Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
માંહોમાંહિ લપટાઈ ગઈ છે. તે જાણે મહિલા તેની શોભા જોઈ મદભર આલિંગન દે છે. આવી વનખંડની મનોહરતાં છે. (૪, ૫)
વળી તે વનખંડને વિષે સુંદર સરોવર છે. તે જાણે સુરલોકનાં સરોવર સાથે સરસાઈ કરી રહ્યું છે. વળી ભમરાઓ માલતીને છોડીને તે સરોવરને વિષે ઝીણા સ્વરે રણકાર કરી રહ્યા છે. (૬)
આવા અતિ ૨મણીય વનખંડની સૌંદર્યતા જોવાથી માનવીનાં દુઃખ વિસારે પડી જાય છે. ત્યાં પક્ષીઓનો તો પાર નથી. આવી ઉદ્યાનની લીલાને સહુ નર-નારીઓ નીહાળી રહ્યા છે. (૭)
આવા વનખંડને જયસૂર૨ાજા અને શુભમતિરાણી અનેક પ્રકારનાં વનનાં વૃક્ષોને પ્રફુલ્લિત વેલડીઓને નેહ ધરીને નિહાળી રહ્યા છે. (૮)
તેવામાં એકદમ કોઈ જગ્યાએથી દુરગંધ આવવા લાગી. તેથી શુભમતિ રાણી મુખ મરડીને પોતાના સ્વામીને કહેવા લાગી કે (૯)
હે સ્વામિન્ ! મારી એક વિનંતી સાંભળો કે આવા સુરભી વનખંડને વિષે આ દુર્ગંધ ક્યાંથી આવી રહી છે. તે તમે આજુ-બાજુ તપાસ કરી જુઓ. શુભમતિ રાણીની વાત સાંભળી જયસૂરરાજા ચારે બાજુ તપાસ કરી રહ્યા છે અને તપાસ કરતાં તે વનખંડમાં એક મુનિવરને જોયાં, તે મુનિવરને જોઈ રાજાનું મન મુનિવર પ્રત્યે મોહી રહ્યું છે. (૧૦)
હવે તે મુનિવર કેવા છે તેનું વર્ણન કરતાં કવિ ઉદયરત્નજી મહારાજ ફરમાવી રહ્યા છે કે - જેમણે કાયાની માયાને વોસિરાવી દીધી છે. જેમનાં ગાત્રો મલિન છે. જેઓ ક્યારે પણ નખ અને કેસ સમારતા નથી. વળી જરા પણ શરીરની સુશ્રુષા કરતાં નથી. શરીરની માયા જેને લગીરે નથી. વળી શ૨ી૨ને વોસિરાવી જે કાઉસ્સગ્ગ ધ્યાનને અનુસરી રહ્યા છે. ગમે તેવા ચલિત કરવા પ્રયત્નો કરો તો પણ ચલિત થતાં નથી. (૧૧, ૧૨)
જેનું શરીર મેલું છે. કપડાં મેલા છે. સ્નાન કરીને કાયાને સાચવતા નથી. પણ મન જેનું નિર્મલ છે. પાંચે ઇંદ્રિયના વિષયો જેણે તજી દીધાં છે અને વનવાસ જેમણે સ્વીકાર્યો છે. (૧૩)
જે માત્ર ધર્મનો જ લોભી છે. ઉગ્ર તપસ્વી અને અવધૂત યોગી છે. જેમનાં શરીરના રૂધિર અને માંસ ઘટી ગયા છે. વળી સર્વ જીવરાશી પ્રત્યે કરૂણાના સાગર છે. (૧૪)
જે કાઉસ્સગ્ગ કરી કાયાનો કસ કાઢી રહ્યા છે. જે ક્ષમાના ભંડાર છે. વળી શરીર જેનું ક્ષીણ થયેલું છે. જે માસોપવાસી મહાયિત છે. વળી જેમણે ચાર-કષાય નવ નોકષાયની ચોકડીને હણી નાંખી છે. (૧૫)
૪૧