________________
ગીતસંગ્રહ-મહાવીરસ્વામીના જીવન દરમ્યાન અને તે પછી થોડો સમય બહુ ચકચક્તિ, વિદ્યાની બાબતમાં ગયે હોય તે ના નહિ. પરંતુ સમૂહના મોટા ભાગને કેળવવાની જે પ્રવૃત્તિ નામદાર બ્રિટિશ સરકારના અમલ દરમ્યાન શરૂ થઈ છે, તે પ્રવૃત્તિ તે સમયે અથવા તે પછીના સમયથી બ્રિટિશ આગમન સૂધી ઓછી હશે એમ તો નિ:સંશય લાગે છે. વાંચનનો શેખ હાલ અજબ વધતું જાય છે. પિસાને ગ્યવ્યય * કરવાની ઈચ્છા પણું પ્રમાણમાં સારી રીતે વધતી જાય છે. અસલની જરૂરીઆત પ્રમાણે પહેલાં પિસા સારી રીતે ખર્ચાતા, પરંતુ ફરજની ઈચ્છાથી નહિ ખર્ચાતાં માત્ર માનની ઈચ્છાથીજ ખર્ચાય તેને પુણ્ય બંધ અને ફળ બને ઓછું થાય છે. પુણ્ય થાય છે એ તે નિ:સંશય. હિંદમાં સામાન્ય રીતે લખીવાંચી જાણનાર માણસે સેકડે ૨૫ છે, જ્યારે સ્ત્રી ૨ છે. જૈન કોમમાં શહેર અને ગામમાં સેંકડે ૮૧ ભણેલ માણસ અને ૩૦ સ્ત્રી મળી શકરો. ગામડામાં પ્રમાણ ઓછું છે. સ્ત્રીઓ સુધરે નહિ, ત્યાં સુધી પુરૂષ માથું કૂટીને મરી જાય તે પણ ધાર્યા કરતાં અધું ઇષ્ટ ફળ મેળવી શકે નહિ. સ્ત્રીઓને સુધારવી એ મુખ્ય ફરજ છે. વાંચન, સુધારણાનું બહુ ઉત્તમ પગથીઉં છે. સ્મરણાર્થે ઉજમણા વિગેરે થાય તે ઈષ્ટ છે, પરંતુ જાહેર જૈન સ્ત્રીવર્ગમાં મફત વાંચન પ્રસરે એ અતિ આદરણીય, નૂતન અને ઈષ્ટ પ્રયોગ છે. આવી રીતે ભાવનગરના શેઠ ગિરધર આણંદજીના પત્ની અ.સૌ. બાઈ સમર્થના સ્મરણાર્થે ગીતસરગ્રહુ નામની નાની ૩૨ પાનાના જે ચોપડી ઉત્તમ પર શિખામણોસહિત છપાવીને મફત પ્રસાર માટે જાહેર કરવામાં આવ્યું છે તે અમને તે ઉત્તમ જણાઈ છે. સંગ્રહ કરનાર ગત માતાની સુશીલ પુત્રી છે. બ્રાહ્મણોમાં જે શ્રાધ કરાય છે તેવી જ જાતનું આ એક માનસિક શ્રધ્ધાથી અર્પલું પુસ્તક છે. જૈન કવિરત્ન મહમ સાક્ષર ડાહ્યાભાઈ, ભામિની ભૂષણ, સુંદરી સુબોધ, ગીતમાળા, પાર્શ્વનાથ વિવાહલે, વિગેરેમાંથી ઉત્તમ સંગ્રહ કર્યો છે. આ કાર્ય માટે પ્રસિદ્ધ કરનારને ધન્યવાદ ઘટે છે. બીજાઓએ અનુકરણ કરવા છે.
ડબાસંગે સંકટ નિવારણ ફંડ રીપોટે—મળે છે.
ભરૂચ જૈન વિદ્યત્તેજક ફંડ–ઉદેશ કેળવણીને મદદ કરવાનું છે. મુરબી, લાઈફ મેમ્બર અને ત્રણ વર્ગણ સભાસદ એવી રીતે પાંચ વર્ગ પાડ્યા છે. લાઈફ મેંબરે ૪ છે. પહેલા વર્ગના વાર્ષિક મેંબરે ( છે. લગ્ન વિગેરે ખુશાલીમાં તથા સગાં સંબંધીના પુણ્યાર્થે આ ફંડમાં રકમ ભરાઈ છે તે બહુ ઈષ્ટ છે. ખર્ચ પણ બરાબર વ્યાજબી રીતે થયો છે. ફંડ ઉત્તેજનને પાત્ર છે.
જન સ્તોત્ર સંગ્રહ–શ્રી જૈન યશે વિજય ગ્રંથમાળા નં. ૮ મુંબઈ નિવાસી બાબુ ચુનીલાલ પન્નાલાલ ઝવેરીની વિધવા બાઈ ભિખી બાઈની સહાયથી પ્રસિદ્ધ થયેલી મળી છે. કિંમત રૂ ૧) છે. કાગળ મજબૂત છે. કોઈપ મોટા બાળબેધ છે. પાના ૨૫૬ છે. પ તથા કામ બહુ સારું છે.
જોઈએ છે. | ગુજરાતી પાકા નામના પૂર્ણ અનુભવી અને ઈંગ્રેજી પત્રવ્યવહાર કરી શકે તેવા કલાકે જોઈએ છે. રૂબરૂ મળો અગર પત્ર લખેર. જૈનને જ પસંદ કરવામાં આવશે –
શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સ ઓસિ. ચપાગલી–મુંબઈ