________________
૩૬૨ . ' જૈન કેન્ફરન્સ.
[ ડીસેમ્બર જેઓ આગેવાન ગણાય છે તેઓ પોતાના ખાનગી વેર અથવા ન્યાતના ટેટા સંબંધી પિત પિતામાં લઢીને કોર્ટ દરબારે ચઢે છે અને તેમાં ખરચ શ્રી રાણકપુરજીના ભંડારમાંથી કર્યા જાય છે માટે એ પંચેના હાથમાં રાણકપુરજીને ભંડાર રહે નહી જોઈએ. ભંડારી અલગ સ્વતંત્ર રેકી તેના ઉપર પંચની દેખરેખ રખાવવી જોઈએ એકજ તડના હાથમાં ચાલતા હાલના વહીવટ બાબત પણ કેટલા એક નારાજ છે અને તેમ હોવાને સંભવ હોય છે. માટે ગામ લેકની એક જનરલ કમીટી નીમી તેમાંથી દરેક ધડામાંથી લાયક પંચની વહીવટ કરનારી એક કમીટી નીમવી જોઈએ. તે દર અઠવાડીએ અથવા દરમહીને એકઠી મળી સતા પ્રમાણે કામ કરેતે વહીવટ સારા પાયા ઉપર આવી શકે. એક કમીટી દરવરસે હિસાબનું સરવાયું બહાર પાડે અને જાત્રાળુના આરામ પ્રત્યે તેમજ મંદિરની ઉપજ વધારવા પ્રત્યે કોશીશ કરે. હાલમાં માત્ર બે હજાર રૂપિઆની વાર્ષીક આવક બહુ ઓછી ગણાય. આશરે પંદર હજારની ઉઘરાણી વસુલ કરવાનું પણ એવી કમીટી થવાથી બની શકશે. ગોદડાં અને વાસણ જાત્રાળુઓને સારાં મળતાં નથી તેમજ તેને દુરૂપયોગ થતો હોય તે પણ એ કમીટીએ લક્ષ આપી બંદોબસ્ત કરે જરૂરી છે. મુંબઈ તા. ૨૫-૧૨-૧૯૦૬ શેડ નેમચંદ માણેકચંદ કપુરચંદ
કોન્ફરન્સ ઓફીસમાં ચાલતું કામકાજ.
માહે નવેમ્બરનું ડીરેકટરીનું થયેલું કામ, રેવાકાંઠા એજન્સી, મહીકાંઠા એજન્સી, પાલણપુર એજન્સી રાધનપુર ટેટ અને શીહી તાલુકાના મળી ર૨૬ ગામ તેના ૪૩૦૬ ઘર અને ૧૪૬૨૦ માણસની આ માસમાં તારવણીનાં ફોર્મમાં ગણત્રી કરી. દેરાસર ન. ૧૧૦૦ નંબર ૪થાના ક્રર્મમાંથી તારવણી કરી બુકમાં ચડાવ્યા, તથા ઘર' દેરાસર ન. ર૬ની જુદી નોંધ કરી.
કાઠીઆવાડ, ગુજરાત, મારવાડ, મેવાડ, માળવા, પંજાબ, રજપુતાના, અપર ઈન્ડીઆ તથા મધ્ય પ્રદેશ વિગેરે દરેક સ્થળે પત્ર વ્યવહાર કરી ખરાં આગેવાનોના નામ મંગાવી એક બુક તૈયાર કરી.
ગ્રેજ્યુએટસનું લીસ્ટ બનાવી, બુકમાં દાખલ કર્યું.
પાઠશાળાઓ, સભાઓ, અને લાઈબ્રેરીઓની ડીરેકટરીના ફેર્મમાંથી તપાસ કરી એક બુક બનાવી.