________________
૧૯૦૬] જૈન સમાચાર
ર૭૧ આ પરથી જણાશે કે જાપાનમાં ધર્મસભા મળવા વિષે કંઈ પણ ચેકસ નથી. “ જામે જમશેદ” માં પાછળના એક અંકમાં ઈસલામી લેખકે પણ લખ્યું છે કે ૧ ની સભાનેજ ધાર્મિક સભા ગણવામાં આવી છે. બીજી કઈ સભા મળવાની નથી. | દિગબર બંધુઓને વિનતિ–દિલ્લીથી દક્ષિણે ૩ર મિલ ફરૂખનગરથી પંડિત જીયાલાલ લખે છે કે અહિં ખરતરગચ્છના યતિ લોકોની ગાદી ૧૫ વર્ષ રહી. તેના શિષ્ય અને શ્રાવકો અગ્રવાલ હતા. પહેલાં ફરૂખનગર મુસલમાન નવાબના તાબામાં હતું. સન ૧૮૫૭ થી નામદાર અંગ્રેજ સરકાર રાજ કરે છે. તે વખતે યતિજીની ગાદી પર યતિ તેજરામ હતા. તેમને સરકાર તરફથી એક કુઓ મલ્યો હતે. તેમને કેઈ ચેલો ન હોતે. યતિજી સંવત ૧૯૨૫ માં દેહમુક્ત થતાં ગાદી ખાલી પડી હતી. તેમના ગૃહસ્થ ભાઈએ આવીને મકાન રૂ ૮૦૦, માં દિગંબર ભાઈઓને વેચી દીધું. પરંતુ કુઓ સરકારે જપ્ત કર્યો. ત્યારે મેં દેઢ વર્ષ કેસ લડીને સરકારથી કઓ મેળવ્યું. અને આજ દિવસ સૂધી તે મારા નામ પર ચાલ્યો આવે છે. વળી તેની આમદાનીને કંઈ ભાગ મારી રાજીખુશીથી દિગંબર મંદિરમાં હું આપ્યા કરતું હતું. હવે જ્યારથી મેં શ્વેતાંબર મદિર જુદું બનાવ્યું છે, ત્યારથી તે લોકોએ મારાપર કેસ ચલાવ્યું છે કે એ કુઓ અમારે છે, માટે અમારી માલિકી ઠરાવી આપે, કઈ દિગબર મહાશય સલાહ કરાવી આપવા મેહેરબાની કરશે, તે ઉપકાર થશે
અનુકરણીય દાખલે–જણાવવાને સંતોષ થાય છે કે, દરેક જૈન મંદિર અને ધર્મ ખાતાને હિસાબ લેવાને જૈન કન્ફરજો જે ઠરાવ કરી પ્રયત્ન કરવો શરૂ કર્યો છે તેની અસર દક્ષિણમાં પુના જીલ્લામાં આવેલા જુનેર ગામમાં પણ થઈ છે. ત્યાં જનોના ૧૦૦ ઘર છે. અને શ્રી શાંતિનાથજીનું પ્રાચિન શિખર બંધ મંદિર અને અમીઝરા પાર્શ્વનાથજીનું મંદીર એમ બે મંદિરો આવેલા છે. તેમાંના શ્રી શાંતિનાથજીના મંદીરનો વહિવટ મુલ વીજાપુરના પણ હાલ જુનેરના રહેવાસી શેઠ દીપચંદ મુલચંદવાલા લગભગ ૬૫ વરસથી કરતા આવ્યા છે. તેમની ત્રીજી પેઢી વાલાઓએ સરવાયાં કાઢી હિસાબની ચોખવટ કરી શ્રી સંઘને સમજાવી દીધું છે. અને મિલકત, ચોપડા તથા દરદાગીને વિગેરે સુપરદ કરી રસીદ લઈ લીધી છે. દેરાના બાંધકામ વિગેરેમાં સુધારે વધારે કરવા ઉપરાંત દર દાગીના વિગેરે કરી મિલકતમાં સારે વધારે કર્યો છે. બીજા મંદીરને વહીવટ શ્રીસંઘે તપાસી જે જોઈએ. અથવા વહીવટદારે તપાસ કરાવવાની માંગણી કરવી જોઈએ. આવા શુભ દાખલાનું અનુકરણ અન્ય સ્થળોએ પણ પોતાની માલિકી જેવા માની બેઠેલા શેઠીઆઓએ કરીને દેવમંદીર ને હીસાબ ચેખો કરી દેવું જોઈએ.
ઊંઝામાં સભા-શ્રી જૈન નીતિવર્ધક સભા ઉંઝામાં સ્થાપન થઈ છે. દર માસે બે આઠમ તથા બે ચૌદશે સભા ભરી ભાષણ કરવા ઠરાવ કર્યો છે. એક લાઈબ્રેરી પણ ખોલી છે. સભાનો ઉદ્દેશ સ્વધર્માભિમાન, સ્વદેશાભિમાન તથા કેળવણુને ફેલાવો કરે એ છે.
મુનિ બુદધમલજી-શ્રી ચંદ્રપુરથી લખે છે કે, આ ક્ષેત્રમાં આજ સુધી ઢુંઢીઆ આવ્યા ન હતા. હવે ૪ ઢંઢીઆ આવ્યા છે, અને મુલકમાં ઘણું ઢુંઢીઆ ફલી ગયા છે. હું ૪ વર્ષે આ ક્ષેત્રમાં આવ્યો છું. પણ દેરાસરમાં બરાબર એગ્ય વ્યવસ્થા રહેતી નથી. પુજારીને ચેપગ્ય કહેતાં શ્રાવકે મને સામું કહે છે. દેરાસરમાં બહુજ