________________
૧૯૦૬ ]
કાન્ફ્રન્સના ઉપદેશકના પ્રવાસ,
૯
પ્રતાપગઢ—તા ૨૬-૧૨-૦૫—મી. ધીયાના ઇંગીચામાં તમામ જૈનાની સભા રાત્રે થઈ. ૨૦૦ ગૃહસ્થા તથા ૫૦ સ્ત્રીઓ હાજર હતી. કાન્ફરન્સના હેતુ તથા કાર્યમાટે ૨ કલાક ભાષણ ચાલ્યું. કેન્ફરન્સના હેતુ પાર પાડવા અત્રે એક કમીટી નીમાઈ,
•પ્રતાપગઢ,—તા૦ ૨૮-૧૨-૦૫ અત્રે નીચે પ્રમાણે ડરાવા થઈ સહીએ થઇ ગઈ છે. ૧ શ્રીજૈન શ્વેતાંબર સભા, પ્રતાપગઢ, સ્થાપન કરવી. આ સભા દર પખવાડીએ મળશે. જાદી જાદી જ્ઞાતિના આગેવાના સહિત ૩૩ જણની કમીટી નીમાઈ.
૨ સભાના સુકૃત ભડારમાટે માણુસ દીઠ ચાર આના આપવા. વધારે આપે તે તેની ખુશી..
૩ કાઈ સ્વામી ભાઈને ત્યાં ખુશી, સાદી વિગેરે પ્રસ`ગે આવે ત્યારે સભાના ૨ જણા એ તેને ત્યાં જવું અને તે આપે તે સ્વીકારવું.
૪ કાઈ પ્રસંગે દારૂખાનું ફાડવું નહિ.
૫ જૈનિધિ મુજખ લગ્ન 'કરવાં.
૬ પરદેશી સાબુ અને સીણખત્તી, ( ચરખીવાળાં હાવાથી ) જાનવરોના પીછાવાળી ટાપીએ તથા ચામડાનાં પૂઠ્ઠાં વાપરવાં નહિ.
છ મેારસ સાકર કેઇએ વાપરવી નિહ અને વેપાર કરવા નહિ. અનારસી ખાંડજ વાપરવી. ગામની એક જાહેર સભામાં પણ વ્યાખ્યાનદ્વારા સાબુ, મીખતી, ખાંડ વિગેરે પરદેશી ચીજો ન વાપરતાં સ્વદેશી ચીજો વાપરવાના ઠરાવેા કરાવ્યા હત!. બીજી એક આપણી મીટીંગમાં નીચલા ઠરાવેા થયા.
૧ છેકરા હેકરીનાં લગ્ન ૧૧ વર્ષ પહેલાં કરવા નહિ.
૨ પચાસ વર્ષ પછી પુરૂષે લગ્ન કરવું નહિ.
૩ એકવીશ વર્ષસુધીના મૃત્યુ પાછળ જમણવાર કરવું નહિ.
૪ મૃત્યુ પાછળ દીવડાનો રીવાજ બંધ કરવા.—દીવડા=પ્રત્યેક દીવાળીએ મૃત્યુ પાછળ રાવા જવાનેા રીવાજ,
-
કંદોઇને એલાવી પરદેશી ખાંડ ન વાપરવાના ઠરાવ કરાવ્યા અને સહીએ લીધી. પ્રતાપગઢમાં મી. ઘીયાએ તથા તે રાજ્યના મુખ્ય અધિકારી માજી કામદાર મનાલાલજી ભાયાવતે, ગાંધી દેવરાજ તથા ત્યાંની સ્થાનિક કમીટીના સભાસદોએ અમારા ઉપદેશકને જે સગવડ, સરલતા ઉત્સાહુસાથે કરી આપી છે, તે ખાખત અમે તેમને આભાર માનીએ છીએ. થયેલા ઠરાવે અમલમાં મૂકવા, જીલાના નાના ગામામાં તે સંબંધે પ્રયાસ કરવા અમે તેમને આગ્રહપૂર્વક વિનતિ કરીએ છીએ.
ઉપદેશક મી. ટેકરી લખે છે કે માત્ર કેાઇ એક ચાકસ ભાગમાંજ વારંવાર કેાશિષ કરાય—આખુ′ વર્ષ ચોકસ વિસ્તારજ સોંપાય—એવા મિશનથીજ ‘ધારેલા હેતુ પાર પડી શકશે.
.