________________
૧૯
લીધી. આવી જૈફ વયે સેવાકારી વિનયી પુત્ર-પૌત્રના વિગને પ્રસંગ આવે તે માણસને પિતાને વિચાર પહેલે આવે. કે હવે પછી મારી મેટી વૃદ્ધવ સેવા કેણ કરશે? પરંતુ સ્વયં ચારિત્ર માટે નૂરનારા શ્રી નાનચંદભાઈને આ વિચાર અડે એમ નહતા. ગુજરાત-અમદાવાદમાં બિરાજમાન પરમતપસ્વી અને વૈરાગ્ય અમૃતવરસંતી મધુર દેશનાથી શ્રોતા વર્ગને વિરાગાભિમુખ કરનાર પૂજ્ય પંન્યાસ શ્રી ભાનવિજય મહારાજ સાહેબ ને તેઓશ્રી એ દીક્ષા માટે વિનંતિ કરી, ઘર આંગણે મુંબઈ-મલાડમાં તેડાવ્યા. હજારના ખર્ચે ધામધૂમપૂર્વક-જિનભકિતના મહેત્સ શરૂ કરાવ્યા અને ઘર આંગણે નાંખેલા વિશાળ મંડપમાં હજારે જૈન-જૈનેતરની હાજરી વચ્ચે પરમપૂજ્ય વ્યાખ્યાન વાચસ્પતિ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ના વરદ્ હસ્તે વહાલયા પુત્ર-પૌત્રને દીક્ષા અપાવી, શ્રીમદ્દ ભાનુવિજય પંન્યાસજીના ચરણ કમલમાં આજીવન સમર્પિત કર્યા. દિક્ષિત મુનિવરો પૂ. મુનિશ્રી દેવસુંદરવિજયજી (દલીચંદભાઈ) અને પૂ. મુનિશ્રી રત્નસુંદરવિજયજી (રજનીકાત) આજે પણ આ પૃથ્વીતળને પાવન કરી રહ્યા છે. પૂજ્ય ગુરુદેવશ્રીના ચરણે આ બે ઉત્તમ રત્નનું સમર્પણ કર્યા પછી શ્રી નાનાચંદભાઈ પૂ. ગુરુદેવશ્રી પં. ભાનુવિજય મહારાજ સાહેબ ને પૂછે છે સાહેબ ! મારા બે રને તે આપ લઈ લીધા, હવે હું અહીં રહીને શું કરું ?
પૂજ્ય ગુરુદેવશ્રીએ જણાવ્યું-હું તમને એના બદલામાં એક અદ્દભૂત રત્ન આપું.