________________
એવી કાળજી રાખવા સાથે એ બાર વ્રતનું પાલન સુશોભિત બને તે માટે તેમણે ત્યાગ-તપ વગેરેમાં ઝુકાવવા માંડયું. તેમણે કરેલી આ વિવિધ પ્રકારની આરાધના અન્ય મુમુક્ષુઓને માટે ખૂબ જ પ્રેરણાદાયી બને તે હેતુથી અત્રે રજુ કરવી અનુચિત નહીં ગણાય. (૧) વીશ ભગવાનના ૩૦૦ એકાસણું, (૨) ૪૫ આગમની આરાધના ના ૪૫ એકાસણું, (૩) એકવાર સળંગ પાંચ ઉપવાસ, (૪) પાંચ એટ્રમ, (૫) છ વર્ષ સુધી ઉપવાસથી પંચમીતપ, (૬) બાર વર્ષ સુધી અગીયારસને તપ, (૭) સાડા દસ વર્ષ સુધી પિષદશમીને તપ, આવી કાયાની માયા છોડાવે એવી સુદર તપશ્ચર્યાઓ સાથે બીજી નાની નાની પણ એક તપશ્ચર્યા કરી તેમજ વર્ધમાન આયંબિલ તપ માટે પિતે અશક્ત હોવાથી તેના ૫૧૫૦ સામાયિક કરી આપ્યા. તપશ્ચર્યાની માફક જ ચર્ચા પણ પાછી પડે એવી ન હતી. મન માંકડાને બાહ્ય વિષયમાં જતું રોકવા માટે એ પણ ઘણું આવશ્યક છે. એમાં એમણે મુખ્ય બે વાર નવલાખ નવકારને જાપ, ઉપરાંત ટૂંક સમયમાં વિશિષ્ટ જાપસાધના કરી તે આગળ જોઈશું. વિશેષતઃ અનન્યપુણ્યરાશિથી પ્રાપ્ત થયેલા આ નશ્વર મનુષ્યદેહને વિષયવિલાસના કાદવમાં ડૂબાડવા કરતાં તીર્થભૂમિના પાવનજળમાં શુદ્ધ શા માટે ન કરે એવી શુભભાવનાથી અનેક તીર્થસ્થાન જેવા કે શ્રી શત્રુંજયની નવાણું યાત્રા, સ્વકીય યાત્રાસંઘના સુકૃત સાથે જુનાગઢની યાત્રા અને તીર્થમાલા પરિધાન, બાકી સંમેત શિખર-ભદ્રેશ્વર-અન્તરીક્ષજી-કેસરિયાજી-તળાજા