________________
૧૯૦૬] લગ્ન.
૨૪૯ - લગ્નરહિત સ્થિતિ–જે દેશો અતિશય ઉચ્ચ કેળવણી લેતા જાય છે, અને પિતાની ભગિનીઓને તેવીજ કેળવણીને લાભ આપી પોતાના સરખા હક આપી તેમના તરફ હેદકરતાં પણ વધારે ઉચ્ચ માનની લાગણું બતાવે છે, તેઓ માનિનીને ફૂલાવે છે, માનની પિતાના સ્વબળપર મુસ્તાક કહી પોતાનું ભરણ પોષણ જાતે ધધ કરી મેળવવા ઈ છે છે. તેની ધારણ એમ છે કે સ્ત્રીએ શામાટે પુરૂષને અધિન રહેવું? પરિણામ બહ વિચિત્ર, ખેદજનક, અને તે દેશના વિચારવાન મનુષ્યોને વિચારમાં ગરકાવ કરનાર આવ્યું છે. યુરોપ અમેરિકાના અમુક દેશમાં સ્ત્રીઓ અને પુરુષ સાથે રહી એક બીજાને મદદ રૂપ થઈ પડવાને બદલે સ્ત્રીઓએ અતિશય ખર્ચથી પુરૂની ધીરજને અંત આણ્ય, તેથી કેટલાક પુરૂષે પણ કુંવારા રહે છે. પુરૂષો કુંવારાં રહેતાં સ્ત્રીઓએ કુંવારા રહેવાની જરૂર પડે છે. આવી રીતે યૂરોપીય-અમેરિકન સંસાર મુશ્કેલીમાં ફસાતે જાય છે, તે જોઈને અમેરિકન એકત્ર સંસ્થાના પ્રમુખ મી. રૂઝવેલ્ટને પણ કહેવું પડ્યું છે કે હવે સ્ત્રીઓએ પુરૂષોની સાથે ધંધાની હરીફાઈમાં હદ કરી છે, ૧૦૩ ધંધામાંથી ૧૦૦ ધંધા તેઓ કરે છે, મગજ પર અતિશય જે પડવાથી જનનેંદ્રિયને અતિશય હાનિ થાય છે, પ્રજોત્પત્તિ પર અસર થાય છે, વસ્તી ઘટતાં ઘટતાં પરિણામ માટે ચિંતા થાય છે. અહા, આર્યઋષિઓ, શાસ્ત્રકારે કેવા ડહાપણથી ઉત્તમ નિયમ છે ગયા છે, તે વિરૂદ્ધ સ્થિતિથી ઉત્પન્ન થયેલી આ મુશ્કેલીઓ બતાવે છે. લગ્ન રહિત સ્થિતિ પવિત્ર રહેતી હશે? રહી શકતી હશે? પ્રભુ જાણે. પણ જોખમમાં રહેવા કરતાં એક પતિની પ્રભુ માફક સેવા કરવી એ આર્યનિયમ અતિ ઉચ્ચ, ગ્રાહા, છે.
પુનર્લગ્ન-ધર્મપત્ની દેહમુક્ત થતાં બીજી સ્ત્રી ૪૦ વર્ષ સુધી ગૃહવ્યવહાર નિભાવવા માટે, વૃદ્ધાવસ્થા પાળવા માટે કરવી પડે છે એ ક્ષમ્ય છે. પતિ થાક્યા પાક આખા દિવસમાં અફળાઈને ગૃહે આવે ત્યારે શાંતિ આપનાર, મન સ્થિર કરનાર, મન સ્થિરતાથી વ્યવહાર, દેશ વિગેરેને ફાયદે કરનાર ગૃહરાજ્ઞીની જરૂર પડે છે અને તેથી ઉપરની ઉમરસૂધી બીજી પત્ની કરવી એ સત્કૃષ્ટ તે નહિજ પણ મધ્યમ માર્ગ છે. પુત્ર નહિ હોવાથી એક સ્ત્રી પર બીજી, બીજીપર ત્રીજી, ત્રીજી દેહ મુક્ત થતાં ચેથી કરવી એ ગદ્ય, નિંદનીય, તિરસ્કારને પાત્ર છે. શું સ્ત્રી પિતાની શક્યને જોઈને બળીને બેઠી થતી નથી ? બે સગી બહેને હોય તે પણ શક્ય તરીકે તેઓ કદી સુજ્ઞ સ્ત્રીઓ નીવડી શકે એ આકાશ કુસુમવત છે. કેઈસ્ત્રી, બહુવાર કહેવાથી, શકય લાવવા પતિને હા કહે તો તે માત્ર બહારનીજ હા છે, અંતરની નથી. આ ઉપરથી જણાશે કે પતિને પણ પિતાના પ્રેમના વિભાગ કરવા પડે છે. એકનું ખેંચતાં બીજને દુઃખ લાગે છે, વિક્ષેપ શરૂ થાય છે. પુત્ર મેક્ષનું અથવા સ્વર્ગનું સાધન તે નથી. માત્ર દુનિયામાં આનંદ આપનાર “મારું” એવી ભાવના હોવાથી મનને શાંતિ ઉત્પન્ન કરનાર, તથા વારસો જાળવનાર સાધન છે. કોઈ વખતે પુત્રો રત્ન થાય છે, અને કઈ વખતે પુત્રો કુપુત્ર, બાપનું નામ બળનાર થાય છે. માટે પુત્રો માટે એક જીવતી સ્ત્રી પર બીજી કરવી છે. તે અતિશય વિચારણીય છે. એક કરતાં વધુ જીવતી સ્ત્રીઓ અથવા એક ગુજરી જતાં બીજી સ્ત્રી કરવાથી કન્યાની સંખ્યામાં ઘટાડોજ થતું જાય છે, અને તેથી કન્યાની છત