________________
(
2
)
- અત્રેના શ્રાવક ભાઈઓ પુજન માટે પુરતી કાળજી રાખતા જોવામાં આવે છે. તથા કેન્ફરન્સના ઠરાવ પણ દાખલ કરેલા જોવામાં આવે છે. આ દેરાસરજી તથા શંઘની અંદર સુધારો વધારો કરવા માટે શેઠ જેઠાભાઈ નથુ ભાઈ શેઠ ચુનીલાલ સાંકળચંદ શેડ જેઠાભાઈ નરોતમદાસ વિગેરે ગૃહસ્થોએ આગળ પડતે ભાગ લેઈ પિતાની ફરજ બજાવે છે તેથી તેમનો આભાર માનવામાં આવે છે તથા બીજા ગ્રહ પણ તેવા કામમાં અગ્રેસર ભાગ લેશે એવી આશા રાખીએ છીએ.
સુધારો.
અમોએ ગયા અકટોબર તથા નવેંબર માસના અંકમાં જે જે સંસ્થાના હીસાબો તપાસી તેને લગતા રીપોર્ટી પ્રગટ કરેલા છે, તેમાં નકલ કરનારની નજરચુકથી કેટલાએક વહીવટ કર્તાઓનાં ' નામે ફેરફાર છપાયેલા છે માટે શ્રી સંધને અમારી વિનંતિ છે કે તે નામ નીચે જણાવ્યા પ્રમાણે સુધારીને વાંચવા.
આ હેરલ્ડના અકબર માસના અંકમાં. તાલુકેકડી- ગામ ઈદ્રાડ મધ્યે આવેલા શ્રી શાંતિનાથજી મહારાજના દેરાસરના વહીવટકર્તા શા કાળીદાસ રામચંદને બદલે શા કાળીદાસ હીરાચંદ તથા શા. કાળીદાસ વખતચંદને બદલે શા. છગનલાલ વખતચંદના નામ વાંચવા.
આ હેરલ્ડના નવંબર માસના અંકમાં શ્રી ખેડાજીલે ગામ ધરેડા મધેન શ્રી આદિશ્વરજી મહારાજના દેરાસરના વહીવટ કર્તાનું નામ છાપવું રહી ગયું છે માટે તેમનું નામ શા વાઘજીભાઈ કેવળદાર જાણવા. તથા શ્રી ખેડાજીલે ગામ માતર મધેની શ્રી સાચાદેવ જૈન પાઠશાળાના વહીવટ કર્તાનું નામ શા સાકલચંદ હીરચંદને બદલે શા. સાકરચંદ હીરાચંદ વાંચવા તથા શ્રી ધોલકાતાકે ગામ કેઠ નગર મધેન શ્રી આદિશ્વરજી માહારાજના દેરાસરજીને લગતા શ્રી સાધારણ ખાતાના ભાગ ના તથા તેના પેટા ખાતાના શ્રી માહારાજની વર્ષગાંઠની નકારશી ખાતાના વહીવટ કર્તાનું નામ શેઠ રતનચંદ લાલચંદ છપાયેલું છે તેને બદલે શ્રી સાધારણ ખાતાના ભાગ ને વહીવટ કર્તા શેઠ લાલચંદ રતનચંદ જાણવા તથા શ્રી મહારાજની વર્ષગાંઠની નોકરશી ખાતાના વહીવટ કર્તા શેઠ વર્ધમાન જેઠાભાઈ તથા શેઠ ત્રીકમભાઈ રાયચંદ જાણવા, નામદાર મુબઈના ગવરનર સાહેબની શ્રી ગીરનારજીના
ડુંગર ઉપર પધરામણ. શ્રી ગીરનારની આપણું દેવચંદ લક્ષ્મીચંદની પેઢી તરફથી અમને સતાવાર ખબર પહોંચાડવામાં આવી છે કે નામદાર મુંબઈના ગવરનર સાહેબ તા. ૨૫–૧૨–૦૬ ને રેજ સવારના દસ વાગતા શ્રી ગીરનારજીના ડુંગર ઉપર આવેલા હતા તેમની સાથે તેમના સેક્રેટરી સાહેબ, કાઠીયાવાડ પ્રાંતના એજન્ટ ટુ ધી ગવરનર સાહેબ. દીવાન સાહેબ, બે યુરોપીયન અમલદારે, તથા ત્રણ યુરોપીયન બાનુઓ હતા. શરૂઆતમાં ચામડાના પગરખા ઉપર કેનવાસના સ્લીપર પહેરી આવવાની પરવાનગી