Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
....... શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
SGSSSSSS અને જંગલમાં જોતાં તે મુનિના દર્શન થયા. હવે તે મુનિવરનું શરીર કેવું થયું છે તે કહે છે. જેમ દાવાનલથી બબ્બલ વૃક્ષ દાઝયો હોય તેવું તથા સાપનું જીવ વિનાનું સૂકું ને | શરીરરૂપી ખોખું કેવું હોય? તેવું મુનિવરનું શરીર પણ થયું છે. વળી આકના જેમ હલકું | મુનિવરનું શરીર છે. (૧૪)
જેમ ગ્રહગણનો સમુદાય મેરૂની પૂંઠે પ્રદક્ષિણા દે છે. મધની પાછળ માખી દોડે છે. તેમ વિલેપનની સુગંધથી ભ્રમરાઓએ મુનિનું શરીર વીંટી લીધું છે. (૧૫)
જેમ સતી સ્ત્રીનું મન અહોનિશ પોતાના સ્વામીના સંગમાં વળગ્યું રહે છે. પુષ્પની Rવી પરિમલથી ભ્રમરાઓ પુષ્પને વળગી રહે છે. પુષ્પમાં લુબ્ધ બને છે, તેમ મુનિવરના શરીર ત્રિી થકી પ્રસરી રહેલ મકરંદને મેળવવા મધુકર મુનિના શરીરને વિષે લુબ્ધ બન્યા છે. (૧૬)
આવા પ્રકારનો ઉપસર્ગ મુનિવર સહી રહ્યા છે. આવા દુઃસ્સહ પરિષહ સહન કરતાં | મુનિવરને જોઈ નૃપતિ ભયભીત થયો થકો મનથી વિચાર કરવા લાગ્યો. (૧૭)
કે મેં જે ગુણને માટે કર્યું તે અવગુણ રૂપ બન્યું. સેવાથી સાતા થવાને બદલે સંતાપ ને | વધ્યો. એ પ્રમાણે વિદ્યાધર ચિંતવતો થકો વિચારે છે કે રખે ઋષિવર મને કંઈ શ્રાપ આપશે | તો? (૧૮)
અને શુભમતિ રાણીને પણ મુનિવરને જોઈ મનમાં પશ્ચાતાપ થવા લાગ્યો અને મેં દિગી પાપીણીએ આ ખોટું કર્યું ! હા! હા! હવે મારા પાપ કેમ છુટશે? મારી શું દશા થશે? (૧૯) માં
હું દુર્ગતિથી કેમ બચીશ? આ પ્રમાણે પશ્ચાતાપ કરતા સહુ નર-નારીએ ભમરાને તે ઉડાડી દૂર કર્યા અને વારંવાર મુનિને વંદન કરવા લાગ્યા. લળી લળી પગે લાગે છે. પ્રેમથી ની સહુ મળીને મુનિવરની આગળ ક્ષમા યાચે છે. (૨૦) છે અમે અજાણતાં મોટો અપરાધ કર્યો છે. હે પાવતાર ! ગરીબોના બેલી ! આ ગરીબ દે
પર દયા કરી અમારો ગુન્હો તમે કહો ? તમે તો મોટા મહામુનિવર છો તરણતારણ જહાજ છો. (૨૧)
- અજ્ઞાની એવા અમે આપનો અત્યંત અવિનય કર્યો છે. અમે અત્યંત અજ્ઞાની છીએ. તે આપ ક્ષમાના ભંડાર છો. તો હે ક્ષમાનિધિ ! આ અમારા અપરાધને ક્ષમ્ય કરશો. (૨૨)
એ પ્રમાણે વિદ્યાધર રાજા વિનંતી કરવા લાગ્યો તે વારે મુનિવર ઉપસર્ગને મનમાં | ધરતા નથી. કોઈના પર રોષ કરતા નથી. પણ પોતાનાં કૃતકર્મનો આ ભોગ છે. એમ | ચિંતવતા શુક્લધ્યાનના સંયોગથી મુનિ ક્ષપકશ્રેણિ પર આરૂઢ થયા થકી અસતાવેદનીય કર્મને સહન કરતાં (આલોચતાં) અનુપમ એવું કેવલજ્ઞાન પામ્યા અને કેવલજ્ઞાની એવા તે $