Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
I
| શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રસ - 1 3ી રાજા રાણીના કહ્યા મુજબ બધું જ કરે છે. ક્યારેય પણ રાણીનું વચન લોપતો નથી, દવા છે તેથી રાજા ઘણાં પરિવારથી પરિવાર્યો થકો વિમાનમાં બેઠો. (૧૫)
અને અનુક્રમે સહુ આનંદથી અષ્ટાપદગિરિ ઉપર આવ્યા અને વિધિપૂર્વક ઋષભાદિક ન | ચોવીશ તીર્થકરને મનરંગે વારંવાર વંદન કરે છે. (૧૬)
ત્યારબાદ રાજા-રાણી સહિત સહુ નર-નાર કેસર - સુખડ કુસુમાદિની સત્તર પ્રકારે આની પૂજા કરે છે. આંગી રચે છે અને સહુ નરનારીઓ ઉલ્લાસપૂર્વક ભાવથી પરમાત્માની ગંધ- |
પૂજા કરે છે. (૧૭) : આ પ્રમાણે ગર્ભના પ્રભાવે પ્રગટ થયેલ ઉત્તમ દોહલાનુસાર શુભમતિ રાણી અષ્ટાપદ આ પર્વતે જઈ ગંધપૂજા કરે છે અને જિનવરના પાય પ્રણમી પ્રેમપૂર્વક વિતરાગ પાસે Aી “મુગતિતણાં' સુખ માંગવા લાગી. (૧૮)
એ પ્રમાણે અષ્ટાપદ તીર્થની યાત્રા કરી, જિનવર જુહારી (તીર્થને ભેટી) રાજા પાછો S. વળ્યો એ પ્રમાણે છઠ્ઠી ઢાળમાં ઉદયરત્નજી મહારાજ કહે છે તે શ્રોતાજનો ! તમે ધ્યાન સી દઈને સાંભળો. (૧૯)