________________
૨૫૦ જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
[આગષ્ટ રહેતા માબાપ સામાન્ય સ્થિતિના માણસ સાથે પણ કન્યા વરાવી એ સામાન્ય માણસને ગૃહવ્યવહાર સુખી કરત એ બનતું અટકે છે. હાલ જે કન્યાની છત કે કઈ સ્થળે દેખાય છે, તેનું કારણ તે એમ છે કે માબાપ પોતાની પુત્રીને શ્રીમાન, અથવા સાધારણ સ્થિતિવાળા વર સાથે વરાવવા ઈચછે છે, અને તેથી એક નીચલા વર્ગ, જે જરા મોજીલે, કુટુંબની જંજાળમાં પડીને ફસાઈ જાય તે છે, તે વર્ગ કન્યા વિના રહી અવિવાહિત જીદગી ગાળે છે. પુરૂષ પુનર્લગ્ન વિષે આટલું કહ્યા પછી સ્ત્રી પુનર્લગ્ન, જેના દાંતે આપણા શાસ્ત્રમાં તે, યોગ્ય લગ્ન પછીના, એકે જાણવામાં નથી, તે વિષે હાલના જમાનામાં જે પ્રવૃત્તિ અનિષ્ટ રીતે પ્રચલિત થઈ છે તે વિષે બોલીશુ. આ લેખક પહેલાં એમ ધારતું હતું કે પુનર્વિવાહની જરૂર છે, પરંતુ એક ગ્રેજ્યુએટ બંધુએ તેનું ધ્યાન ખેંચ્યું કે આ સવાલ સંસાર બંધારણને લગતે છે, માત્ર આર્થિક અથવા વ્યવ. હારને લગતું નથી, ત્યારે તેને કબૂલ કરવું પડ્યું છે કે સત્ય છે. સંસાર બંધારણના સવાલોને હચમચાવતાં બહુજ વિચારની જરૂર છે. પુખ્ત વિચાર કર્યા વિના કરેલું કામ એવે ઉધે રસ્ત—અગાધ ખાડામાં–લઈ જાય છે કે ત્યાંથી પાછું ફરવું એ તદન અશક્ય થઈ પડે છે, દુઃખ ભોગવ્યા વિના બીજો ઉપાયજ રહેતું નથી, અને આ વિષયમાં અન્ય સ્થળે જણાવ્યું છે તેમ, પાછા ફરવા માટે ઉપાયો બહુજ મુશ્કેલીથી જવા પડે છે. તેવી જ રીતે આ સવાલ માટે એક માણસે અથવા સમુહે પુખ્ત વિચાર પછી જ નિશ્ચય પર આવવાનું છે. નહિતર થયેલું પુનર્લગ્ન રદ થઈ શકશે નહિ. પુનર્લગ્નની તરફેણ કરનારાઓની દલીલ એ છે કે પતિ દેહ મુક્ત થતાં પત્ની સંસારસુખથી રદ થાય છે, તે તેણીને મળવું જોઈએ, કારણકે પતિ ગુજરી જવાથી તેની વાસનાઓ તદન શાંત થતી નથી. પુનર્લગ્નની છૂટ મૂકવામાં આવે તે અમુક વય સુધીની સ્ત્રીઓ કરી શકે, અને તે ઉમર ઉપરાંતની ન કરી શકે એ નિયમ એકને ગોળ અને એકને ખોળ જેવો થાય છે. પુનર્લગ્નપક્ષી કહે છે તેમ જેની ઈચ્છા હોય તે કરે, પ્રતિબંધ નહિ જોઈએ, તે નિયમથી પણ છૂટજ થઈ જાય અને લાંબો વખત સંસારવાસના તૃપ્ત થઈ હોય તે 'પણ વિષયસુખને માટે પુનર્લગ્ન ઈચછેજ, અને તેથી મનુષ્ય દેહમાંથી જે આત્મકલ્યાણ જોધવાનું છે તે નહિ સધાતાં વાસના પંથેજ વિશેષ વધી જાય. કહેવામાં આવે કે પુરૂષ વાસના તૃપ્ત કરે તે સ્ત્રી શામાટે ન કરે? જવાબ ઉપર અપાઈ ગયે છે છતાં ફરી કહીએ છીએ કે પુરૂષને બહારની જંજાળમાંથી ઘરે આવતાં સાથીની જરૂર છે. સ્ત્રીને ગૃહબહારની જંજાળમાં આર્ય વ્યવસ્થા પ્રમાણે, પડવાનું નથી. એટલે પુરૂષ અને સ્ત્રીની સરખામણી એ બાબતમાં એકસરખી થઈ શકશે નહિ. બીજી દલીલ એ આણવામાં આવે છે કે પતિ જીવતે હોય ત્યાં સૂધી વિષયવાસના હોય, અને “ ગુજરી જતાં વિષયવાસના શાંત થઈ જાય, એટલે કે એક ઘડીના અરસામાં વિષયવાસના મૃતપ્રાય થઈ જાય એ કેમ બને?ડાજ વખતમાં વિધવા પવિત્રતાનું પૂતળું કેવી રીતે બની શકે? જવાબ એ છે કે વિષયવાસના પતિ દેહમુક્ત થવા પછી, આત્મહિતાથ સમજણ પૂર્વક અથવા શ્રદ્ધાપૂર્વક તેણીએ દાબી દેવાની છે. હાલના આપણા સંસારમાં શ્રદ્ધાપૂર્વક દબાય છે. કેઈ કઈ વિધવાઓએ છુટા છવાયા દષ્ટાંતમાં