Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પ્રથમદ્વાર
એકાંત નિત્ય છે, તે અસત્ય છે, કારણ કે આવો વિકલ્પ કરવામાં વિરાધક ભાવ છે. આવા સ્વરૂપવાળું સત્ય કે અસત્ય બંને જેની અંદર ન હોય, પરંતુ જે વિકલ્પ પદાર્થનું સ્થાપન કે ઉત્થાપનની બુદ્ધિ વિના જ માત્ર સ્વરૂપનો જ વિચાર કરવામાં પ્રવર્તે, જેમકે “હે દેવદત્ત' તું ઘડો લાવ', મને “ગાય આપ ઇત્યાદિ તે અસત્ય-અમૃષા મન કહેવાય. કારણ કે આવા વિકલ્પ દ્વારા માત્ર સ્વરૂપનો જ વિચાર થતો હોવાથી યથોક્ત લક્ષણ સત્ય કે અસત્ય નથી. આ પણ વ્યવહારનયના મતની અપેક્ષાએ જાણવું, નહિ તો વિપ્રતારણ–છેતરવું આદિ દુષ્ટ-મલિન આશયપૂર્વક જે વિચાર કરવામાં આવે તેનો અસત્યમાં અંતર્ભાવ થાય અને શુદ્ધ આશયથી જે વિચાર કરવામાં આવે તેનો સત્યમાં અંતર્ભાવ થાય છે. આ પ્રમાણે મનના–મનોયોગના ચાર ભેદ કહ્યા. જેમ મનના સત્યઆદિ ચાર ભેદ અને સ્વરૂપ કહ્યું તેમ જ વચનના પણ સત્ય આદિ ચાર ભેદ અને તેનું સ્વરૂપ સમજવું. એ રીતે આઠ યોગ થયા. હવે કાયયોગના ભેદ કહે છે– વેડબ્બીહારોરામસસુદ્ધાળિ' મિશ્રશબ્દનો દરેકની સાથે સંબંધ હોવાથી ૧. વૈક્રિયમિશ્ર, ૨. આહારકમિશ્ર અને, ૩. ઔદારિકમિશ્ર–એ ત્રણ મિશ્રના ભેદ અને મિશ્ર શબ્દ જોડ્યા વિનાના વૈક્રિય, આહારક અને ઔદારિક એ ત્રણ શુદ્ધના ભેદ છે. તેમાં શુદ્ધની વ્યાખ્યા કર્યા સિવાય બીજાની વ્યાખ્યા કરવાનું બની શકે તેમ નહિ હોવાથી પહેલા શુદ્ધ ભેદોની વ્યાખ્યા કરે છે. કારણ કે શુદ્ધ વૈક્રિયાદિ યોગો સમજ્યા વિના મિશ્રયોગો સમજી શકાતા નથી. તેથી પહેલાં શુદ્ધની અને પછીથી મિશ્રની વ્યાખ્યા કરે છે. ગાથામાં પ્રથમ મિશ્રનો નિર્દેશ કરવાનું કારણ જે ક્રમે તે યોગો થાય છે તે ક્રમ સૂચવવા માટે છે. તે આ પ્રકારે–જેમકે પહેલાં વૈક્રિયમિશ્ર થાય છે અને પછી વૈક્રિય થાય છે. હવે તે દરેકનો અર્થ કહે છે–અનેક પ્રકારની અથવા વિશિષ્ટ ક્રિયા કરનારું જે શરીર તે વૈક્રિય. તે આ પ્રમાણે–તે શરીર એક થઈને અનેક થાય છે, અનેક થઈને એક થાય છે. નાનું થઈને મોટું થાય છે. મોટું થઈને નાનું થાય છે, આકાશગામી થઈને જમીન પર ચાલે છે, જમીન પર ચાલનાર થઈને આકાશમાં ચાલનાર પણ થાય છે, દશ્ય થઈને અદશ્ય થાય છે, તેમ જ અદૃશ્ય થઈને દશ્ય થઈ શકે છે. આ પ્રમાણે અનેક પ્રકારની ક્રિયા આ શરીર દ્વારા થતી હોવાથી વૈક્રિય કહેવાય છે. તેના પપાતિક અને લબ્ધિપ્રત્યય એમ બે પ્રકાર છે. તેમાં ઉપપાત–દેવ-નારકોનો જન્મ, જેની અંદર કારણ છે તે ઔપપાતિક કહેવાય છે. તે દેવ-નારકોને હોય છે. અને લબ્ધિ-શક્તિ, તદનુકૂળ વીર્યંતરાય કર્મનો ક્ષયોપશમ જેમાં પ્રત્યયકારણ છે તે લબ્ધિપ્રત્યય કહેવાય છે. તે તિર્યંચ તથા મનુષ્યોને હોય છે. વૈક્રિયમિશ્ર દેવ નારકોને અપર્યાપ્તાવસ્થામાં હોય છે અને મનુષ્ય-તિર્યંચોને જ્યારે વૈક્રિય શરીર વિકર્વે ત્યારે તેના પ્રારંભકાળે તથા ત્યાગકાળે હોય છે. તે પણ કવચિત્ જ હોય છે, કારણ કે બધા મનુષ્ય-તિર્યંચોને વૈક્રિયેલિબ્ધિ હોતી નથી.
હવે આહારક કાયયોગનું સ્વરૂપ કહે છે—જ્યારે તીર્થકર ભગવાનની ઋદ્ધિનું દર્શન અથવા એવા જ પ્રકારનું કોઈ વિશિષ્ટ પ્રયોજન ઉત્પન્ન થાય ત્યારે વિશિષ્ટ લબ્ધિના વશથી ચૌદ પૂર્વધર વડે આહારક વર્ગણામાંથી પુદ્ગલો ગ્રહણ કરી જે બનાવાય તે આહારક શરીર કહેવાય છે. કહ્યું છે કે કોઈ વિશિષ્ટ કાર્ય પ્રાપ્ત થાય ત્યારે વિશિષ્ટ લબ્ધિવાળા શ્રુતકેવલી વડે જે બનાવાય–કરાય, તેને આહારક શરીર કહે છે.” વહુન્નમ્ એ સૂત્રથી કર્મમાં વુગ પ્રત્યય લાગી