________________
જૈન સમાચાર તથા વર્તમાન ચર્ચા.
૩૫૧ .
મહારાજા પોતાના રસાલાસાથે ગયા હતા. દેવળમાં દાખલ થતી વખત મહારાજાએ હિંદુ રીવાજ મુજબ જોડા મહુાર ઉતાર્યાં. દેવળના વ્યવસ્થાપકાએ પાઘડી ઉતારવાનું કહ્યુ, પણ નામદાર મહારાજાએ ઉતારી નહિ. તે ઉપરથી વ્યવસ્થાપકાએ તેમને દેવળમાં જવા દીધા નહિ. આ ઉપરથી જણાશે કે પાશ્ચિમાત્ય પ્રજાએ પણ પેાતાના પવિત્ર સ્થળમાં જે નિયમથી ગ‘ભીરતા જાળવી રાખવા માગે છે, તેના કોઇ ભંગ કરવા માગે, તેા ભંગ કરવા ઇચ્છનાર શખ્સને તેઆ દેવળમાં આવવા દેતા નથી. સ્પષ્ટ છે કે આપણી પ્રાર્થના કોઈ પણ રીતે અયેાગ્ય નહેાતી અને નથી.
પાલીતાણાઃ—માં હમણા એ નવા ઠરાવેા થયા સાંભળ્યા અને વર્તમાનપત્રામાં વાંચ્યા છે. ૧ ઢાળીવાળાપર દર વર્ષે રૂ. ૭] ના વેશે નાખવામાં આવ્યા છે. ડાળીવાળાને મુખ્ય અને સંપૂર્ણ સંબંધ જૈન યાત્રાળુઓ સાથેજ છે. ઠાકેાર સાહેખ સૂરિસહજી તથા ઠાકર સાહે. સર માનસિહજીને જે વિચાર કદી આવ્યેા નહિં, તે વિચાર હાલના ઍડમિનિસ્ટ્રેશને અમલમાં આણ્યા છે એ ડાળીવાળાઓ ઉપરના કરથી મેાટી રકમ ઉપજવાની નથી, પરંતુ તે ગરીબ વર્ગ પર અને સીધીરીતે તેા જૈન યાત્રાળુએ ઉપર અસર કરશે. ઍડમિનિસ્ટ્રેશન રાજ્યની ઉપજ વધારવાના બીજા ઉદ્યોગ સંખ`ધી રસ્તા લે, તે જેટલું ઇષ્ટ છે, તેટલું આવા કરી નાખવા એ ઈષ્ટ નથી.
૨ કાઈ પણ નવી ધર્મશાળા આંધવા માટે જગ્યા આપવી નહિ. આ ઠરાવ વાંચી અમે આશ્ચર્ય ચક્તિ થઇએ છીએ. આ ઠરાવ કયા ધેારણપર કરવામાં આવ્યેા છે, તે સમજાયું નથી. ઉપરના પહેલા ઠરાવથી ગરીબ વર્ગ પર નાહકના ખાજો વધી જેવી રીત રાજ્યને ઘેાડી ઉપજ થઇ છે, તેવીજ રીતે આ ઠરાવથી ધર્મશાળા અંધાતાં રાજયને જે જમીનની ઉપજ થતી તે વિનાકારણ, મધ થઇ છે. ઍમિનિસ્ટ્રેટર સી. એવન ટટ્યુડેર મહુ માહેશ અને સારા માણસ ગણાતા આવ્યા છે, તે આ ઠરાવ કરવામાટે તેમને શું સખળ કારણેા મળ્યાં છે, તે જૈન પ્રજાની અંગત હિતની ખાખત હાવાથી તે પ્રજાની જાણ માટે જાહેરમાં મૂકવા તેમને નમ્ર વિનતિ છે. અત્યાર સૂધી પાલીતાણામાં જે ધમ શાળાઓ છે, તમા મુશ્કેલાથી ૧૦૦૦૦ માણસ સમાઈ શકે. જ્યારે કોઈ મેાટા મેળાવડા પ્રસંગે તેથી વધુ સખ્યાના માણસે કયાં ઉતરવું તે એક સવાલ થઈ પડે છે. પ્રજાનું હિત જોવું એ રાજાની નહિ ભૂલાવી જોઇતી પ્રથમ ફરજ છે. મહારાજા રામનું નામ હજીપણ ગરીખમાં ગરીબ હિંદુ પણ, ૪૦૦૦ વર્ષ થયાં છતાં પણ યાદ કરે છે, તેનું ખરું કારણ તેને માટે પ્રજાનું માનજ છે, ધર્મશાળા વધારે બધાય કે નહિ તે એક જૂદો સવાલ છે, પરંતુ દક્તર પર આવેા કાયમી ઠરાવ થાય તે બહુજ દિલગીરી ઉત્પન્ન કરે છે. અમે આશા રાખીએ છીએ કે નામદાર અંડમીનીસ્ટ્રેટર આ ઠરાવનું ઘટીત તાલ કરીને, પહેલી જોગવાઇએ દક્તર પરથી કાઢી નાખશે.
પશુ વધ બંધ—રતલામથી દાવડા કેશરીમલ લખે છે કે મેં રિયાસ્ત જ્ઞાનવાળે વિવાન साहेबको पास मिलनेको गयाथा. उनोने अपनी कॉन्फ्रेंस के साथ निहायत हमदर्दी जाहेर की. और यहांतक बन्दोबस्त कीया के उनके स्टेटमें करीब ३७५ जानवर पांडे बकरे मारे जाते थे वो कुल एकदम बन्ध करा.