત્ર કર્યું અને મુનિવરના શરીરે ચંદનનું વિલેપન કર્યું. (૮)
બાવના ચંદન આદિ ઘણાં સુગંધી દ્રવ્યોથી વિલેપન કરવા રૂપ વૈયાવચ્ચ કરી જયસુરરાજા અને શુભમતિરાણી અત્યંત હર્ષ પામ્યા. (૯)
પરંતુ મુનિવર મનમાં આ પ્રમાણે ચિંતવે છે કે રાજા - રાણીએ જે કાચા પાણીની ની વિરાધના કરી તે મને આશાતના લાગી. પોતે પણ વિરાધના કરી છતાં પણ કાયોત્સર્ગનો 6 ભંગ કર્યા વિના તે ઋષિરાયે આવી પડેલા અનુકુલ ઉપસર્ગને પણ સમતા ભાવે સહન કર્યો. (૧૦)
વિવેચન : અણગણ પાણીના એક ટીપામાં ૩૬૪૪૯ હાલતાં – ચાલતાં જીવો ડૉ. જગદીશચંદ્ર બોઝે સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા (માયક્રોસ્કોપ) બતાવ્યા છે. જ્યારે સર્વજ્ઞ, સર્વદર્શી દિને કેવલી ભગવંતે એક પાણીનાં ટીપામાં જે જીવ બતાવ્યા છે તે કેટલા છે ? તો કહે છે એક છે પાણીના ટીપામાં રહેલ જીવો જો પારેવાનું રૂપ ધારણ કરે તો એક લાખ જોજનના જંબુદ્વિપમાં તે પારેવાનો સમાવેશ થતો નથી અર્થાત્ અસંખ્ય જીવો એક પાણીના ટીપામાં છે. આ કાચા | પાણીનો ઉપભોગ કરવાથી અસંખ્ય જીવોની વિરાધના આપણે કરી રહ્યા છીએ. જો પાપથી
| બચવું હોય તો, જીવોને અભયદાન આપવું હોય તો શરીરની શોભા માટે કાચા પાણીનો રે મન ફાવે તેમ ઉપભોગ કરશો નહિ. $ મુનિ તો ત્યાં ધ્યાનમાં લીન બનેલા છે અને રાજા-રાણી બંને મુનિને વંદન કરી કરી તીર્થયાત્રા કરવા જવાના હેતુથી વિમાનમાં બેઠાં. સાથે નરનારીનો પરિવાર પણ યાત્રા નું ન કરવાથી આપણાં ગાત્ર પવિત્ર બને છે. તે કારણે યાત્રાએ જવા સૌ વિમાનમાં બેઠાં. (૧૧) tી અનુક્રમે પંદર દિવસ પછી તીર્થની યાત્રા કરી ફરી તે ઉદ્યાનમાં આવ્યાં. પણ દૂરથી તે
મુનિવર દેખાયા નહીં કે જે શરીર પર પણ મમતા વિનાના છે. તેથી એક બાજુ વિમાનને મૂકી રાજા અને રાણી ચારે બાજુ જંગલમાં મુનિવરની શોધ કરી રહ્યા છે. (૧૨, ૧૩)