Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
|
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ આત્માનો ધર્મ શું છે? આત્મા એ શું ચીજ છે. તેને ઓળખી લઈ. સંયમ પંથ શુદ્ધ રીતે પાળે છે. વળી જે બાહ્ય વ્યવહારથી વેગળા (દૂર) છે. અને નિશ્ચયથી બાહ્ય અત્યંતર આ પરિગ્રહના ત્યાગી છે. આથી જેઓ નિગ્રંથ કહેવાયા છે. (૧૬)
વળી જેમનાં દર્શન કરવા માત્રથી દુર્ગતિ નાશ પામે છે અને સેવા કરવાથી શિવસ્થાન ની પ્રાપ્ત થાય છે. આવા ઉત્તમ અણગાર પોતાનાં કરેલાં કર્મોનો નાશ કરે છે. (૧૭)
ગગનમણિના કિરણના તાપથી માખણની જેમ જેમનું શરીર ગળી રહ્યું છે. જેમ કે ઝરણાંનું પાણી ઝર્યા કરે છે તેમ ચારે બાજુથી મુનિના શરીરે પરસેવો વળી રહ્યો છે. (૧૮)
એક તરફ તાપ અને બીજી બાજુ પરસેવો, આમ મુનિવરનું શરીર અત્યંત મલિન દ થવાથી દુર્ગધ વધી રહી છે. તો પણ આ ઉગ્ર તપસ્વી મહામુનિ છાયા તજીને (છાયામાં ન કરી ઉભા રહેતા) તાપમાં ઉભા રહી આતાપના લઈ રહ્યા છે. (૧૯)
અને મનના શુદ્ધ પરિણામ વધતા જાય છે અને આત્મા ઉલ્લાસથી આનંદથી સંયમની અનુભૂતિ કરી રહ્યા છે. આવા મુનિવરને જયસૂરરાજા અને શુભમતિરાણી પ્રેમથી પ્રણામ કરી રહ્યા છે. એ પ્રમાણે ઉદયરત્નવિજયજી મહારાજ કહે છે. તે શ્રોતાજનો ! ઉમંગપૂર્વક | સાતમી ઢાળ સાંભળો. (૨૦)