________________
॥ ॐनमः सिद्धेभ्यः ।।
यः संसारनिरासलारसमतिर्मुक्त्यर्थमुत्तिष्ठते, यं तीर्थ कथयति पावनतया येनाऽस्ति नान्यः समः ॥ यस्मै तीर्थपतिनमस्यति सतां यस्माच्छुभं जायते, स्फूर्तियस्य परावसंति च गुणा यस्मिन्स संघोऽर्च्यतः ॥
અથ–જે સંધ, સંસારના ત્યાગને વિષે ઇચ્છાવાળી છે બુધ્ધિ જેની એ છતાં મુક્તિના સાધનને માટે સાવધાન થાય છે, વળી જે પવિત્રપણાએ કરીને તીર્થરૂપ કહેવાય છે, જેના સમાન બીજો કોઈ નથી, જેને તીર્થકર મહારાજા૫ણ વ્યાખ્યાનને અવસરે “નમે તિથ્થસ” કહી નમસ્કાર કરે છે, જેનાથી સૌનું કલ્યાણ થાય છે, જેનો ઉત્કૃષ્ટ મહિમા છે, અને જેનામાં (અનેક) ગુણો રહે છે, એવા સંઘની, (હે ભવ્ય જીવો) પૂજા કરે.
The Jain ( Swetamber) Conference Herald.
vol. II.]
November. 1906.
No. XI.
જૈનોનાં જાહેર ખાતાં અને તેમની હાલની સ્થિતિ.
શાહ નત્તમદાસ ભગવાનદાસ.
(અનુસંધાન પૃષ્ટ ર૧૪). શુભ ખાતું બહુ વિશાળ અર્થવાળું ખાતું છે. દેરાસરના અથવા સ્વામીભાઈઓના - અથવા સાધુ સાધ્વીઓના ઉપયોગ અથવા હિતમાટે જે કંઈ રકમ શુભ ઈરાદાથી ખર્ચાય તે શુભ ખાતે વપરાણું ગણાય છે. ઘણું ભાઈઓ કાંઈ અમુક નિશાન ચોકસ કરીને, તે હેતુ ફળીભૂત થાય તે આટલી રકમ અમુક શુભ ખાતે ખચીશ એવી ધારણા કરે છે. કઈ માણસ ગુજરી જતાં તેનાં સગાં સબંધીઓ અમુક ચેકસ ખાતાઓનું નામ નહિ પાડતાં શુભ ખાતે કહે છે, તે બહુ ડહાપણની દૃષ્ટિ છે. કારણ કે અમુક ખાતે (શ્રાવક શ્રાવિકા, સાધુ સાધ્વી, વિગેરે સાત ક્ષેત્ર) કહેવાથી તેજ ખાતામાં વાપરી શકાય. બીજામાં વાપરે તે જે ખાતામાં પહેલું ધાર્યું હોય તેનું દેવું ઉભું રહે. આ રીતે શુભ ખાતે કહેવું ડહાપણવાળું છે. ધર્માદા ખાતું એ શુભ ખાતાને પેટા ભેદ છે શુભ ખાતે કહેલી રકમમાંથી મદદ લેતાં બાધજેવું ઓછું છે, જ્યારે ધર્માદા ખાતાની રકમમાંથી મદદ લેવી એ એગ્ય ગણાતું નથી.