________________
૧૯૦૬ ૩. શ્રી શાંતીનાથજીના મહારાજના ન દેરાસરજીના રીપિટ. ૨૦ “શ્રી અગાસી ગામમધેના શ્રી મુની સુત્રત સ્વામીજી મહારાજના
દેહરાસરજીને રીપેર્ટ અમોએ શ્રી અગાસી ગામધાં શ્રી મુની સુવ્રત સ્વામીજી મહારાજના જૈન દહેરાસરછના સંઘત રફથી વહિવટ કર્તા શેઠ વાલજી માવજી તથા શેઠ ખેમચંદ હીરાચંદ તથા શેઠ ભગવાનદાસ ઘેલાભાઇ. તે ખાતાને વહિવટ ચલાવે છે. તેમની પાસેથી સંવત ૧૫૯–૬૦ તથા ૧૯૬૧ ને હિસાબ અમાએ તપાસ્યો છે.
૧ આ ખાતાને વહીવટ ઘણે ખરે શેઠ ખેમચંદ હીરાચંદ ચલાવે છે. અને પોતાનાથી બને તેટલી દેખરેખ આ ખાતાઉપર રાખે છે. અને સસરછને લગતી મીલક્ત સારે ઠેકાણે રેકી વ્યાજ ઉપજાવવામાં આ છે. તથા હિસાબનું નામુ સારી રીતે રાખી પિતાના કીંમતી વખતને ભેગ આપે છે.
૨ દેરાસરજીને કેટલો એક ભાગ જીર્ણ થઈ ગયો છે. તથા ધર્મશાળાઓમાં પણ કેટલોક ભાગ છે “ થએલો છે. તે વિશે તથા બીજી કેટલીએક સુચનાઓનું પત્ર વહિવટ કર્તા ગૃહરુને આપવામાં આવ્યું છે છે. તે ઉપર તાકીદે ધ્યાન આપી દેડબસ્ત નહિ કરશે તે મંદીર સુધારવાના મોટા ખર્ચમાં ઉતરવું પડશે. તેમજ દેરાસરજીની પછીત કદાચ અકસ્માતથી ધસી જાય તે મેટી આશાતના થવાનો સંભવ રહે છે. માટે વહિવટ કર્તા ગૃહસ્થાએ શ્રી મુંબઈમધ્યે આવી મદદ મેળવવા કોશિશ કરશે તે તેમને જરૂર મદદ મળ્યા વગર રહેશે નહિ.
૩ ઉપર જણાવેવા વહીવટમાં સાધારણ તથા પુજનને લગતાં કેટલાએક ખાતાઓ ડુબતા છે. જે આપણી જૈન શૈલીથી ઉલટું છે. માટે તે મંદીરના સમાગમમાં આવતા જાત્રાળુઓને અમારી ખાસ ભલામણ છે કે જે ડુબતા ખાતાઓ છે તેમાં પોતાનાથી બનતી મદદ કરવી.
૪ સરહુ ખાતાના વહિવટને હિસાબ દેખાડવામાં વહિવટ કર્તા ગૃહસ્થોએ તેમાં મુખ્યત્વે શેઠ ખેમચંદ હીરાચંદે પોતાના કિંમતી વખતને ભેગ આપી તાકીદે દેખડાવી દીધો છે. તે માટે તેઓને ધન્યવાદ ઘટે છે. એજ
શ્રી મુંબઈમધ્યે પાયધૂણી ઉપરના શ્રી શાંતીનાથજી મહારાજના જૈન દેરાસરજીને લગતાં પેટા ખાતામાંનું ઉપરના ઉપાશ્રય ખાતાને રીપેર્ટ.
ઉપર જણાવેલા ખાતાના વહિવટ કર્તા શેડ મગનલાલ સવચંદ છે. તેમની પાસેથી અમોએ સંવત ૧૫૯-૬૦ તથા ૧૯૬૧ ની સાલના હિસાબ તપાસ્યા છે.
૧ આ ખાતુ ઉપર જણાવેલા વહિવટમાંનું એક પેટા ખાતું છે. તો પણ આ ખાતામાં જુદા જુદા વીસ ખાતાઓનો સમાસ થાય છે. અને તેને વહિવટ શેઠ મગનલાલ: સવચંદ તરફથી તેમના ભાઈ છગનલાલ સવચંદ તથા કાળીદાસ સવચંદ ચલાવે છે. તેમાં તે ગૃહસ્થોએ પોતાને કિંમતી વખત રેકી કેટલોએ પ્રયાસ ખેચી પોતાનો લાગવગ ચલાવી તથા કરકસર કરી એક સારી રકમ એકઠી કરેલી જોવામાં આવે છે જેનો માટે તેઓને પુરેપુર ધન્યવાદ ઘટે છે. - ૨ આ ખાતું ઉપર જણાવ્યા પ્રમાણે પેટા ખાતું છે તેમ છતાં તેને રીપોર્ટ જીદ કરવાનું કારણ એજ છે કે તેના મુખ્ય ખાતાને હીસાબ તપાસવાનું કામ તેના વહિવટ કર્તા ગૃહસ્થો થા મુનીમોની ઢીલને લીધે ઘણો વખત નીકળી ગયા છતાં પુરૂં થયું નથી.
લી. સેવક,
ચુનીલાલ નાહાનચંદ, મુંબઈ, તા. ૨૧–૯–૦૬.
એ. ઓ. શ્રી જેન તાંબર કોન્ફરન્સ,