________________
જૈન કોન્સ હેડ
સપ્ટેમ્બર
એક દયાળુ નૃપતિનું ભવિષ્ય—જામનગરના યુવાન જામ શ્રી જસાજી ચેડા વખત ઉપર દેહમુક્ત થયા છે. તેઓએ ગાદીએ આવ્યા પછી જાહેરનામું બહાર પાડી ફરમાવ્યું હેતુ કે તેમના રાજ્યમાં કાઇએ શિકાર કરવા નહી, દરેક મહિનામાં બે અગીયારસા તથા પૂનમ અમાસ પાળવી, તે દિવસે જીવહિંસા નહિ કરવી, શ્રાવણ માસ આખા તથા પર્યુષણ પર્વમાં પણ જીવહિંસા નહિ કરવી. આવા દયાળુ રાજ્યકર્તા આવા સત્તાના રાવથી કેટલ' ઉત્તમ ભાતું આંધી શકે છે, તે લખવા કરતાં સમજવુંજ સહેલ છે. જે નૃપતિએ, જે સત્તાધિકારીઓ, હિંસા આછી કરાવી શકશે તે અતિશય પુણ્યવાન છે. આ અંકમાં તેમના એક મહાલ લાલપરના ન્યાયાધીશનું જાહેરનામુ` વાંચવાથી ખાત્રી થશે કે દર વરસે આ પ્રમાણે જાહેરનામુ બહાર પડતું રહેવાથી કેટલી જીવદયા પાળી શકાય ? ખરેખર એવા પુણ્યાત્મા નૃપતિઓને ધન્ય છે !
અમરેલીમાં કન્યાશાળાના મેળાવડા-અભ્યાસ તપાસ્યા પછી શેઠ વીરચંદ જીવા તરફથી પુત્રપ્રસવ ખુશાલીમાં સાકર વહેંચવામાં આવી હતી.
ઢુંઢીઆ સાધુ—કચ્છ મુદ્રાખાતે મુનિ માણશી ઢુંઢીઆ સાધુ મટી સવેગી સાધુ થયા છે. દીગમ્બર જૈન વિધવા વિવાહ,—હીલીમાં મસાડ મહિનામાં થયાછે. પુનર્વિવાહિત સ્ત્રીની ઉમર વર્ષ ૨૫ ની છે તેના આ વખતના પતિની ઉમર વર્ષ ૪૦ છે. કન્યાના થયેલ પતિ સીક’દરાબાદના રહીશ છે. આ લગ્ન પ્રસંગે અંબાલા યુગમેન્સ એસેસીએશનના સભાપતિ, તથા દિગબરામાં એક નેતા લાલા અજીતપ્રસાદજી એમ. એ. એલ એલ. શ્રી.; હાજર હતા. આ વિધવા વિવાહ થવાથી ૪ જણને જ્ઞાતિ મહાર કરવામાં આવ્યા છે.
આશ્રય—અત્રેની શેઠ હીરાચંદ ગુમાનજી ધર્મશાળામાં એપ્રિલ, મે તથા જૂન એ ત્રણ મહિનામાં ૧૫૦૦ આશ્રય લેનારામાં ૬૫ શ્વેતાંબરી હતા.
પાંચમી કોન્ફરસ—અમદાવાદ ખાતે મળનારી આપણી આ કોન્ફરન્સની બેઠક માટે તૈયારીઓ ચાલે છે. આવકાર દેનારી કમીટીના પ્રમુખ, વિગેરે અધિકારીએ નીમાયા છે. ક્રૂડનું કામ પણ સારી રીતે શરૂ થયું છે.
નાશિક્ષકજાપાનમાં ૧૮૦૦૦ છે.
જીવદયા—સુરતમાં આ શુભ કાર્ય માટે રૂ. ૯૦૦૦ નું બહુ સારૂં ફંડ થયું છે. હજી વધુ થવા આશા અને સંભવ છે.
જીવદયા—સમનીથી મેતા અમરચંદ્ર જેઠાભાઇ લખેછે કે ત્યાંના સ થે તે ગામમાં રૂ. ૩૦૦, ગામના આગેવાન સુખી પટેલ નાથાભાઈ રણછેડ તથા ઉધરાતદાર શકર કાળીદાસ વિગેરે ગામ સમસ્તને આપી ભારદવા શુદ ૪ આખા ગામનાં ઇંડા છેડાવ્યાં છે. ને તે હંમેશાં વંશ પરંપરા છેડવા. ચદ્રસૂર્ય તપે ત્યાંસુધી પાળવાના કરારથી રૂપિયા આપ્યા છે. તેને લેખ લખાવી લીધા છે. તે રૂપિયા પટેલેએ ગામ સદાવ્રત ખાતામાં
આપ્યા છે.
જ્ઞાન ખાતાને મદદ—દક્ષિણમાં આવેલા એડકી હાલવાળા શેઠ ખાપુચંદ સીરચંદ