Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
नमोत्थु णं समणस्स भगवओ महावीरस्स । શ્રીમાનું ચન્દ્રર્ષિ મહત્તરાચાર્ય વિરચિત
પંચસંગ્રહ
શ્રીમદાચાર્ય મલયગિરિ કૃત ટીકાના અનુવાદ સહિત.
ટીકાકારકૃત મંગલસઘળાં કર્મરૂપ વૃક્ષોને બાળવામાં દાવાનળ સમાન, જેઓએ જગતનું સંપૂર્ણ સ્વરૂપ જાયું છે અને જેઓએ સઘળાં કુતીર્થિકોના અભિમાનનો નાશ કર્યો છે એવા પરમાત્મા વર્ધમાનસ્વામીને નમસ્કાર કરીને સંસારરૂપી કૂવામાં ડૂબેલાં પ્રાણીઓના સમૂહનો ઉદ્ધાર કરવામાં હાથના જેવા, જેણે બાકીનાં બધાં શાસ્ત્રોને ગૌણ કર્યા છે, અને જેમાં સંપૂર્ણ યથાર્થવાદ– યથાવસ્થિત વસ્તુનું કથન છે એવા જૈનાગમનું અવલંબન કરીને અલ્પબુદ્ધિવાળો છતાં પણ, અતિનિપુણ અને ગંભીર એવા પંચસંગ્રહ નામના ગ્રંથનું અન્ય શાસ્ત્રોની ટીકાઓને તથા ગુરુમહારાજના ઉપદેશને અનુસરીને સુખપૂર્વક બોધ થાય તેમ વિવરણ કરું છું. આ જગતમાં શિષ્ટપુરુષો કોઈપણ ઈષ્ટ કાર્યમાં પ્રવૃત્તિ કરતાં ઈષ્ટ દેવને નમસ્કારપૂર્વક જ પ્રવૃત્તિ કરે છે. આ ગ્રંથકર્તા આચાર્ય શિષ્ટ નથી તેમ નથી, તેથી શિષ્ટના સિદ્ધાંતનું પરિપાલન કરવા માટે, તથા શ્રેય કાર્યો બહુ વિપ્નવાળાં હોય છે. કહ્યું છે કે –“મહાન્ પુરુષોને પણ શ્રેય કાર્યો ઘણાં વિપ્નવાળાં હોય છે, અશ્રેયસ્ કાર્યોમાં પ્રવૃત્તિ કરનારાઓનાં વિદ્ગો ક્યાંય ચાલ્યાં જાય છે.” આ પ્રકરણ સમ્યગૂ જ્ઞાનનું કારણ હોવાથી કલ્યાણકારક છે, તેથી અહીં વિપ્ન ન થાય એ હેતુથી વિપ્નની શાંતિ માટે ઇષ્ટ દેવને નમસ્કાર, તથા બુદ્ધિમાન માણસ પ્રયોજનાદિના અભાવમાં પ્રવૃત્તિ કરતા નથી, માટે બુદ્ધિમાન પુરુષોની પ્રવૃત્તિ અર્થે પ્રયોજનાદિનું પ્રતિપાદન કરવાની ઇચ્છાવાળા આચાર્ય શરૂઆતમાં આ ગાથા કહે છે–
नमऊण जिणं वीरं सम्मं दुटुकम्मनिट्ठवगं । वोच्छामि पंचसंगहमेयमहत्थं जहत्थं च ॥१॥ नत्वा जिनं वीरं सम्यग् दुष्टाष्टकर्मनिष्ठापकम् ।
वक्ष्ये पञ्चसंग्रहमेतं महार्थं यथार्थं च ॥१॥ અર્થ–દુષ્ટ આઠ કર્મનો નાશ કરનાર જિનેશ્વર પરમાત્મા મહાવીરને સમ્યફ – ત્રિકરણ-યોગે નમસ્કાર કરીને મહાનું અર્થવાળા પંચસંગ્રહ નામના આ ગ્રંથને યથાર્થરૂપે કહીશ.
ટીકાનુ–ગુરુ, અને વીરુ, ધાતુ પરાક્રમ કરવાના અર્થમાં છે. વીતિ જ એટલે કષાય, ઉપસર્ગ, પરિષહ અને ઇન્દ્રિયાદિ અંતરંગ શત્રુસમૂહને જીતવામાં જેણે પરાક્રમ કર્યું છે તે વીર કહેવાય, અથવા “ તિપ્રેરણય', વિશેષે રૂતિ ગમત સ્પોટતિ , પ્રપતિ વા શિવ, પ્રેરયતિ શિવમમુમિતિ વા વીર:, ઇર્ ધાતુ ગતિ કરવી અને પ્રેરણા કરવી એ અર્થમાં છે–એટલે