________________
- પાર્શ્વનાથ, તેના અનેક ગુંચળા વગેરે ચમત્કારિક કારીગીરીથી ભરપુર છે. અંદર બે
માણસ પુજા સાથે કરવા જાય અને સહેજપણ સાથ છુટી ગયો એક બીજાને મુશ્કેલીથી શોધી કાઢી શકે. આ ચર્યાશી ભંયરામાંથી જાહેરમાં હાલમાં ૯ ભેટરાએ માલુમ પડે છે. અને તેમાં ભંડારેલી મુર્તીઓની ગણત્રીજ થવી મુશ્કેલ છે. ટુંકામાં એ મંદિર જેવું મોટું મંદિર આખા હિંદમાં નથી. જૈનેના પુસ્તક ભંડાર ઘણે સ્થળે છે. તે અગણિત પ્રતિમાઓને પ્રતિમા ભંડારતો માત્ર શ્રી રાણકપુરમાંજ છે. ભોંયરાઓમાં ઉતરતાં ભીનાસ અને પાણી માલુમ પડે છે. અમે ગયા પછી નવા બે ભોંયરા શોધી કાઢયા હતા.
૪ આ મુખ્ય દેરાસરની જોડે બીજાં ચાર મંદિરે આવેલાં છે. તે વિષે એવું કહેવાય છે કે આ ચાર મંદિરમાંના એક મોટા મંદિરને બાંધનાર મુખ્ય મિસ્ત્રી હતું. તેણે પિતે મેળવેલા ધનની યાદગીરી જાળવવા તથા તે મુખ્ય દેરાસરના કામમાં કેટલું બધું ખર્ચ થયું હશે તેની ભવ્યતા બતાવવા સારૂ પિતાના પદરના ખરચથી બંધાવ્યું હતું. બીજું એક મંદિર એક વેશ્યાએ પિતાની યાદગીરી જાળવી રાખવા સારૂ તેની જોડમાં બંધાવ્યું છે. આવા મંદિરની ભવ્યતા, સુંદરતા, અને થએલ ખર્ચ તરફ નજર કરતાં ત્યાંના તે વખતના મહારાણાએ પણ એક પિતાની તથા પિતાની રાણીની યાદગીરી કાયમ રાખવા (સુર્યનાાણનું) મંદિર બંધાવ્યું છે. પણ તે તદન બિસ્માર હાલતમાં આવી ગયેલું છે. શ્રી જોધપુર દરબારને અરજ કરવામાં આવે કદાચ તેને જીર્ણોદ્ધાર થાય.
પ એમ મંદિરોનું ખર્ચ કાયમ રીતે નભી શકે તે માટે ત્યાંના મહારાણું સાહેબે તેના ખર્ચ સારૂ ૧૬૦ એકર જમીન મફત આપી હતી. ને તે હાલ પણ મંદિરના કબજામાં છે. તે સિવાય એમ પણ કહેવાય છે કે અહિં આ પ્રથમ જે શહેર હતું તેની તમામ ઉપજ પણ આ મંદિરના ખર્ચ સારૂ આપી દેવામાં આવતી હતી.
આ મંદિરના સંબંધમાં નીચે પ્રમાણે દંત કથા ચાલે છે. ધનાશા શેઠ જાતિના પિરવાળ હતા. તેના વંશજેમાં જાવડશા થયા. તેમજ હજુ પણ ધારાવમાં તેના ગેત્રના તેના વંશજો છે. બાદશાહને શાહુજાદો રિસાઈને આવ્યું હતું. તેને એ શેઠે સંતાડી રક્ષણ આપી પુરી મદદ આપી હતી. એ પુત્ર જ્યારે ગાદીએ આવ્યા ત્યારે ધનાશાને બોલાવી ખજાનચી અને દિવાનના ઓધા આપ્યા. ત્યાં પેદા કરેલા ધનવડે શ્રી રાણકપુરજીનું મંદિર બંધાવ્યું. એ મંદિરના સંબંધમાં એવી દંતસ્થા ચાલે છે કે,
કેઈક અવસરે ધનાશાહને સ્વપ્ન આવ્યું તે સ્વપ્નમાં જૈન મંદિર જોયું. પ્રાતઃકાલમાં વિચાર કર્યો કે જેવું જીનાલય સ્વપ્નમાં જોયું છે તેવું નવીન જીનાલય બંધાવી લમીને સફલ કરું. એવો દ્રઢ નિશ્ચય કરી કારીગરોને બોલાવ્યા અને જુદા જુદા કારીગરો પાસે