________________
૧૦૬ ]
મરહૂમ શેઠ પ્રેમચંદ રાયચંદ.
૨૫૩
મરહૂમ શેઠ પ્રેમચંદ રાયચંદ. આ સંસારમાં દશ્ય મનુષ્યવસ્તી આશરે દોઢ અબજ માણસોની છે, તેમાં પણ હિંદ મહેની આપણી જૈન કોમ માત્ર પંદર લાખ મનુષ્યની જ છે, તેમાં એક રને સમાન મુંબઈ ઈલાકામાં નામદાર મરહમ ગાયકવાડ જેવા ઉત્તમ દેશી નપતિની પ્રશંસા પામેલા અને કોમના અતિ મજબૂત અચળ થંભ એવું આ રત્ન તા. ૩૧ ઓગષ્ટ ૧૯૦૬ ભાદરવા સુદ ૧૩ શુકવારે દેહમુકત થયું છે, જનાર ગયું છે, પણ અતિશય મોટી સંખ્યાને ખરેખરા હદયના શેકમાં લીન કરી ગયું છે. મરવું તે દરેકને છે, પણ આવું મોટી સંખ્યાનું પાલણહાર, ધર્મિષ્ટ, અને કેમનું નાક જતાં શેક ન થાય એ માત્ર વિચાર વિનાના માણસો માટે જ સંભવે. તેમની ઉમર આશરે ૭૫ વર્ષની હતી. જૈન સંસારમાં આ ઉમર અતિ પુખ્ત ગણાય, એવી ઉમરે બીજા બંધુઓ દેહોત્સર્ગ પામે તે અતિશય શેકનું કારણ ગણાતું નથી, પરંતુ આ શેઠ સાહેબને માટે જે શોક થાય છે તે ભવિષ્યમાં નામદાર સરકાર, દેશી રાજ્યો અથવા બીજી ભાઈબંધ કોમોમાં તેમની પ્રતિષ્ઠા તથા લાગવગથી જે સગવડ, સરલતી અને ખાતરી મળતી હતી તે, લગભગ નહિ જેવી થઈ ગઈ, તેથીજ થાય છે. તેમના માતા પિતા તરફથી લક્ષ્મી વારસામાં ઉતરી નહોતી, પણ પાર્જિત લક્ષ્મીનેજ અતિશય સદ્દઉપયોગ તેમણે પોતાના જીવન દરમ્યાન કર્યો છે. મુંબઈ ઈલાકામાં પારસીઓમાં સર જમશેદજી જીજીભાઈ સર દીનશા પીટીટ તથા મી. જમશેદજી ટાટા અને ભાટીઆઓમાં શેઠ ગોકળદાસ તેજપાળ જેવા સખાવતી થયા છે, તેવાજ ખરી દિશામાં પૈસા વાપરનાર જૈન કોમમાં શેઠ પ્રેમચંદ મુખ્ય હતા, એ નિવિવાદિત છે. પૈસા એ સંસારમાં રહેનારને ઉપયોગી ચીજ છે, તે ઉપાર્જવા મુશ્કેલીનું કામ છે, ઉપાજીને પોતાના જીવન દરમ્યાન જ પોતાને જ હાથે સુમાર્ગે વાપરવા એ તેથી પણ મુશ્કેલ છે, એ સર્વ આ ચરિત્રનાયકે બહ ઉત્તમ રીતે કરી દેખાડ્યું છે. પૈસા ગર્વ ઉત્પન્ન કરે છે, એ દુગુણ આ શેઠમાં હતોજ નહિ. મોટા નાના સર્વ સાથે મિલનસારપણે, સભ્યતાથી, સમજણ રૂપે તેઓ વતી શકયા એજ ખરેખરી મોટાઈ છે. તેમને એક શબ્દ, એક મોટા ગામનું આખું વગવાળું મહાજન કરી શકયું નહતું, તે કરવા સમર્થ થયો હતે, મતલબ કે દેરાસરજી ખસેડવું પડે એવા કામમાં પણ તેઓને એક શબ્દજ બસ થઈ પડયો હતો. તેમની પૂર જાહેજલાલી સન ૧૮૯૨ માં હતી, જે વખતે તેઓ દરેક બેંકમાં, દરેક મુખ્ય કંપનીમાં એટલે વંગ ધરાવતા હતા કે મેનેજર તેમના કહેવા પ્રમાણે જ ચાલતા, અને જે ઉધો ચાલે તે તેને સંપૂર્ણ પરાજ્ય કરવાને પ્રેમચંદભાઈશકિતમાન હતા. આની સાબીતીમાં એટલું જ કહેવું બસ થશે કે એક લશ્કરી અમલદાર, અને બીજા બે સનંદી અમલદાર (જેમાં એક મુંબઈ હાઈ કેટના માજી ચીફ જસ્ટીસ હતા) નું બનેલું એક કમિશન, (જે મુંબઈ બેંકના દીવાળાની તપાસ માટે નીમવામાં આવ્યું હતું) અહી તથા વિલાયત સંપૂર્ણ તપાસ કરીને એવાજ નિશ્ચયપર આવ્યું કે Premchand was the Bank_પ્રેમચંદભાઈજ બેંકના ખરેખરા કર્તા કારવતા હતા. સામાન્ય રીતે યુરોપીયને કેટલા ચપળ વ્યાપારી,