Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
વળી હે પ્રિયે ! પંચે મળીને તારા પતિ તરીકે મને સ્થાપ્યો હતો. આજથી તે સગપણ તૂટ્યું છે હવે હું તારો ભાઈ અને તું મારી બહેનડી છે. આ સગપણ હવે અવિચલ જાણજે. (૧૭)
ત્યારે શુભમતિ કહેવા લાગી કે, હે સ્વામી ! તમે વાતનો મર્મ ન જાણ્યો. મેં તો હસતાં તમને કહ્યું છે છતાં સુખમાં કે દુ:ખમાં જે હોય તે આપણે હવે ધર્મ સાથે જ કરીશું. (૧૮) રાજા-રાણી બંનેના મન હવે વિષયથકી વિરામ પામ્યાં. બંને એક મનવાળા થઈ સંયમ લેવા તૈયાર થયાં. (૧૯)
ત્યારબાદ શુભદિવસે શુભમુહૂર્તો પોતાના પુત્ર ગગનમણિને પોતાની પાટે સ્થાપ્યો. એટલે કે રાજ્ય સિંહાસન પર આરૂઢ કર્યો. રાજ્યનો ભાર તેને સોંપી પુત્રને ઘરનું સૂત્ર ભણાવ્યું. (૨૦)
સંસારની માયા વોસિરાવી. દિયતા - પતિ બંનેએ અણગાર પાસે પ્રેમપૂર્વક પંચ મહાવ્રત ઉચ્ચર્યા. ત્યારબાદ જયસૂરરાજા નિર્મલ ભાવે પંચમહાવ્રત પાળે છે અને મનથી આળપંપાળને તજે છે. (૨૧)
જયસૂ૨૨ાજા જયણાપૂર્વક ક્રિયા કરતાં નિર્મલ ભાવે તપ કરવા લાગ્યા. શુભમતિ સાધ્વી પણ શુદ્ધ ભાવે સંયમને આરાધે છે. (૨૨)
અંત સમયે રાજા-રાણી બંને અણશણ કરી સૌધર્મ દેવલોકમાં દેવ-દેવી પણે ઉત્પન્ન થયા. (૨૩)
અને સૌધર્મ દેવલોકમાં બંને જણ સ્વર્ગના દૈવીસુખોને પ્રેમપૂર્વક ભોગવી રહ્યા છે. એ પ્રમાણે નિર્મળ એવી નવમી ઢાળ પૂર્ણ થઈ. એમ ઉદયરત્નજી મહારાજ કહી રહ્યા છે. (૨૪)
૫૪