Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
અણગારનો મહિમા કરવા દેવતાઓ ત્યાં આવ્યાં તે બધું જ વિદ્યાધર રાજાઓ નયણે નીરખે છે. (૨૩, ૨૪)
ત્યારબાદ કનક કમલ સિંહાસન પર બેસીને કેવલી ભગવંત ધર્મની દેશના આપે છે. ત્યારબાદ રાજા-રાણી મુનિની વિશેષ પ્રકારે અપરાધની ક્ષમા યાચે છે. (૨૫)
ત્યારે મુનિવર પણ કહે છે કોઈનો દોષ નથી. સંસારમાં પ્રાણી સુખ દુઃખ ભોગવે છે, તે સહુ પોતાના કર્મનો દોષ છે. કોઈના આપવાથી દુ:ખ આવતું નથી અને કોઈના આપવાથી સુખ પણ પ્રાપ્ત થતું નથી. (૨૬)
પરંતુ તમે જે દુર્ગંચ્છા કરીને જે કર્મ બાંધ્યું છે. તે નિશ્ચે ઉદયમાં આવશે. શુભમતિ રાણી તે સાંભળી અપાર પશ્ચાતાપ કરવા લાગી. (૨૭)
મુનિને વાંદિ પોતે કરેલ કર્મની નિંદા ત્રિવિધયોગે કરે છે. તે વખતે કેવલી ભગવંત કહે છે કે જો તમે મારી સાક્ષીએ તમે કરેલ દુચ્છા કર્મની નિંદા કરો છો તેથી થોડાં કર્મ તમારાં શિથિલ થયા છે. (૨૮)
પણ ભવમાં ભમતાં દુર્ગંચ્છાનો વિપાક તમને એક વખત ઉત્કૃષ્ટી આપદા આપશે. કર્મ જે ચીકણાં બંધાય છે તે ભોગવ્યા વિના છુટતાં નથી. (૨૯)
આ પ્રમાણે નિર્મલભાવે સાંભળી આનંદથી મુનિવરને વાંદી સહુ વિમાનમાં બેઠાં અને ગજપુર નગરે પહોંચ્યા. (૩૦)
ત્યારબાદ કેવલી ભગવંત દેશ-વિદેશ વિચરી રહ્યા છે. એ પ્રમાણે ઉદયરત્નજી મહારાજ આઠમી ઢાળમાં વર્ણન કરે છે કે કર્મ કોઈને છોડતું નથી. કર્મ આગળ કોઈનું કશું જ ચાલતું નથી. (૩૧)
-૪
૪૯