________________
૧૯૦૬]
લગ્ન.
૨૪૭ લગ્ન જ હોય તે વેવિશાળ પછી જે ઘણા વેવાઈઓ વચ્ચે કજીઆનું બી રોપાય છે, વેવાણે વચ્ચે લૂગડાં ઘરેણાં માટે કંકાસ થાય છે, અને સ્થિતિ મધ્યમ અથવા ગરીબ હોય તે પણ વેવિશાળ પછી લૂગડાં ઘરેણાં કરવામાં શક્તિ હોય યા ન હોય છતાં બહારથી દેખાવ રાખવા માટે કરજમાં ઉતરવું પડે છે, અને સાથી અગત્યનું તો એ છે કે પાંચ વર્ષને વર વધ વચ્ચે ફેર રાખતાં કન્યાની ઉમર ૧૪ વર્ષ થતાં ૧૮ વષ વરનું લગ્ન કરવું જ પડે, અને તેથી છેકરાની ઈચ્છા, શક્તિ અને સ્થિતિ અભ્યાસ આગળ વધારવાની, કાંઈ પરદેશ જઈ પરાક્રમ કરવાની, અથવા બીજી ઉચ્ચ અભિલાષાની હોય તે તે અટકી પડે છે. માટે તે પક્ષનું કહેવું એમ છે કે તે વિશાળ નાહ કરતાં માત્ર લગ્નજ કરવાં અને વેવિશાળ કરવું એ અવશ્યજ ધારવામાં આવે તે લગ્ન પહેલાં માત્ર ૧-૨ મહિનામાં જ વેવિશાળ કરવું. ઉપલા વિચાર ધરાવનાર વર્ગ બહુ જ નાનું છે. હાલ .ખરેખરી સ્થિતિ તે એવી ચાલે છે કે શ્રીમાનના ફરજંદ તદન બચપણમાંથી અથવા ૬-૭ વર્ષની ઉમરે વરી શકે છે. તેમને કન્યા મળી શકે છે, તેથી પિતાની આબરૂ બહુજ સારી છે, એમ દેખાડવા ખાતર અથવા બાંધેલે સંબધ ભવિષ્યમાં વેવિશાળ કરેલાં બાલકને મદદરૂપ થઈ પડે, એવા હેતુથી નાનપણમાં વેવિશાળ કરવામાં આવે છે. જે કન્યાનું વેવિશાળ કરવામાં આવે છે તે કન્યાના માતાપિતા હમેશાં સારું કરવાની ધારણાથીજ કન્યાનું વેવિશાળ કરે છે. પિતાનાંફરજંદનું કઈ બૂરું ઈચછેજ નહિ. માત્ર જે લેભી, ગરીબ સ્થિતિના, આળસુ અને ધંધે નહિ કરતાં માત્ર વગર મહેનતે મેળવેલા પિસાથી તાગડધીન્ના કરવાની ઈચ્છા રાખનાર માબાપે હોય તેજ પિતાની પુત્રીને ૪૫-૫૦ અથવા તેથી વધુ ઉમરના પતિ સાથે પરણાવે છે અને પિસાની મોટી રકમ લે છે તેઓજ પિતાના ફરજદનું બુરું સમજવાં છતાં પિસાને ખાતર તેમ કરે છે. કેટલાક ગરીબ સ્થિતિના માબાપો પિતાની પુત્રીના પિસા લેવાની ફરજમાં આવી પડે છે. કારણ કે તેમના પુત્રના પૈસા બેસતા હોવાથી, પુત્રીના પિતા ન લે તો પુત્ર કુંવારે રહી જવાની ધાસ્તી રહે છે. એવી રીતે ઇચ્છા વિરૂદ્ધ પૈસા લેવા પડે એ વ્યક્તિના દેષ કરતાં રીવાજને લીધે ફરજ પડે છે.
બાળલગ્ન–બ્રાહ્મણ વિગેરે વર્ણમાં કન્યાનાં લગ્ન ૧૨–૧૩ વર્ષે થાય છે, તે પણ નૈતિક હિમતવાળા માણસો એટલી ઉમરસૂધી ખેંચી શકે છે. બાકી સામાન્ય રીતે ૧૦-૧૧ વર્ષની ઉમરે કન્યાનાં લગ્ન થાય છે. આ દેખાદેખીથી, હમેશના સંસર્ગથી બીજી વણે. સાથે આપણે કેમમાં પણ કન્યાનાં લગ્ન ૧૨–૧૩ વર્ષે થતાં, તે હમણાં થડા વખતથી ૧૩–૧૪ વર્ષની હદ આવી છે. પુરૂષની ઉમર ૧૮ વર્ષની થાય તે પહેલાં લગ્ન કરવાં એ પરિપકવ દશા વિનાના પુરૂષને માથે બોજો નાખવા સમાન છે. અને બહુજ નાની અવસ્થામાં કન્યાનું લગ્ન કરવું તેથી કન્યાને, વરને અને કુટુંબીઓને ગુંચવણ ઉત્પન્ન થાય છે. કેઈક માબાપ ખરચની કસરમાટે નાની પુત્રી અથવા પુત્રના, મોટી પુત્રી અથવા પુત્રના લગ્ન સાથે, લગ્ન કરી નાખે છે. પણ આથી લાગતાવળગતા બધાને ઘણું મુશ્કેલી ઉત્પન્ન થાય છે. એ માટે માત્ર માનસિક હિમતની જ જરૂર છે. શક્તિ ન હોય તે છેડે ખર્ચ કરે એ ઉત્તમ, પણ ખરચના કારણે માનસિક ધર્યની ખામીને લીધે પોતાનાં ફરજદાનું અહિત કરવું એ ઈષ્ટ નથી.