________________
૧૯૦૬ ]
જૈન સમાચાર લપર –રવા કુટવાનું બધ-લાલપરના વિશા ઓશવાલ વાણીયા શા. સેમચંદ કચરાને યુવાન દીકરે વીરજી ગુજરી જતાં પર્યુષણ પર્વ સબબ બીલકુલ રહેવા કૂટવામાં આવ્યું ન હતું. મી. વીરજીની ઉમર ૩ર વરસની હતી. ૧૯૯૦ ની સાલમાં લાલપરમાં શ્રી જૈન દેરાસરજીની પ્રતિષ્ઠા વખતે તેમણે ઘણું સારી મહેનત લીધી હતી.
સખાવતના પ્રકાર–ઈલંડ આપણાથી ઘણેજ ગબર દેશ છે એ તે નિર્વિવાદિત છે. તેથી તે આર્થિક શ્રેષ્ઠતા જાળવી રાખવામાં તેઓના સબળ સાધને શું છે તે જાણવાથી બહુ ઉપયોગી હકીકતે મળી શકે છે. જે દેશ એવી રીતની સખાવત કરે કે જેથી આળસુઓની વૃદ્ધિ થાય તે દેશ કેમ, અને કયારે તરી શકે? તેનાથી ઉલટી રીતે જે દેશ ઉદ્યમ વધે, કામ કરવું જ પડે, જ્ઞાન મળે, અનાથનું રક્ષણ થાય અને એવી ઉપયોગી રીતેજ સખાવત કરે તે દેશ પોતાની મેળવેલી શ્રેષ્ઠતા કેમ ન જાળવી શકે? ઈગ્લંડમાં એક વર્ષમાં ૧૯૦૫ માં નીચે પ્રમાણે ગુજરી ગયેલા માણસે વીલ દ્વારા સખાવત કરી ગયા છે.
ઔષધાલયે. માટે ૮૭૩૨૮૫ પાઉંડ. પરદેશમાં ધર્મોપદેશ માટે ૨૧૬૦૦૦ ,, અનાથ બાલકની રક્ષા માટે ૧૫૬ ૦૦૦ , વિદ્યાલય માટે ૧૧૭૦ ૦૭ ) સ્વદેશમાં ધર્મોપદેશ માટે ૧૧૨૦૦૦ ,
ઉપરની સખાવતથી જણાશે કે તેઓ કેવી ઉચ્ચ રીતે સખાવત કરે છે. તેવી રીતે આપણે પિસાપાત્રવર્ગ, જે પિસા જમણમાં ખર્ચવા ઈચ્છા હોય, તેમાંથી અર્ધભાગ, આવા શુભ હેતુઓમાં વાપરશે ત્યારે જ દેશના ઉદયની શરુઆત થશે.
કેન્ફરન્સના ઠરાવોને અમલ–માનાધિકારી ઉપદેશક મી. મોતીચંદ પાનાચંદે ડબાસંગમાં તા. ર૯––૦૬ ના રોજ સભા ભરી હતી. આશરે ૨૦૦ માણસ હાજર હતા. ભાષણ આપતાં નીચે પ્રમાણે ઠરાવો થયા હતા.
૧ કન્યાવિક્ય કર નહિ. ૨ વરવિકય કરે નહિ. ૩ વૃદ્ધલગ્ન કરવાં નહિ. ૪ ચામડાનાં પૂઠાં વાપરવાં નહિ ૫ ફટાણાં સ્ત્રીઓએ ગાવાં નહિ. દ પરદેશી મેં વાપરવો નહિ. ૭ પીછાવાની ટેપી વાપરવી નહિ, અને તેને વેપાર કર નહિ, ૮ કચકડાની વસ્તુ વાપરવી નહિ, અને તેને વેપાર કરે નહિ. ૯ સીમંત પ્રસંગે રાતિખર્ચ કરવું નહિ; ૧૦ મરનાર પાછળ ૨ માસ પછી રડવું કૂવું નહિ ૧૧ ત્રીશ વર્ષની અંદર ગુજરી જનાર પાછળ મિષ્ટાન્ન કરવું નહિ. ૧૨ પુન્ય નિમિત્તે કાઢેલ પિસા એક વર્ષની અંદર વાપરી નાખવા. ૧૩ ધર્માદા ખાતાઓનું સરવૈયું દર વરસે છપાવવું. ,
ઉપરના ઠરાવ વિરૂદ્ધ વર્તનાર પાસેથી સવા પાંચ આના દંડ લે, અને તે પાંજરાપિળ જીવદયામાં આવે. ઉપરના ઠરાપર શેઠીઆઓની સહી થઈ છે.