Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
મેલુ તન મેલાં લુગડાં, નિરમલ જેહનું છે મન રે; સ્નાન કરી કાયા ન સાચવે, વિષય તજી સેવે વન રે મ૦ ૧૩ લુખો એક ધર્મનો લોભિયો, ઉગ્ર તપી અવધૂત રે; લોહી ને માંસ ઘટી ગયા, કરૂણાવંત કરકડી ભૂતરે મ૦ ૧૪ કાઉસ્સગ્ગ કરી કાયા કસે, ક્ષમાવંત તે તનુ ક્ષીણ રે; માસોપવાસી મહાયતિ, કષાયે કરી જે હીણ રે મ૦ ૧૫ આતમનો અરથ તે ઓળખી, પાળે છે સુધો પંથ રે; વ્યવહાર થકી જે વેગળો, નિશ્ચય મારગી નિગ્રંથ રે મ૦ ૧૬ દરશન દીઠે દૂરગતિ ટળે, સેવાથી લહિયે શિવવાસ રે; એહવો ઉત્તમ અણગાર તે, કૃતકર્મ તણો કરે નાશ રે મ૦ ૧૭ ગગનમણિ કિરણ થકી ગળે, માખણ પરે જેહનું શરીર રે; ચિહું દિશે પરસેવો વળ્યો, જિમ નિઝરણે ઝરે નીર રે મ૦ ૧૮ તન મલિન અને તાપે કરી, વાધ્યો તેણે દુરવાસ રે; તો પણ મુનિવર છાયા તજી, આતમ લીયે ઉલ્લાસ રે મ૦ ૧૯ રાજા રાણી તે સાધુના, પ્રેમૈશ્ પ્રણમે પાય રે; ઉદયરત્ન કહે સાંભળો, એ સાતમી ઢાળ ઉચ્છાંહિ રે મ૦ ૨૦
ભાવાર્થ : કવિ ઉદયરત્નજી મહારાજ વનખંડની શોભાનું વર્ણન કરતાં કહે છે કે તે વન જાણે નવું નંદનવન ન હોય તેવું શોભી રહ્યું છે. તે વનમાં ઉત્તમ વૃક્ષોની શ્રેણીઓ છે. તેનાં ફૂલો જાણે હસતાં ખીલતાં અત્યંત મનોહર સુગંધ ફેલાવી રહ્યા છે અને તે વૃક્ષોની ડાળી ફૂલના ભારથી અત્યંત નમી ગઈ છે. (૧)
આ વનખંડની મનોહર શોભા જોઈને રાજાનું મન વનખંડને વિષે મોહી રહ્યું છે. અનેક પ્રકારનાં વૃક્ષનો સમૂહ સુગંધીને પ્રસરાવી રહ્યો છે. સુંદર અને મનોહર વનખંડમાં મંદ મંદ પવન પણ આવી રહ્યો છે. (૨)
વળી તે વનખંડ એવો તો રમણીય છે કે જ્યાં સૂર્યનાં કિરણોનો સંચાર પણ થતો નથી. તેથી મુસાફરોને શીતલતા આપી રહ્યો છે. તેની શોભા અજબ ગજબની છે. (૩)
તે વનખંડમાં જાણે વસંતઋતુએ વાસ કર્યો હોય તેમ શીતલ વાયુ પ્રસરી રહ્યો છે. નાના-મોટાં વૃક્ષના ગુચ્છ ત્યાં રહેલા છે. તે અતિ ગંભીર લાગી રહ્યા છે. સુંદર તરુ-લત્તા
૪૦