________________
૩૭૮
. " " જૈન કેન્ફરન્સ હેરલ્ડ, " " , ડીસેમ્બર ૬ જૈન બાળકોને નાનપણથી જ ધાર્મિક કેળવણીને લાભ મળે તે માટે જૈન ધ
ર્મની કમવાર વાંચનમાળા તૈયાર કરાવવાની, અને તે વાંચનમાળા દરેક સ્કુલમાં જેન બર્ડીગમાં અને હાલ ચાલતી જૈનશાળાઓમાં ચલાવવાની અને તે પ્રમાણે ગોઠવણ કરવાની જરૂર, તથા હાલ ચાલતી જૈનશાળામાં કેળવણી અપાય છે તેની દેખરેખ રાખવા માટે ઈન્સપેકશન ખાતું સ્થાપવાની જરૂર. જૈન બાળકોની શારીરિક સંપત્તિ એગ્ય રીતે ખીલવવા માટે હાલ ચાલતી તથા હવે પછી સ્થપાતી જૈનશાળાઓમાં તથા જૈન બોડીંગમાં શારીરિક કેળવણીની ગોઠવણ જૈન યુવકોને વ્યવહારીક ઉંચ કેળવણીની સાથે ધાર્મિક ઉંચ જ્ઞાનને પણ લાભ મળી શકે તે માટે જૈનેની એક સેંટ્રલ કોલેજ સ્થાપવાની જરૂરીયાત.
ઠરાવ ૪ થે. "
( જીણું પુસ્તકોદ્ધાર. ). આપણા સર્વોત્કૃષ્ટ શ્રી જૈન શાસનને આધાર આપણા મહાન પૂર્વાચાર્યોએ અથાગ શ્રમ લઈ રચેલા અનેક પ્રાચીન ગ્રંથ પર છે. આ ગ્રંથમાં ધામી ક સિદ્ધાંતને તે મજ જુદા જુદા શાસ્ત્રીય વિષયેનો સમાવેશ કરેલ છે. હાલ તે કેટલી સંખ્યામાં અને કયે કયે સ્થળોએ છે તેની પણ આપણને પૂરી માહીતી નથી. તેમજ ઘણા ખરા જ્ઞાન ભંડારોની સ્થિતિ પેદ ઉપજાવે એવી છે. અને જીર્ણપ્રાય થઈ. નાશ પા. મતાં પુસ્તકોમાં સમાએલા પાનનો લય થયે છે, અને થતો જાય છે. તે માટે હસ્તલિખિત ગ્રંથ જ્યાં જ્યાં હોય ત્યાં ત્યાંની વીગતવાર ટપ કરાવવાની તથા ન મળી શકે તેવા પ્રાચીન ગ્રંથની નકલે કરાવવાની તેમજ જે પુસ્તક છપાવી પ્રસિદ્ધ કરવામાં બાધ ન આવતું હોય તે પ્રસિદ્ધ કરાવવાની તેમજ હાલના વિદ્યમાન જૈન ગ્રંથો મળી શકે તેટલા બધા એક મોટા પુસ્તકાલયમાં એકત્ર કરવાની આવશ્યકતા આ કેન્ફરન્સ વિચારે છે.
ઠરાવ ૫ મો. ( પ્રાચીન શીલા લેખોને શોધ, રક્ષણ અને સંગ્રહ કરવા બાબત. )
આપણું પ્રાચીન શીલાલેખે જે આપણે જનધર્મની પ્રાચીનતાના પુરાવા રૂપે છે તથા જે ઉપરથી આપણી પૂર્વની જાહોજલાલીની સ્થિતિ ઉપર વિશેષ પ્રકાશ પડી શકે છે, અને એતિહાસિક સ્થિતિ જણાય છે તેવા લેખનો જ્યાં મળી શકે ત્યાંથી શોધ કરે તથા તેમને સંગ્રહ કરી તેમનું રક્ષણ કરવાની આવશ્યકતા આ કેન્ફરન્સ વિચારે છે.
ઠરાવ ૬ ઠે
(જીર્ણ વૈદ્ધાર.) - સંસાર દાવાનળથી તૃપ્ત થએલા જીવોને શાંતિ આપનાર વિપકારી શ્રી તીWકર મહારાજાઓની ચરણ રજથી પવિત્ર થયેલાં તીર્થો તથા આપણા પૂર્વ પુરૂષોએ અગણિત દ્રવ્ય ખરચીને બંધાવેલાં મહાન દેવાલય જીર્ણ થઈ ગયાં હોય તેમને ઉદ્ધાર કરવા માટે તથા ત્યાં થતી આશાતનાઓ દૂર કરવા માટે વિશેષ પ્રકારે શ્રમ લેવાની જરૂર આ કોન્ફરન્સ સ્વીકારે છે.