________________
રાકર ' જે કેન્ફરન્સ હેરલ્ડ
[ સપ્ટેમ્બર આશાતના થાય છે. દેરાસરમાં ચલમ હુકા પીએ છે. ગંજીપા તથા પટ ખેલે છે. કોઈ નવપદજીની પૂજા ભણાવે તે રૂ. ૧૫) નકરાના લે છે, તેમાં રૂ.રા) ભંડારમાં રહે, બાકી પૂજારી લઈ જાય છે. અહીં ર૦ ઘર શ્રાવકના છે. એવી વ્યવસ્થા અહીં ચાલે છે કે, ચાદ આના પૂજારીના ઘરમાં જાય, અને બે આના દેરાસરમાં જાય. તે આગળ જતાં દેરાસર કેવી રીતે ચાલશે? પૂજારી ભાંગ પીને મસ્ત રહે છે, જગે જગે થુંકે છે વિગેરે. ત્યાંના શ્રાવક બંધુઓને આ હકીકત લક્ષમાં લેવા અને જેટલો થઈ શકે તેટલે જેમ બને તેમ જલદી સુધારો કરવા વિનંતિ છે. પ્રભુની આશાતના અતિશય પાપનું કારણ છે, તે ધ્યાનમાં રાખવા સૂચના છે. | મુનિ વિહારથી લાભ–કલકત્તામાં તથા મુર્શિદાબાદ પાસેના અજીમ ગંજમાં મુનિરાજ શ્રીમદ્ કમળવિજયજી તથા વીરવિજયજીના ચેમાસાથી ધર્મને બહુ સારે ઉદ્યોત થયા છે.
મારવાડની સ્થિતી–અજમેરથી મી. ધનરાજ કાસટીયા લખે છે કે, આ બાજુની હાલત બહુજ ખરાબ છે. દરેક ગામમાં ઓશવાળ ઢુંઢીઆ થઈ ગયા છે. મંદિરોની વ્યવસ્થા ખરાબ થઈ ગઈ છે. શિણાયમાં ૧૫૦ ઘર ઓશવાળના છે. જેમાં મંદિરમાગી ઘર ૩ છે, અને મંદિર છે. પૂજા કેવી રીતે થઈ શકે? અતિ શોચની વાત છે. વિકાનેરમાં આત્માનંદ જૈન કલબ કાયમ થઈ છે. જેતારણમાં સભા થઈ ૪૦૦ મનુષ્ય એકઠા થયા, હતા. તા. ૩૧ મી જુલાઈએ એક સભા થઈ. પ્રમુખ, ઉપપ્રમુખ, ટ્રેઝરર તથા લાલ સેક્રેટરીની નિમણુંક થઈ છે. • હાંસેટનું દેરાસર –ત્યાંના વૈદક ખાતાના મી ભેગીલાલ મયારામ શાહ લખે છે કે
આંહી એકે જૈન ઘર નથી. હું માત્ર એકજ જૈન અને સરકારી નોકર છું. આંહી દેરાસરમાં રીપેર કામ માટે તથા પ્રભુજી માટે જરૂરનાં આભુષણ માટે રૂ. ૨૩૦, આશરે આસપાસનાં ગામમાંથી મેં ભેગા કર્યા હતા અને તે રકમ સાથેના હિસાબ પ્રમાણે વાપરી છે. હિસાબ તપાસતાં ખર્ચ બરબર વ્યાજબી થયે જણાય છે.
યતિમંડળ–તા. ૨૯ જુલાઈ ૧૯૦૬ ના રોજ અહિં ગોડીજી મહારાજના તપાગચ્છ ન ઉપાશ્રયમાં મળ્યું હતું. સાતે દેરાસરના યતિઓ હાજર હતા. યતિ કન્ફરસ ભરવી આવશ્યક છે એ ઠરાવ થયે હતે. ૭૧ યતિઓની સંમતિ છે એમ જણાવવામાં આવ્યું હતું. હજી બીજા ૧૪ મુખ્ય યતિજીઓની સંમતિ મળેથી કેન્ફરન્સ ભરવા માટે વિચાર કરવામાં આવશે.
સભા–માળવા (મહિદપુર) માં ૧૦ મહિનાથી આત્માનંદ જૈન મંડળી સ્થાપન થઈ છે. ચિંતામણી પાર્શ્વનાથજીની પાસેના ઉપાશ્રયમાં દર સોમવારે ધર્મચર્ચા થાય છે સ્થાપક આચાર્ય મહારાજ શ્રી ૧૦૦૮ શ્રીમદ કમળસૂરિજી છે. મંદિરમાં વિદેશી કેશર ચડાવવામાં આવતું નથી.
સભા–ભેપાળમાં શ્રી જૈન શ્વેતાંબર મિત્રમંડળીની સભા ભાદરવા સુદ ૭મે મળી હતી. “સંપ” પર ભાષણ અપાયું. દિગંબરી તથા ઢુંઢકભાઈઓ પણ કેટલાએક હાજર હતા. તેમાંના બે ભાઈઓએ ભાષણ આપ્યું હતું.