________________
૧. જૈનેના તીર્થમાં નાની “પંચ તીથી” પણ ગણાય છે. અને ત્યાં ઘણા જણ જાત્રાએ જાય છે. એ પંચ તીથી મારવાડમાં આવેલી છે અને ત્યાં જનાર જાત્રાળુ પ્રથમ રાણી સ્ટેશન પર ઉતરે છે. રાણી સ્ટેશન પર એક સુંદર ભવ્ય ધર્મ શાળા તથા જૈન મંદીર છે. એ ધર્મશાળાની સફાઈ અને ગોઠવણ એવા ઉંચા પ્રકારની છે કે તેનું અનુકરણ બીજી ધર્મશાળાના વહીવટદારોએ કરવું જોઈએ. અહિં હેલીઆ, ઓરડાઓ, રસેડા, સંડાસ વગેરેની ગોઠવણ ઘણીજ ઉત્તમ પ્રકારની છે. વરકાણા પાર્શ્વનાથ, નાડોલ, નારલાઈ, ઘારાવ (મુછાળા મહાવીરજી) અને રાણકપુર એવા પાંચ તીર્થો આસપાસ નજીકમાં આવેલા છે. રાણીથી વરાણા દેઢ કોસ, વરકાણથી સાદડી પાંચ કેસ, સાદડીથી ઘાણરાવ ત્રણ કોસ, ઘાણેરાવથી નારલાઈ એક કેસ, અને નારલાઈથી નાડોલ અઢી કોસ છે. અત્રે રાણકપુરની વિગત આપવાની હોવાથી તે વિજ વિસ્તાર પુર્વક જણાવીશું. એ રાણી સ્ટેશન પાસે સાડા છ કેસ પર સાદડી નામનું એક નગર છે. અને ત્યાંથી ત્રણ ગાઉ ઉપર આ મહાન મંદીર પહાડની તળેટી નીચે આવેલું છે. જે આપણામાં એક પવિત્ર તીર્થ તરીકે ગણવામાં આવે છે.
૨ સાદડીથી રાણકપુર જતાં રસ્તો બહુ વિકટ છે. અને ઝાડીવાળો આવે છે. આસપાસ પહાડો, અને વચ્ચે નાનાં નદી નાળાં આવે છે. જમણી બાજુએ પાંચ લાખ રૂપીઆને ખરચે જોધપુર રાજ્ય તરફથી એક મોટો બંધ બંધાવી એક જંગી તળાવ બંધાવ્યું છે. જે તળાવ બંધાની પાળ સુધી ભરાઈ જાયતે એ મંદિરને મેટું જોખમ લાગવાનો સંભવ છે. પણ મારવાડ દેશના ઓછા વરસાદથી એવો સંભવ નજીકમાં હોય એવું ભાસતું નથી. પછીતો જ્ઞાની જાણે. આ જગામાં ઘણી ખીણો આવેલી છે ને તેમાં વાઘની વસ્તી ઘણી જણાય છે. અને તેથી મંદિરની ધર્મશાળામાં રાતવાસો લકે રહેતાં નથી. સાદડીથી એક પાકી સડક થવાની બહુ જરૂર છે. અને જે જૈન સંઘ અડધો ખર્ચ આપે શ્રી જોધપુર દરબાર બાકી અડધો ખર્ચ આપે એવી વાત અગાઉ બહાર આવી હતી.
૩ એ મંદિરની બાંધણી તે એવી વિશાળ અને ભવ્ય છે કે હાલના સમયમાં ઈજીનીયરે વગેરે પણ તે કેવી રીતે અને કેટલા ખર્ચથી બાંધવામાં આવ્યું હશે. તે તાત્કાલીક કહી શકે નહિ. આ મહાન મંદિરમાં ૯ લાખ રૂપીઆ ખલા કહેવાય છે. તેની ભવ્યતાને ખ્યાલ માત્ર એટલા ઉપરથી આવી શકશે કે તેમાં ૧૪૪૪ થાંભલાઓ છે. વળી તેમાં ૮૪ બેંયરાઓ છે. ઘણી દેવડી અને ઘુમટે છે. ચાર મંજલછે. અને દરેક મંજલે મુખજી પધરાવેલા છે. મંદિરને મોટા ત્રણ દરવાજા ત્રણ દિશામાં છે. અને એથી દિશામાં પહાડ છે. કેટલા તે સભા મંડપ છે. દરેક પ્રતિમાની નાકની દાંડી બીજી પ્રતિમાની સામે એક સીધી લીટીમાં આવેલી છે. બહાર અને અંદર મસીદનું નિશાન અને રાયણનું ઝાડ છે. નંદાવર્ત એક હજાર અને આઠ ફણા