________________
- ૯ કામની અગત્યતા અને આધાર માટે સવડ–આ મંદિરને જીર્ણોદ્ધાર કરવા માટે મુખ્ય ચીજ જે પથ્થર જોઈએ તે ત્યાંથી પાંચ ગાઉ ઉપર આવેલી સોનાણા ગામની ખાણમાંથી મળી શકશે એજ પથ્થરએ મંદિર બાંધવામાં બહુધા વપરાએલો છે અને જીર્ણોધ્ધારના કામમાં મોટામાં મોટું કામ પથ્થરના ૯૫ જંગી પાટ બદલવાનું છે તેમાં ત્યાંના સોમપુરા સલાટો કે જેઓ હમેશા આ મંદિરમાં કામ કરતાં આવ્યા છે તેમજ મંદિરને જોખમ લગાડ્યા વગર પાટો બદલવાને અનુભવ ધરાવે છે તેઓ પુરતી રીતે કરી શકશે એટલે જીર્ણોધ્ધારમાં બીજી કોઈ અગવડ આવવાને સંભવ નથી.
ધમશાળા-શ્રી રાણકપુરજીની ધર્મશાળાની સ્થિતી સારી નથી. અને આવા મેટા તીર્થને અંગે આવી કંગાલ ધર્મશાળાનું હોવાપણું વહીવટદારને શોભા આપનારું નથી. તે બાબતમાં લક્ષ આપવાની મોટી જરૂર છે.
અજાયબી–આ તીર્થના ખરચના અને વહીવટના સંબંધમાં એક અજાયબ જેવી બાબત જોવામાં આવી. અને તે એ છે કે સાદડી ગામમાં ૭૦૦ ઘરે જનનાં હોવા છતાં ત્યાંના મંદિરોને ખરચ શ્રી રાણકપુરજીના કારખાનાના ખાતે મંડાય છે આ બાબતમાં ત્યાંના પંચો ઘટતું કરી દેવ દ્રવ્યની ગેરવ્યાજબી વહેંચણીના દેષમાંથી બચશે. માદા વગેરે બીજા ગામના મંદિરો પણ શ્રી રાણકપુરજીના કારખાના પેટે છે.
૧૦. વરાણાજી પાર્શ્વનાથ તિથી એ મુસાફરી દરમ્યાન અમે શ્રી વરાણાજી ગયા હતા. અને ત્યાં જે જોયું તેથી કરીને તે સંબંધી અન્ને કંઇક લખવાની જરૂર પડે છે. શ્રી વાકાણુજીનું દેરાસર પણ ઘણું ભવ્ય છે. એ મંદિરમાં નાણાં હોવા છતાં તેને દુરસ્ત હાલતમાં રાખવાની વીવાના વહીવટદાર પંચે દરકાર રાખતા જણાતા નથી. મંદિરના નામના રૂપીઆ તેઓ પાસે જમે છે. પરંતુ તે હિસાબ ચોખા કરતા નથી. શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સે આ સંબંધમાં જરૂર તજવીજ કરીને હિસાબ લઈને શ્રી વરકાણાજી તીર્થની વ્યવસ્થા તેમજ જીર્ણોદ્ધાર તરફ પણ ધ્યાન આપવું જોઈએ એ કામ પણ શ્રી રાણકપુરજી ના કામ સાથે કરી નાંખવા તજવીજ કરવી જોઈએ છીએ. એ મંદિર લગભગ સો વરસનું જુનું અને બાવન જીનાલયવાળું છે. અને તેમાં આસરે રૂપીઆનું ખરચ કરવાથી ઘણાં વરસો સુધી તે ટકી શકશે.
ઉપકાર સાદડીના પંચોએ જે જે સહાયતા અમને આપી ઉચા પ્રકારને સત્કાર કર્યો હતે તે માટે તેમને ઉપકાર માનવામાં આવે છે.
વહીવટ સંબંધી સુચના–એવું બનતું જોવામાં આવે છેકે ન્યાતના પંચે