________________
| નમ: સિગ્ન: 'यः संसारनिरासलालसमतिर्मुक्त्यर्थमुतिष्ठते, यं तीर्थ कथयंति पावनतया येनाऽस्ति नान्यः समः ।। यस्मै तीर्थपतिर्नमस्यति सतां यस्माच्छुभं जायते,
स्फूर्तियस्यं परावसंति च गुणा यस्मिन्स सघोऽर्च्यतां, ॥ અર્થ:.. જે સંધ, સંસારના ત્યાગને વિષે ઇચ્છાવાળી છે બુધિ જેની, એવો છતાં મુક્તિના સાધનને માટે સાવધાન થાય છે. વળી જે પવિત્રપણુએ કરીને તીર્થરૂપ કહેવાય છે, જેના સમાન બીજું કોઈ નથી, જેને તીર્થંકર મહારાજાપણું વ્યાખ્યાનને અવસરે “નમે તીથ્થસ” કહી નમસ્કાર કરે છે. જેનાથી સજજનોનું કલ્યાણ થાય છે, જેને ઉત્કૃષ્ટ મહિમા છે, અને જેનામાં (અનેક ) ગુણ રહે છે, એવા સંઘની, (હે ભવ્ય જીવો) પૂજા કરો. The fain (Swetamber) Conference iberald.
Vol. II.]
DECEMBER 1906.
[No. XII.
શ્રી રાણકપુરજી જૈન તીર્થને જીણીધ્ધાર
સંબંધી રીપોર્ટ.
રજપુતાનામાં મારવાડ (જોધપુર ટેટ) માં ગોઠવાડ પરગણામાં આવેલા શ્રી રાણકપુરજીના જૈન મંદીરની સ્થિતિ ઘણું વખતથી નબળી થતી જતી હોવાથી તેને જીર્ણોધ્ધાર કરાવવાનું શ્રી જૈન (વેતામ્બર) કોન્ફરન્સને વાસ્તવિક રીતે એગ્ય લાગવાથી તે કોન્ફરન્સ તરફથી એ તીર્થની સ્થિતિ જાતે જોઈ તપાસ કરી તેનો જીર્ણોધારમાં ખર્ચ થવાનો અટસટ કાઢવા સારૂ સૂચના થવાથી સં ૧૯૬૩ ના કારતક વદ ૨ (મારવાડી માગશર વદ ૨) ને દિને, મેવાડમાં જીર્ણોધ્ધારના કામની દેખરેખ રાખનારા માનાધિકારી પાટણવાસી શા. લલુભાઈ જેચંદ તથા એવા કામના જાણનાર સલાટ ગુલાબજી (ડુંગરપુરના હાલ અમદાવાદ વાસી) ને લઈને અમે અમદાવાદથી રાણકપર જવા નીકળ્યા.
પ્રથમથી કેન્ફરન્સ તરફથી સાદડીના પંચને સુચના પહોંચેલી હોવાથી રજપુતાના માલવા રેલ્વેના રાણી સ્ટેશન પર શ્રી રાણકપુરજીના કારખાના તરફથી માણસો તથા ગાડી સામા લેવા આવ્યા હતા. સ્ટેશન ઉપર ઉતરતાં જે જે હકીક્ત જાણવામાં તથા જોવામાં આવી તે નીચે પ્રમાણે છે.