________________ ઉપઘાત (લે. પ. પૂ. મુનિરાજશ્રી જ્યસુંદરવિજ્યજી મહારાજ) મહાઋષિ આદ્રકુમાર એટલે જૈન શાસનના બગીચાનું એક મઘમઘતું પુષ્પ, આ ત્થાનનું અપ્રતિમ સૂરીલું સંગીત, પતન પછીના ઉત્થાનને ભવ્ય ઇતિહાસ. કોઈપણ જાતને તર્ક-વિતર્ક કર્યા વિના બુદ્ધિધન શ્રી અભયકુમારે, લાભનું કારણ જાણીને અનાર્ય રાજપુત્ર આદ્રકુમારને સુંદર શ્રી જિનમૂર્તિની ભેટ પાઠવી. જિનમૂર્તિ એક એવી ભવ્ય ચિનગારી છે કે જે યોગ્ય ભૂમિકામાં આવેલા આત્માઓની અંતરગુફામાં પ્રકાશને ઝળહળતે દીપ પેટાવી જાય. કેટલાય ભવ્યાત્માએ એના દર્શનથી સમ્યક્ત્વ, દેશવિરતિ, સર્વવિરતિ કે માર્ગાનુસારિતાને પામી ગયા છે. શ્રી શત્રુંજય માહાસ્ય શાસ્ત્રમાં તે ત્યાં સુધીનાં દષ્ટાન્ત આવે છે કે દેરાસરમાં ચોરી કરવા ગયેલે એક એર ચેરીના નિમિત્ત (ચેરીથી પરભવમાં અનર્થ તે ઘણે ભેગવ્યો પણ તે બહાને) એને થયેલા જિનમૂર્તિના દર્શનના પ્રભાવે. બહુકાળ પછી એ લાભને ખાટી ગયે. એમ આગળ પર જ્ઞાનીએ ખુલાસો કર્યો છે. વાહ! કેવું અનંત કલ્યાણરૂપ, આ જૈન શાસન ! યોગ્ય ભૂમિકામાં રહેલા જીવ, ચેરી જેવા અત્યંત નિંદ્ય આશયથી દેરાસરમાં પ્રવેશે, અને જિનમૂર્તિને દેખે પરંતુ એ જિન-દર્શનના પ્રભાવે ભવાન્તરમાં લાભ ખાટી જાય! ધન્ય છે આ જિનમૂર્તિને! (ગમે તે બહાને શ્રી જિનમતિના દર્શન કરનારાને મહાલાભ થવાની સંભાવના. છે-આવી સીધી વાત પકડવાના બદલે “જિનમંદિરમાં ચોરી કરવા માટે જવાય એ ઊંધા અર્થ અહીં કેઈએ પકડી.