________________
૨૮ જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
[ સપ્ટેમ્બર ધાર્મિક સંસ્થાઓ સંબંધી સૂચના.
વડેદરા તા ૨૩-૮-૦૬. જેન હેરલ્ડના મેહેરબાન મેનેજર સાહેબ,
જુલાઈ માસના હેરલ્ડના પૃષ્ટ ૨૧૧ જેનેના જાહેર ખાતાની ખામીઓ આપે બતાવી છે, તેના સંબંધમાં એક અગત્યની ખામી બતાવવા છુટ લઉં છું અને જે આપને ગ્ય લાગે તે તેની નોંધ લેવા મેહેરબાની કરશો.
હાલમાં તીર્થસ્થળમાં તથા કેટલાક ગામના દેરાસરમાં છાપેલી પહોચે આપવાને રીવાજ છે પરંતુ તે પહોચેપર છાપેલ નંબર હોતો નથી. અને તેવી ચોપડીઓનો હીસાબ રાખવામાં આવતા નથી, તેથી મોટો ગોટાળો થવાને સંભવ રહે છે. દાખલા તરીકે પાલીટાણા જેવા એક પવિત્ર તિર્થની જાત્રા કરવા એક અણજાણે અને ભોળો શ્રાવક ગયે છે, અને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ મુનીમની ગેરહાજરીમાં એક હલકા પગારને ગુમાસ્ત બેઠે છે તેને શુભ ખાતામાં રૂ ૨૫ આપ્યા અને વગર નંબરની પહોચ લીધી. આ ગુમાસ્ત બદદાનતથી બુકમાંથી અસલ પેચ કાઢી નાખી અને પૈસા જમે આપ્યા નહિ આ ગરબડ પકડવાને હાલના રીવાજ મુજબ કઈજ સાધન નથી. તે જ પ્રમાણે
છાપેલી આખી ચોપડી ચોરી લઈ તકેતકે તે આખી ચોપડીને ગેરઉપયોગ કરવા ધારે - તે કરી શકે એમ છે અને તેવા દાખલા નહી બન્યા હોય એમ માનવું તદને અશકય છે. તેથી નિચે મુજબ દરખાસ્ત રજુ કરૂ છું.
(૧) જે બની શકે છે ધમના કાર્ય અર્થે સેસે પાનાની અથવા પાંચસો પાનાની પહોચ બુક એકજ છાપખાનામાં છપાવવી અને તેના ઓરીજીનલમાંના કાઉન્ટર ફેઈલ પૃષ્ટપર એકથી સો નબર છપાવવા અને જોઈએ તે સ્થળવાળાને જુજ કીંમતે પુરી પાડવી. મોકલતી વખતે એક જવાબદાર કારકુને તે પાનાં તપાસી છેલે પાને સરટીફીકેટ લખવું કે આ ચેપડીમાં ૧ થી ૧૦૦ અનુક્રમે પાના છે. પછી નિચે પોતાની સહી કરવી. Certified that this book contains 1 to 100 pages.
Sd. પછી તે સ્થળના મુખ્ય માણસે તપાસી લઈ ખરાપણું વિશે પિતાની સહી કરવી.
(૨) સાંજે હીસાબ બંધ કરતી વખતે દરરોજ મુનીમે તે પહોચબુક બરાબર તપાસવી અને તે દિવસે વાપરેલી છેલી રસીદપર લખવું કે આજ તા. ૧-૮-૦૬ ને રાજ ૧ થી ૧૦ રસીદે કાઢી આપી છે. તેના રૂ. ૧૦૫-૪ રોજમેળ પાને ત્રીજે જમે આપ્યા છે. પછી સહી કરવી,
(૩) કાઢી આપેલી કોઈપણું રસીદને નંબર રૂપિયાને આંકડો અથવા નાણું આપનારનું નામ છેકવું નહી ને છેકવું પડે છે તે રસીદ રદ ગણી તેમ કરવાનું ટુંક કારણ તેપર લખી મુનીમે સહી કરવી.
(૪) જે સ્થળે એક કરતાં વધારે બુકે મંગાવવામાં આવે તે સ્થળવાળે કરી બુક રખડતી ન રાખતાં તાળા કુંચીમાં રાખવી અને એક પુરેપુરી વપરાયા પછી બીજી ઉપયોગમાં લેવી.
(૫) ત્રિમાસિક અથવા છ માસિક હિસાબની તપાસણી વખતે તપાસનારે રસીદ બુકમાં બતાવેલાં નાણાં બરોબર જમે થયાં છે કે નહી તેની ખાતરી કરવી. અને દરેક