________________
૧૯૦૬]. વર્તમાન ચર્ચા.
२६७ જે સલાહ માગી હતી તેને એ વિચિત્ર અર્થ ઉઠાવવામાં આવ્યો છે કે “પત્ર જનસમૂહને પ્રિય થાય અને નવું વાંચન પૂરું પડે એ પોતાને ન સૂઝતું હોય તે આ કાર્ય માટે (હેરલ્ડ પ્રસિદ્ધ કરવા માટે) વ્યય નકામો છે. ” આ માસિક પોતાની શક્તિ અનુસાર વાંચન પૂરું પાડે છે, પરંતુ સંસાર અને ધર્મજ તેની અંદર લઈ શકાય તેમ હોવાથી, તેમાં પણ તત્વજ્ઞાન અથવા કથા લેવી ચગ્ય નથી એમ ધારવાથી, રાજ્ય દ્વારા વિષય લેવાયજ નહિ તેથી, યોગ્ય સાંસારિક અને કોમના હિતના વિષયે લખે છે, તેને બીજા વિષયે પણ સૂઝે છે, અને કેન્ફરન્સની અગત્ય સ્વીકારવામાં આવે, કોન્ફરન્સનું વાજીત્ર હોવું જ જોઈએ એમ સ્વીકારવામાં આવે, છતાં તે માટે વ્યય નકામે ગણાવી કોન્ફરન્સ-કમ-સંઘને આડકતરી રીતે લાભ કર્તા હેરડને બંધ કરવા સૂચના કરવી એ “જૈન” કારનેજ છાજે! કેવા લેખ પ્રગટ કરવા” તે પૂછનાર માસિકનો લેખકજ છે. “અનેક વ્યક્તિ એક કાર્ય માટે આવા કાર્ય વિષે નાલાયક છે. પત્રની વ્યવસ્થા એક મુખ્ય હાથમાં જ છે. તેના લેખકો-અનેક વ્યકિતઓ-નાલાયક કેવી રીતે કરે ? શું બધા માસિક અને સામાહિકમાં એકજ જણ લખે છે ? અને શું તેના અનેક લેખક નાલાયક છે ? “જૈન” ના લેખકને જ ખબર. સુવ્યવસ્થા સર્વત્ર ઈષ્ટ છે. આ માસિકમાં અવ્યવસ્થા નથી. બીજાઓની સૂચના એકલી જ જોઈતી નથી. અમારામાં બાહુબળ પણ છે અને બીજા પત્રકારની માફક રસ્તે જાણવા ઈચ્છા દર્શાવવી એજ હેતુથી અમે સૂચનાઓ માગી છે. ઈનામી પુસ્તક નિબંધના પરીક્ષકો મુકરર થયા વિના નામ કેવી રીતે પ્રસિદ્ધ કરી શકાય? નિબંધ લખનારાઓએ પરીક્ષકોનું વલણ જાણવાની જરૂર નથી, પરંતુ બાળકને સરલતાથી ધર્મજ્ઞાન પ્રાપ્ત થાય તેવી રીતની શ્રેણિ બનાવવાની જરૂર છે.
દેવદ્રવ્યની વ્યવસ્થા–આંહીથી ર૦ કેશ દુર અગાશી નામે પ્રાચીન ગામ છે. ત્યાં વસ્તી ઓછી થતી જાય છે, દેરાસર બહુ સારું છે. ત્યાં એકઠી થયેલી રૂપિયાની રકમ અત્રે ગેડીજીના દેરાસરમાં જાળવવા માટે તથા વ્યાજે આપવા માટે રાખવામાં આવે છે. આવી રીતે નાના ગામવાળાએ મોટા ગામવાળા પાસેના શ્રીમાને અથવા દેરાસરે મારફતે સહી સલામત રીતે પૈસા જાળવે તે દેરાસરના હિતમાં બહુ લાભ થાય છે.
નિરાશ્રિત કુંડ – જૈનનિરાશ્રિત બંધુઓ માટે જેટલું કહેવાય તેટલું ઓછુંજ છે, સ્વધમી શેઠે લક્ષમાં લે તે હજારેક ઠેકાણે, પિતાને ત્યાં, પિતાના લાગવગવાળાને ત્યાં નિરાશ્રિત બંધુઓને ગોઠવી શકે. પરંતુ જે કામ કરી શકે તેમ ન હોય તેવા ભાઈબહેને માટે મદદ કરવા ફંડ ઉઘાડવું એ બહુજ ઈષ્ટ છે. અનેક જન્માંતરોથી આ જીવ આથડતે આથડતે મનુષ્ય દેહ પામ્યો, કલ્યાણનું તેજ એકલું સાધન છે. તેવા મનુષ્ય દેહમાં શક્તિવાન ભાઈઓએ શ્રદ્ધા અને શક્તિ અનુસાર પોતાના સ્વધર્મ બંધુઓને સહાય કરવા માટેના નિરાશ્રિત ફંડ પોતાના ગામ અથવા શહેરમાં ઉઘાડવા, અને નહિ તે ગુપ્ત રીતે મદદ કરવા અવશ્ય ધ્યાન રાખવું જોઈએ છે. ભાવનગરમાં નિરાશ્રિત ફંડ ઉઘડયું છે, રૂ. ૨૨૫૦) આશરે ભરાયું છે. આ બહુજ ઉત્તમ પગલું છે. દરેક ધર્મબંધુએ પોતાના અંગત વિચારો, આવા સાર્વજનિક કામમાં, કદી વચ્ચે લાવવા ન જોઈએ. સુધરેલા દેશોને એજ રીવાજ છે.