________________
જૈન અનફરન્સ ફુરેલ્ડ,
[ સપ્ટેમ્બર
દશેરા ઉપર પાટા બકરાના વધ ન કરવા માટે હીંદુસ્તાનના રાજ્ય કર્તાઓને અરજી.
દશેરાના તહેવાર ઉપર દેશી રાજ્યામાં ઘણે ઠેકાણે પાડા બકરાંઓના વધ કરવામાં આવે છે તે સબધમાં હમણાજ ગયેલા દશેરાના પ્રસગે તેમ ન થવા માટે હીંદુસ્તાનના સર્વે નાના મોટા દેશી રાજ્ય કર્તાઓને નીચે પ્રમાણે અરજી ગુજરાતી, મરાઠી, ઇંગ્રેજી, ભાષામાં છપાવીને રેસીડંટ જનરલ સેક્રેટરી શેઠ વીરચંદ દ્વીપચંદ, સી. આઈ. ઈ. ની સહીથી મેાકલવામાં આવી હતી. અમે ધારીએ છીએ કે સુન્ન રાજ્ય કર્તાઓએ જરૂર આપણી તે વિનંતિ ઉપર લક્ષ આપ્યું હશે.
અરજી.
તા.-૨૦-૯-૧૯૦૬.
શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ ઓફીસ ચાગલી, મુંબઇ, ગાબ્રાહ્મણ પ્રતિપાલ, નિરાશ્રિતાધાર, આર્યષણ, પ્રજાપાલક, ન્યાય દયા—સમા– આહિંગુણાલ કૃત, ધર્મધુરધર, મહારાજાધિરાજ મહારાજ સાહેબ શ્રી શ્રી ૧૦૮
ન ખીદમતમાં અરજ માલુમ થાય જે
જેમ અમે સાંભળ્યું છે તેમ દશેરાના પવિત્ર અને ધાર્મિક દિવામાં હજુરના રાજ્યમાં પાડા બકરાઓના વધ કરવામાં આવે છે.
૨૯૬
દેવીને ભેગ આપીને સ ંતુષ્ટ કરવાના ઇરાદાથી આ વધ કરવામાં આવે છે, જેથી કરીને મહામારી ( પ્લેગ, ) શીતળા, કાલેરા, આદિ દુષ્ટ બિમારીએની આકૃત વસ્તીમાં આવે નહીં; પરંતુ દર વરસ અવા વધ થતાં છતાં પ્લેગ, કાલેરા, શીતળા, તાવ, રુભિક્ષ ( દુકાળ ) આદિ આફ્તા હિંદુસ્થાનમાં આવેજ જાય છે. રાજાથી રક સુધી સર્વને ચૈાતાના પૂર્વ જન્મના કર્માનુસાર સુખ દુઃખ ભોગવવું પડે છે. અને આ આફ્તા કેવળ મનુષ્યાના પાપાની શિક્ષા રૂપ છે. આ પાપાથી બચવાને વાસ્તે માણસ નિરપરાધિ ( નિર્દોષ ) અવાચક ( મુંગા ) જાનવરાની હત્યા કરે આ કેવા ન્યાય ? શું આવા ન્યાયથી સર્વ શક્તિમાન પરમેશ્વર રાજી થશે ? કદી નહીં.
નામદાર અંગ્રેજ સરકારના રાજ્યમાં પણ વખતેાવખત મરકી (પ્લેગ) વિગેરે ખીમારીએ આવે છે અને કુદરતી નાબુદ થાય છે, તેવા રાગોની શાંતતા માટે કાંઈ પાડા આદીને પશુવધ થતા નથી; પરંતુ તનદુરસ્તીના નિયમાને અનુસરવાના ઇલાજ લેવામાં આવેછે. પશુ વધ શાસ્ત્ર રીતિ નથી, આવા નિર્ણય મોટા મોટા વિદ્વાન શાસ્ત્રીઓની સભાઓમાં ઘણીએક વાર થઈ ચુકયા છે, અને આવા અસલ શાસ્ત્રના અનુસાર કેટલાક અર્મિષ્ટ રાજ્ય કર્તાઓએ આ પશુ વધુ પેાતાની વસ્તીમાં સર્વથા બધ કરાવી, તે જાનવરાની નેક દુવા પ્રાપ્ત કરી છે.
હજુર રહેમ દિલ, બુદ્ધિમાન અને ન્યાયી હૈાવાથી અમારી અરજ છે જે દશેરાના દિવસે આપના રાજ્યમાં પાડા, ખકરાં વગેરેના વધ અંધ કરવાના હુકમ જારી કરવાની મેહેરબાની ફરમાવશે અને સનાતન આર્યધર્મની રક્ષા કરશે.—એજ અરજ.
હજુરના દાસાનુદાસ,
( સહી ) વર્ઢ દીપચંદ સી. આઈ. ઇ. મેસીડન્ટ જનરલ સેક્રેટરી.