Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ-૧
વિશેષ પ્રકારે જેઓ કર્મને દૂર કરે, અન્ય ભવ્ય આત્માઓને જેઓ મોક્ષપ્રાપ્તિ કરાવી આપે અથવા જેઓ મોક્ષ સન્મુખ પ્રેરણા કરે તે વીર કહેવાય, અથવા “રિ' મત, વિશાળ મપુનમન તેંયાતિ–શિવમિતિ વી. ઇરૂ ધાતુ જવું એ અર્થમાં છે. ફરી વાર સંસારમાં ન આવવું પડે તેવી રીતે જેઓ મોક્ષમાં ગયા તે વીર કહેવાય. તે વરને પ્રણામ કરીને, તે વીર કોઈક નામથી પણ હોય એટલે કે કોઈનું નામ પણ વીર હોય, તેવા વીરનો નિષેધ કરવા માટે વિશેષણ કહે છે– નિનું રાશિત્રુનેતૃત્વજ્જિનતં' રાગાદિ અંતરંગ શત્રુને જીતનાર હોવાથી જિન કહેવાય છે, જિન એવા વીરને નમસ્કાર કરીને, તે જિન શ્રુતકેવલી, અવધિજ્ઞાની આદિ પણ સંભવે છે, કારણ કે તેઓએ પણ યથાસંભવ રાગાદિ શત્રુઓને જીતેલા હોય છે, માટે તેઓનો નિષેધ કરવા માટે બીજું વિશેષણ કહે છે—‘તુષ્ટષ્ટિકર્મનિષ્ઠાપ' દુષ્ટ એવાં આઠ કર્મનો નાશ કરનારા કેવલ-જ્ઞાની વીર જિનને નમસ્કાર કરીને એટલે દુષ્ટ આઠ કર્મનો નાશ કરનાર ગુણસંપન્ન કેવલજ્ઞાની જિનેશ્વર પરમાત્મા મહાવીરને નમસ્કાર કરીને. અહીં શંકા કરે છે કે “સુણાષ્ટકનિષ્ઠાપ' દુષ્ટ આઠ કર્મનો નાશ કરનારા એટલું જ વિશેષણ પુષ્ટ-સમર્થ હોવાથી હોવું જોઈએ, “જિન” એ વિશેષણ ગ્રહણ કરવાનું કંઈ પ્રયોજન નથી, કારણ કે દુષ્ટ આઠ કર્મના જે વિનાશક હોય છે તે જિન હોય છે જ. તેના ઉત્તરમાં કહે છે કે–સંસારમોચક આદિ કેટલાક પરમતાવલંબીઓ હિંસા અને મૈથુનાદિ રાગદ્વેષને વધારનારાં પાપ કાર્યોથી દુષ્ટ આઠ કર્મનો નાશ થાય એમ માને છે, કારણ કે “સંસારમોચકને પણ હિંસા એ મુક્તિનું સાધન છે.” –એવું વચન છે. માટે સંસારમોચકાદિનો નિષેધ કરવા માટે જિન એ વિશેષણ ગ્રહણ કર્યું છે એટલે જિન–રાગદ્વેષ અને અજ્ઞાનાદિ શત્રુને જિતનાર જ જે દુષ્ટ આઠ કર્મનો નાશ કરનાર છે તેવા પરમાત્મા મહાવીરને નમસ્કાર કરીને પ્રથમ આ એટલે અંત:કરણમાં તત્ત્વરૂપે ઉત્પન્ન થયેલ પંચસંગ્રહ નામના ગ્રંથને કહીશ. ૧. શતક, ૨. સપ્તતિકા, ૩. કષાયપ્રાભૂત, ૪. સત્કર્મ, અને ૫. કર્મપ્રકૃતિ એ પાંચ ગ્રંથોનો સંગ્રહ, અથવા ૧. યોગોપયોગવિષયમાર્ગણા, ૨. બંધક, ૩. બંદ્ધવ્ય, ૪. બંધહેતુ અને પ. બંધવિધિ એ પાંચ દ્વારોનો સંગ્રહ હોવાથી પંચસંગ્રહ કહેવાય છે. વળી “હાર્થમ્' ગંભીર અર્થવાળો, અને યથાર્થ-પ્રવચનથી અવિરોધી અર્થ જેમાં છે એવા, અથવા પ્રવચનમાં કહેલા અર્થને અનુસરીને પંચસંગ્રહ કહીશ, પણ પોતાની બુદ્ધિથી નહિ કહું. અહીં પંચસંગ્રહ એ વિષય છે. તેનું જ્ઞાન શ્રોતાનું અનંતર– નજીકનું પ્રયોજન છે અને કર્તાનું પરોપકાર એ અનંતર પ્રયોજન છે. પરંપર પ્રયોજન તો કર્તા અને શ્રોતા એ બંનેને કર્મનું સ્વરૂપ સમજી કર્મનો ક્ષય કરી મોક્ષ પ્રાપ્ત કરવો એ છે. સંબંધ ઉપાયોપેયરૂપ છે વચનરૂપ પ્રકરણ એ ઉપાય છે અને તેનું જ્ઞાન એ ઉપેય છે. હવે આ પ્રકરણનું યથાર્થ નામ જણાવે છે–
सयगाइ पंच गंथा जहारिहं जेण एत्थ संखित्ता । दाराणि पंच अहवा तेण जहत्थाभिहाणमिणं ॥२॥ शतकादयः पञ्च ग्रन्था यथार्ह येनात्र संक्षिप्ताः । द्वाराणि पञ्च अथवा तेन यथार्थाभिधानमिदम् ॥२॥
૧. દરેક ગત્યર્થક ધાતુઓ પ્રાપ્તિ અર્થમાં પણ વપરાય છે-માટે ટીકાકારે આ અર્થ કરેલ છે.