________________ 19 અને એ હઠથી ત્યાં જ ચારિત્ર ધર્મ શરુ કર્યો આમ હઠથી ધર્મ પ્રારંભે. છતાં એ આગળ પર વર્ષના અંતે હઠ મદ અભિમાનાદિ હટી જઈને અમાપફળ માટે બન્ય. આમ, હઠથી ધર્મ કરેલો પણ અમાપ ફળ આપનાર છે, એથી “લજાતો ભયતે..” વાળા કલેકનું પ્રતિપાદન યથાર્થ ઠરે છે. - પ્રવે- તો પછી ઉપદેશમાળાકારના “જે ધર્મ મદથી થતું હોય તે બાહુબલજીને એટલા કષ્ટ સહન કરવાનું ન થયું હોત,’ એ વચનથી તે બાહુબલજીએ ધર્મ મદથી, હઠથી નહિ પણ કષ્ટ વેઠવાની તૈયારીથી કર્યો એ અભિપ્રાયનું શું? ઉ–ઉપદેશમાળાકારને અભિપ્રાય આ છે, કે બાહબલમુનિએ વર્ષભર કષ્ટ સહન કયે રાખ્યા તે કષ્ટમય આરાધનાની બુદ્ધિથી કર્યા, ત્યારે ઉપદેશતરંગિણકારને અભિપ્રાય આ છે કે બાહબલમુનિએ ચારિત્ર ધર્મનો પ્રારંભ કર્યો તે હઠથી મદથી કર્યો, પણ પછી કષ્ટ સહવાની ભાવના ધીમે ધીમે શુદ્ધ થતી ગઈ તે અમાપ લાભ માટે થઈ. આમ બંનેમાં કોઈ પરસ્પર વિરોધ નથી. અતુ - પૂજ્યપાદ ગુરુદેવશ્રીએ નાગમ–પ્રકરણ તથા જૈનજૈનેતર ન્યાય શાને જે ગહન અભ્યાસ કરી શાસ્ત્રાનુસારી પ્રરૂપણ કરતા રહ્યા છે એની સુખદ ફલશ્રુતિરૂપે શ્રી સંઘ એકાન્તવાદની ખતરનાક ઊંડી ગર્તામાં તણાતે બચી જઈને અનેકાન્તવાદના ઉન્નત શિખર પર આરોહણ કરતે બન્ય છે, તે અતિ આનંદની વાત છે. મહાકષિ આદ્રકુમારને પણ એકાન્તવાદીઓએ પોતપિતાના મતમાં તાણવા માટે ઘણી ઈજાળ અજમાવેલી