________________
૧૯૦૬ ]
. , વેશ્યાગમન સત્ય પ્રેમને જાણનારી સદ્ગણે પત્નીને તરછોડી દઈ તેણીના પ્રેમના ઘાતક થાય છે. વેશ્યાની સંગત સર્વ સુખમાં પળે મુકનાર અને સર્વ પ્રકારના અધમને માર્ગ દેખાડનાર ભમીએ સબળ શત્રુ રૂપે છે. અનેક મનુષ્યો એ પાપમાં ફસાઈ ભીખારી બન્યા છે. ખાખી બાવા થયા છે. ધર્મથી ચન્યા છે. રોગને ભેગા થઈ મરણ પામ્યા છે. આ જગતમાંથી કાળું કરી પેઢી દર પેઢીથી મળતી આવેલી આબરૂને પતંગની પેઠે આકાશમાં ઉડાવી ગયા છે. બંધુઓ! પૈસાના મદમાં કેટલાકેનું એમ પણ માનવું છે કે પૈસાના જોરમાં તેમના કૃત્ય કઈ જોઈ શકતું નથી. પણ એ તેમની ભુલ છે. જેમ ઉગેલે સૂરજ કંઈ ઢાંક ઢંકાઈ રહેતું નથી તેમ અધર્મ કદી પણ ઢંકાતેજ નથી. પાપનો ઘડો ભરાયે તરત કુંટે છે. અને તેઓના કૃત્યોના ભવાડા માટે તેઓને કાને આવે કે ન આવે પણ લેકે તે વાત કરશેજ તથા ધીકકારશેજ. પૈસાના મદમાં ગમે તેટલી મેટાઈ મનમાં માને તેથી શું થયું? જે મનુષ્ય વેશ્યાને ઘેર વાસ કર્યો તેનાં નશીબમાં જુઠું બોલવાને. લેખ તે લખાયલેજ સમજ. જૂઠું બોલવાનું અને 'તેથી થતાં વિશ્વાસઘાતનું પાપ દરેક ધર્મશાસ્ત્રમાં ઘણું મોટું ગણેલું છે. એના જેવું બીજું પાપ શું છે ? એવા પાપને રસ્તે લઈ જનાર માત્ર એક નીચ જાતની અ-- બળા ઉપરને બેટે મોહ છે. કેવું અજાયબ જેવું વાત છાની રાખવા વાસ્તે હડહડતું જુઠું બોલવું પડે છે, એવું અસત્ય બોલતાં કરેલા એક અપરાધને છુપાવતાં બે અપરાધ થાય છે. બંધુઓ! વિચારો કે જે મનુષ્ય વેશ્યાગમનમાંજ મેહલુબ્ધ બની રહે છે તે કેવું ઘાતકી કૃત્ય કરે છે? તે પિતાની ખરી પ્રેમદાની આંતરડી કકલાવી, તેને તરછોડી, તેનું અપમાન કરી, તેને દુઃખ દે છે એ કંઈનાની સુની વાત નથી.
સજ્જને ! વેશ્યાના ફંદમાં ફસી પડેલાં જનો જ્યારે પછવાડેથી કાંટાના બીછાના અને જીતીના માર–ને અનુભવ મેળવે છે ત્યારે છેવટે પિતાના કૃત્ય માટે રડે છે, તેમની સ્થીતિ કસાઈને પણ દયા આવે એવી થઈ પડે છે. પળે પળ ને ડગલે ડગલે જુઠું તેઓને બોલવું પડે છે. એ દુષ્ટ ધંધામાં પૈસે તે મુખ્ય પદાર્થ છે. કહ્યું છે કે -- - દેહર–કલ્લી કાઢી કર તણું લઈ આપે પકવાન
ગણુકાને વળી ગંઠીઓ જાણે બેહુ સમાન. વળી કહ્યું છે કે –
- ધન લાવે મન લાવતી, નિર્ધન થયે અભાવ,
સંગી પિસાની પદમણ, જાતે નીચ સ્વભાવ. માટે બંધુઓ ! જ્યાં સુધી પૈસો ભરપુર હોય છે ત્યાં સુધી તે ઠીક ચાલે છે. પણ જ્યારે જર ખુટે છે, ગાંઠમાં બિલકુલ પિસ રહેતો નથી એટલે છેવટ ચેરીને ધ શોધ પડે છે. એ ધંધાથી અનેક રોગ શરીરમાં પેદા થાય છે. જગતમાં સર્વ પાપનું મુળ, સર્વ પ્રકારના દુઃખને પાયે અને નાશનું તાજું અને
તરત ઉગી નીકળે એવું બી તે માત્ર વેશ્યાને સંગ ને વ્યભિચારજ છે. પણ કામી પુરૂષો કામાંધ બની મેહમાં પડે છે. તે આંખ ક્યારે ઉઘાડે છે, કે જ્યારે ચારે તરફથી બળતા અગ્નીના ભડકા વચ્ચે ઘેરાયેલે પિતાને જુએ છે, ત્યારેજ રૂવે છે.