Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પ્રથમકાર
અર્થ-જે કારણ માટે પહેલી ગાથાની ટીકામાં જણાવેલા શતકાદિ પાંચ ગ્રંથો અથવા જેનું સ્વરૂપ હવે પછીની ગાથામાં કહેવામાં આવશે તે યોગોપયોગવિષયમાર્ગણા આદિ પાંચ દ્વારા યથાયોગ્ય રીતે આ પ્રકરણમાં સંક્ષિપ્ત સ્વરૂપે કહેવામાં આવેલાં છે, તેથી આ પ્રકરણનું પંચસંગ્રહ એ નામ સાર્થક અર્થવાળું છે. ૨. જેનો પૂર્વની ગાથામાં નામનિર્દેશ કર્યો છે તે પાંચ ધારો બતાવે છે–
इत्थ य जोगुवयोगाण मग्गणा बंधगा य वत्तव्वा । तह बंधियव्व य बंधेहेयवो बंधविहिणो य ॥३॥ अत्र च योगोपयोगानां मार्गणा बन्धकाश्च वक्तव्याः ।
तथा बन्द्धव्यं च बन्धहेतवो बन्धविधयश्च ॥३॥ અર્થ–આ પ્રકરણમાં ૧. યોગોપયોગ માર્ગણા, ૨. બંધક, ૩. બંધવ્ય–બાંધવા લાયક આઠ કર્મનું સ્વરૂપ, ૪. બંધહેતુ અને પ. બંધવિધિ એ પાંચ દ્વારનું કથન છે.
1 ટીકાનુ–આ પંચસંગ્રહ પ્રકરણમાં યોગ અને ઉપયોગ સંબંધે વિચાર, બાંધનાર કયા જીવો છે તેનો વિચાર, બાંધવા લાયક શું છે તેનો વિચાર, બાંધવા યોગ્ય કર્મોના બંધ હેતુઓનો વિચાર, તથા તે બંધના-પ્રકૃતિબંધાદિ પ્રકારોનો વિચાર કરવામાં આવનાર છે. હવે તે દરેક કારોના સ્વરૂપને પ્રકટ કરતા પ્રથમ યોગ શબ્દનો અર્થ કરે છે–ચોગ એટલે વ્યાપાર, જીવનું વીર્ય, પરિસ્પંદ, અથવા જે વડે દોડવું કૂદવું આદિ અનેક ક્રિયાઓમાં જીવ જોડાય—પ્રવૃત્તિ કરે તે યોગ કહેવાય. તે યોગ અનેક ભેદવાળાં મન, વચન અને કાયાના સહકારી કારણના ભેદથી પંદર પ્રકારનો છે, જેનું સ્વરૂપ હવે પછીની ગાથામાં કહેવાશે. ઉપયોગ = જાણવું, જીવની ચેતનાશકિતનો વ્યાપાર, અથવા જેનાથી આત્મા વસ્તુઓને જાણવા પ્રત્યે પ્રવૃત્તિ કરે એવો બોધસ્વરૂપ જીવના સ્વરૂપભૂત ચેતનાશક્તિનો જે વ્યાપાર તે ઉપયોગ કહેવાય છે. તેના બાર ભેદ છે. જેનું સ્વરૂપ આગળ કહેવાશે, તે યોગ અને ઉપયોગની મોર્ગણા–વિચારણા, જીવસ્થાન, માર્ગણાસ્થાન, અને ગુણસ્થાનકમાં કરવાની છે તે અર્થાત જાણવું. ગાથામાં કહેલ “ચ' શબ્દથી માર્ગણાસ્થાનોમાં જીવસ્થાનક અને ગુણસ્થાનકમાં પણ વિચાર કરવાનો છે. આ પ્રમાણે પહેલું દ્વાર કહ્યું. તથા જેઓ પોતાના આત્મપ્રદેશો સાથે આઠ પ્રકારનાં કર્મો જોડે તે બંધક કહેવાય. કર્મ બાંધનારા જીવોનો વિચાર બીજા દ્વારમાં કરવામાં આવશે. આ રીતે બંધક નામનું બીજું દ્વાર છે, તથા બાંધવા લાયક આઠ કર્મના સ્વરૂપનો વિચાર ત્રીજા દ્વારમાં કરશે તે બંદ્ધવ્ય નામનું ત્રીજું દ્વાર. તથા કર્મ પરમાણુઓ સાથે આત્મપ્રદેશોનો અગ્નિ અને લોઢાના પિંડના જેવો પરસ્પર એકાકાર સંબંધ તે બંધ કહેવાય, તે બંધના મિથ્યાત્વાદિ જે હેતુઓ તેઓનો સવિસ્તર વિચાર ચોથા દ્વારમાં કરશે, તે બંધહેતુ નામનું ચોથું દ્વાર. તથા ઉક્ત સ્વરૂપવાળા બંધના પ્રકૃતિબંધાદિ પ્રકારોનો વિચાર પાંચમા દ્વારમાં કરશે, આ બંધવિધિ નામનું પાંચમું દ્વાર. આ પ્રમાણે પાંચ દ્વારનું સ્વરૂપ કહ્યું. ૩.
હવે ઉદ્દેશના ક્રમને અનુસરી નિર્દેશ-પ્રતિપાદન થાય છે–એવો ન્યાય હોવાથી પહેલા
૧. નામમાત્રથી પદાર્થનું નિરૂપણ કરવું તે ઉદ્દેશ. - ૨. લક્ષણ, ભેદ તથા પર્યાયદ્વાર પદાર્થનું વિસ્તારથી નિરૂપણ કરવું તે નિર્દેશ.