________________
ફ ના કેન્સરન્સ હેર. ઓ: [ નવેમ્બ કેન્ફરન્સના ઠરાનો થતે અમલ. ગામ વસેમાં તા. ર૮-૧૦-૦૬ ને રોજ કેનફરન્સ ઓફીસ તરફથી ધાર્મિક ખાતાના હિસાબ તપાસવા સારૂ ગયેલા આસીસ્ટંટ એડીટરે કરેલા ભાષણથી ત્યાંના શ્રીસંઘે નીચે મુજબ ઠરાવ કર્યા છે. ૧. અત્રેના સંઘમાંથી દરસાલ લાણ દીઠ રૂા. 19 અંકે આના ચાર ઉઘરાવી કોનફરન્સ
ઉપર મોકલી આપવા ઠરાવ કરવામાં આવ્યું છે. ૨. સ્ત્રીઓએ રડવા કુટવાના સંબંધમાં કેટલીક બાધાઓ કરી છે. ૩. કન્યા વિય નહિ કરવાના સંબંધમાં ઘણાઓએ બાધા લીધી છે. ૪. કચકડાની ચીજો, પીંછાવાળી ટોપીઓ, ચામડાના પુઠાં, પરદેશી ખાંડ તથા વિલાયતી
કેસર વીગેરે નહીં વાપરવાના સંબંધમાં ઠરાવ કરવામાં આવ્યો છે. ' એ ઉપરાંત સભામાં આવેલા અન્ય દર્શનીઓએ, પરદેશી ખાંડ તથા ફલાહારમાં સાબુખા નહીં વાપરવાના સંબંધમાં ઠરાવ કરવામાં આવ્યો છે. અને તેજ દીવસે અગીયારસ હોવાથી ઉપરના ઠરાવ અમલમાં આપ્યો હતે.
ખેડા જીલ્લામાં અમારી તરફથી ધાર્મિક સંસ્થાઓના હીસાબ તપાસનાર ઈન્સ્પેકટર મી. હરીલાલ જેશીંગભાઈ ખેતાણી લખી જણાવે છે કે સદર જીલ્લાના ગામ “બીડજ” માં ચાર આનાનું ફંડ ઉઘરાવી કોન્ફરન્સની મુંબઈ અફસે મોકલવા ઠરાવ કર્યો છે. તેમજ તેમણે “નવા ગામમાં” સંઘ ભેગો કરી કેનફરન્સના હેતુઓ તથા તેમના ચાલતા કામકાજ ઉપર ભાષણ આપ્યું હતું તે સાંભળી ત્યાંના સંઘે કેનફરન્સના નીભાવ માટે ચાર આનાનું ફંડ આંહીથી દરસાલ ઉઘરાવી મુંબઈ ઓફીસ મોકલવા ઠરાવ કર્યો છે. વળી ગામ “નાયકા” માં બે દીવસ સભા ભરીને ઉપર પ્રમાણે ચાર આનાને ફંડને ઠરાવ કર્યો છે.
બંગલેર સીટી કેનફરન્સના પ્રેવીનશ્યલ સેક્રેટરી શેઠ નાથાલાલ લવજીભાઈ અમને લખી જણાવે છે કે આ શહેરમાંથી કેનફરન્સ ફંડમાં મોકલવા સારૂ ચાર આનાનું ફંડ ભેગુ કરવામાં આવ્યું છે, તેમજ મસુર” અને “રબર્ટ સી પેઠ” માં જ્યાં આપણા ભાઈઓની જુજ વસ્તી છે, ત્યાં પણ ઉપર મુજબના ફંડના પૈસા વસુલ કરવા પ્રયાસ ચાલુ છે.
ઉપર પ્રમાણે જે જે ગામના શ્રી સંઘ તરફથી કેનફરન્સ નીભાવ માટે ચાર આનાના ફેડને ઠરાવ કરવામાં આવ્યું છે તેને માટે અમે અંતઃકરણ પૂર્વક આભાર સાથે ધ લઈએ છીએ.
- અમદાવાદ જીલાના ધોળકા તાલુકામાં અમારી તરફથી ધાર્મિક ખાતાના હીસાબ તપાસનાર ઈન્સ્પેકટર શા. જેચંદ ચતુરભાઈના પ્રયાસથી કેટલાક ગામમાં ચાર આનાના ફંડના ઠરા થયા છે. જેમાંથી ગામ નાનેદરાના સંઘે રૂ ૧-૪-૦ તથા ગામ બાવળાના સાધે રૂ.૬--૦–૦ વસુલ કરી અમને મોકલી આપ્યા છે, જેમની ઉપકાર સાથે નોંધ લઈએ છીએ.