________________
' ' જૈન કોન્ફરન્સ હેરલડ. - C અકબર છે. સદરહુ દેરાસરજીના વહીવટ કર્ત શેઠ જેઠાભાઈ મનસુખ ભાઈને આ ખાતાની સ્થીતી ખુલી સમાવી દેવા માટે તથા આ ગામમાં પતે દરેક ધામીંક ખાતાના અગ્રેસર હોવાથી ગામ મધ્યેના દરેક વહીવટ કર્તને હિસાબ દેખાડવાનું સુચવી પોતે જાતે હાજર રહી હિસાબ દેખાડવામાં મદદ કરી છે. તે માટે પુરે પુરે ધન્યવાદ ઘટે છે.
શ્રી કડીમધે શ્રી સંઘના વરઘોડા ખાતાને રીપી–સદરહુ ખાતાના સંધ તરફથી વહીવટ કિર્તા મણીઆર બલાખીદાસ પ્રેમચંદ હથેનો હિસાબ સં૦ ૧૯૬૨ ને આસો વદ ૧૦ સુધીને તપાસ્યો છે. તે જોતાં ત્યાંના સંધમાં એકસંપ નહીં હોવાથી તે ખાતામાં ઉપજ બીલકુલ થતી નથી. વહીવટ કર્તા એ પિતાના તાબાને હિસાબ પોતાની મેળે તરત દેખાડી દીધો છે તેને માટે તેમને પુરે પુરે ધન્યવાદ ઘટે છે
તાલુકે કડી તાબાના ગામ ગુમાસણમધેના શ્રી પાર્શ્વનાથજી મહારાજજીના દેરાસરજીને રીપેર્ટ–સદરહુ દેરાસરના શ્રી સંધ તરફથી હાલના વહીવટ કર્ત શા. છોટાલાલ ચતુરના હસ્તકને હિસાબ તપાસતાં તેમની પાસે કઈ હિસાબ પ્રથમના વહીવટ કર્તા નિવંશ ગુજરી જવાથી હિસાબનાં ચોપડા મળી શક્યા નથી જેથી આ ખાતાને હિસાબ જોવામાં આવેલ નથી. હાલમાં આ ગામમાં જૈન ગ્રહસ્થનાં ત્રણ ઘર હોઈ પુજનને લગતો સામાન તથા ખેતીનું ઘી વગેરે ખર્ચ એકત્ર મળી પોતાના ઘરન વાપરે છે. જેથી હિસાબ રાખવામાં આવતા નથી તેમ આસાતનાનું કાંઈ પણ કારણ બની આવતું નથી ને ભંડારની જુજ ઉપજ થાય છે તે દેરાસરજીના રીપેર કામ જેટલી જણાય છે. | તાલુકે કડી ગામ ઈરાણામધે આવેલા શ્રી શાંતિનાથજી મહારાજના દેરાસરજીને રીપ-સદરહુ દેરાસરજીના સંઘ તરફથી વહીવટ કર્તા શા. કેશવલાલ જેઠાભાઈ હસ્તકને વહીવટ તપાસતાં આ ખાતાનું કામ શેઠ હરજીવનદાસ તપાસતા હતા પણ હાલ તે ગૃહસ્થ ગામ બુડાસણમાં રહે છે તથા હાલ માંદગીમાં હોવાથી તેમના તાબાનો હિસાબ લેવાનું બન્યું નથી પણ ત્યાર પછીના વહીવટ કર્ત શેડ કેશવલાલ જેઠાભાઇ હસ્તક તપાસ કરતાં તે સાહેબે તે ખાતામાં કાંઈપણુ ઉપજ આવેલ નથી તેથી કોઈ જાતને હિસાબ રાખેલ નથી, ને પુજનને લગતા ખર્ચે પિતાની ગાંઠથી કરે છે. તે માટે તેમને પુરે પુરે ધન્યવાદ ઘટે છે. આ મંદીરમાં પ્રતીમાજી ધાતુના છે અને ત્યાં જેનીઓની વસ્તી થોડી છે. | તાલુકે કડી ગામ એંઢાડમધે આવેલા શ્રી શાંતિનાથજી મહારાજજી દેરાસરજીને રીપોર્ટ. સદરહુ દેરાસરના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા શા. લલું ગુલાબચંદ તથા શા. કાળીદાસ રામચંદ તથા શા. કાળીદાસ વખતચંદના હસ્તકનો હિસાબ સં. ૧૯૬૨ ના આસો વદ ૧ સૂધીને તપાસ્યો છે, તે જોતા વહીવટ કર્તા ગૃહસ્થાએ પોતાના નીખાલસ દીલથી અસલની રૂઢી મુજબ નામું રાખી વહીવ રાખેલ છે. તે સાહેબને પુરે પુરો ધન્યવાદ ઘટે છે. આ ખાતામાં હાલ જે બંદોબસ્ત થએલે જોવામાં આવે છે તે ઘણું ખુશી થવા જેવું છે અને આશા છે કે દીન પ્રતી દીન તેમાં વધારે થતો જશે.
વાલકે કડી તાબાના ગામ રાજપુરમધ્યે આવેલા શ્રી નેમીનાથજી મહારાજના દેરાસરજીને રીપોર્ટ-સદરહુ દેરાસરજીના સંઘ તરફથી વહીવટ કર્તા શા, રવચંદ અમીચંદ તથા શા. હરજીવન મનસુખના હસ્તકને સંવત ૧૯૬૨ ના આસો વદ ૧ સુધીને હિસાબ તપાસ્યો છે. તે જોતાં વહીવટનું નામું અસલની રૂઢીમુજબ રાખી વહીવટ નીખાલસ દીલથી કરતા જોવામાં આવે છે તથા વહીવટ કર્ત પુરે પુરી દેખરેખ રાખે છે અને દીન પ્રતી દીન દેહેરાસરજીને તથા વહીવટને સુધારે કરતા જાય છે. તેથી તેમને પુરે પુરે ધન્યવાદ ઘટે છે. ' ઉપર જણાવેલ શ્રી ખેડા તથા કડીપ્રાંતના ધર્માદાખાતાઓના હિસાબે તપાસીને ખાતાઓમાં જે જે ખામીઓ દેખાણ તથા કેટલીક રૂઢીઓમાં ફેરફાર કરવા જેવું દેખાયું તેને લગતાં સુચનાપત્રો દરેક ખાતાના વહીવટક્ત ગૃહસ્થને આપવામાં આવ્યા છે.
લા. સેવક ચુનીલાલ નાનચંદ ઓ. ઓ. જૈ. . કોનફરન્સ.