________________ પ્રવૃત્તિઓ શક્ય ઓછી કરી ધર્મ-પ્રવૃત્તિને સારું સ્થાન . આપવા પર પહેલે ભાર મૂક્યો છે, એને સારું સમર્થન મળ્યું અને ધર્મ પ્રવૃત્તિ નહિ કરનારાઓ ગામેગામ દિવ્ય દર્શન વાંચી વાંચી ધર્મ પ્રવૃત્તિમાં લાગતા ગયા. અલબત્ જીવનમાં ધર્મ મુખ્ય નહિ, પરંતુ આશય જ મુખ્ય સમજનારને આ ન ગમે, ને તેથી વિરોધ કરે એ સહજ છે. બાકી અનેક શાસ્ત્રોથી સમર્થિત દેશનાના પરિણામે ઘણા ઘણા તે તે પ્રકારની ભૂમિકામાં આવેલા જીવોના હદયમાં આશ્વાસન મળ્યું અને શાસ્ત્રોથી વિરુદ્ધ જતા અનેક પ્રતિપાદનથી ઊભા થયેલ અજૈન મતના વાદળ વિખરાવાથી, સાચો ધર્મ, માર્ગ સ્વચ્છ અને સ્પષ્ટ દેખાતો થયો. શાસ્ત્રોને ઓળવવાનું મહાપાપ થાય એવી ચિંતા ન હોય તેઓને પહેલો તો પ્રશ્ન જ એ હતો કે " લજાતો, ભયતો....” વાળ શ્લોક તમે ક્યાંથી ઉઠાવી લાવ્યા? જ્યારે એ કલેકને અંગે બીજા પણ શાસ્ત્રગ્રન્થની, સાક્ષી આપી અને બતાવ્યું કે આ ઉપદેશ બાળ ને ચેન કેન રીતે પાપ છોડાવી ધર્મમાં જોડવા દયાળુ આચાર્ય મહર્ષિએ આપે છે, ત્યારે આ શાસ્ત્ર-મર્મની અજ્ઞાનતામાં સભાને એવું કહેવાયું કે “દુન્યવી મામલામાં બહુ બુદ્ધિમાન તમને લેકેને “બાળ” કહેનારા બેવકૂફે આજે પાટે ચડી. બેસે છે” એમ પૂજયપાદ ગુરુદેવ શ્રી ઉપર બેવકૂફ વગેરે અપશબ્દને વરસાદ વરસાવવાનું ચાલુ થયું. પરંતુ નક્કર શાસ્ત્ર પાઠના અનુસારે જ દેશના દેનારને એથી શું કલંક ચડવાનું હતું ? અગ્નિ પરીક્ષામાં જેમ સાચું સોનું વધારે. ચમકી ઊઠે એ રીતે વર્ધમાન તપોનિધિ પૂ. ગુરુદેવશ્રીની શાસ્ત્રનિષ્ઠા, સસૂત્ર પ્રરૂપણ અને ક્ષમાનું તેજ એર ખીલી.