Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
મિ
છે કે જો સારી શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસSSS SS
ઢાળ આઠમી
| દોહા . સુવિધ સંયમવંતના, પ્રણમી પદ અરવિંદ; શુભમતિ કહે કંતને, મોટો એહ મુણીંદ. ૧ ધન્ય ધન્ય એહના ધર્મને, ધન્ય ધન્ય સાધુ સુધીર; ક્ષમાવંત મુનિવર ખરો, ગુણસાગર ગંભીર. ૨ પણ પ્રભુજી એ સાધુમાં, અવગુણ મોટો એક; મહામલિન નહાયે નહીં, ગુણ તેણે ગળિયા છેક. ૩ ગુણ સઘળા જાયે ગળી, સ્નાન વિના સુણો સ્વામ; જો નહાયે પ્રાસુક જલે, તો ઓપે ગુણગ્રામ. ૪ રાજા કહે રાણી પ્રત્યે, ઉત્તમ એહ સુપાત્ર;
નાહ્યા વિણ નિર્મલ અછે, મુનિવર મેલે ગાત્ર. ૫ ભાવાર્થ : જયસૂરરાજા અને શુભમતિરાણી વિધિસહિત સંયમધર મુનિના ચરણઆ કમલને વિષે પ્રણામ કરી રહ્યા છે. તેવામાં શુભમતિ રાણી પોતાના કંથને કહી રહી છે કે હે S સ્વામિન્ ! આ મુનિવર મહાન છે. (૧)
એમના ધર્મને ધન્ય છે. ધીર-ગંભીર એવા તે મુનિવરને ધન્ય છે. તે મુનિ ગુણથી સાગર જી જેવા ગંભીર છે. વળી ક્ષમાવંત છે. (૨) રી. આમ અનેક ગુણથી મુનિવર મહાન છે. પરંતુ હે પ્રભુ! તે મુનિવરમાં એક મહાન દોષ શિક છે. તે અવગુણ બધાં જ ગુણોને ઢાંકી દે છે. તે સાંભળી રાજા કહે છે કે એવો કયો અવગુણ :
તને દેખાય છે ? ત્યારે શુભમતિ કહેવા લાગી કે તેઓનું શરીર અત્યંત મલિન છે. તેઓ સિ સ્નાન કરતાં નથી. તેથી તેમનાં સઘળાંય ગુણ ગળી ગયા છે. (૩)
હે સ્વામી ! પૂજયશ્રીના ઘણાં ગુણ પણ સ્નાન વિના એક અવગુણથી ચાલ્યા ગયા છે. તેથી તે મહામુનિવર જો પ્રાસુક જલે પણ સ્નાન કરે તો તેમનો ગુણ સમુદાય ખીલી ઉઠે. (૪)
આ પ્રમાણેની શુભમતિ રાણીની વાત સાંભળી જયસૂરરાજા રાણીને કહેવા લાગ્યા કે | નાહ્યા વિના પણ મલિન ગાત્રવાળા એ મુનિવર નિર્મલ છે અને તે જ ખરેખરો તેમનો ધર્મ
છે. તેથી તે મુનિવર ખરેખર ઉત્તમ સુપાત્ર છે.