________________ 17 વાંચીને એના અર્થની સંગતિ કરવાનું જે લેકેને ન આવડ્યું તે લોકેએ એના ઉપર ઘણા ઘણા તર્ક-વિતર્ક ચલાવ્યા; પણ કાંઈ હાથ ન લાગ્યું. ત્યાગી—વૈરાગી–તપસ્વી સદ્ગુરુના ચરણની ઉપાસના કરનારને આવી કોઈ મુંઝવણ થતી નથી, ને કે સુંદર ઉકેલ મળી જાય છે તે જુઓ - ઉપદેશમાળાકારનું તાત્પર્ય આ છે કે ધર્મ યાને ચારિત્ર ધર્મ જે મદથી થતા હતા તે બાહુબલજીએ યુદ્ધભૂમિ પર ચારિત્ર લઈને આટલા બધા કષ્ટ વધાવી લેવાનું ન કર્યું હેત, કિન્તુ ચારિત્ર લઈને એમણે કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી આરામથી પોતાના દેશમાં વિચારવાનું રાખ્યું હોત. પરંતુ એમણે એમ ન કરતાં 12-12 મહિના સુધી ચેવિહાર ઉપવાસ સાથે ખડા ખડા કાર્યોત્સર્ગ ધ્યાને રહેવાના અને બધી ઋતુની કડકાઈમાંથી પસાર થવાનાં કષ્ટ સહન કરવાનું રાખ્યું, એવું કષ્ટો ઉપાડવાનું શા માટે રાખ્યું ? તે કે પિતે સમજે છે કે “કેવળજ્ઞાન જોઈએ છે તો એ માટે સમસ્ત ઘાતી કર્મોને નાશ કરે પડે. એ જંગી કર્મનાશ કષ્ટમય ચારિત્ર-ધર્મની આરાધનાથી જ થાય. અષભદેવ ભગવાને ૧૦૦૦વર્ષ બહુધા કાર્યોત્સર્ગ, એકલે પંડે વિહાર વગેરે કષ્ટમય ચારિત્ર આરાધનાથી જ ઘાતી-કર્મક્ષય કરી કેિવલજ્ઞાન ઉપજેલ. માટે મારે આ કષ્ટ ઉપાડવા જોઈએ.” પ્ર– તે પછી બાહુબલજીને અભિમાન તે આવ્યું જ હતું, અને દીક્ષા લઈ પ્રભુ પાસે ન જતાં કાઉસ્સગ્ગ ધ્યાને ઊભા તે રહ્યા જ હતા; તો એ ધર્મ-કષ્ટ શું મદથી ઉપાડ્યા ન કહેવાય? ઉ –અહીં વિવેક કરવાની જરૂર છે. અભિમાનથી તે દીક્ષા લઈ તરત પ્રભુને ભેગા ન થતાં કેવળજ્ઞાનની રાહ જોતાં