________________
૧૯૦૬]
• ચોથી જૈન શ્વેતાંબર કેન્ફરંસ. ચોથી જૈન શ્વેતાંબર કોન્ફરંસ, પાટણ. આ ચોથી બેઠક નામદાર ગાયકવાડ સરકારના એક પ્રાચીન અને અગત્યના નગર પાટણ ખાતે તા. ૨૫, ૨૬, ૨૭ ફેબ્રુઆરી ૧૯૦૬ ના રોજ મળી હતી. પ્રતિષ્ઠિત વર્ગ, જૈન ડેલીગેટે તથા પ્રેક્ષકોની સંખ્યા અતિ ગંજાવર–૧૦૦૦૦ થી ૧૨૦૦૦ હતી. હિંદુસ્તાનમાં આવડો મોટો સાધારણ કેળવણી પામેલ સમૂહ, ટાંચણ પડે તો તેને અવાજ સાંભળી શકાય એવી શાંતરીતે ભાષણે, ઉપદેશ, શ્રવણ કરે એ પૂર્વે શીખવેલા ધડામાંનો એક છે. મરહમ ગાંધી વીરચંદ રાઘવજી ભાષણે વખતે જણાવતા કે અમેરિકામાં મારા ભાષણમાં ૧૦૦૦૦–૧૨૦૦૦ માણસે એકઠાં થતાં, છતાં તદન શાંતિથી, જરાપણ અવાજ વગર તેઓ શ્રવણ કરતા. આ દિવસ જૈન કેમને આવતે જોઈ અમને અતિશય હર્ષ થાય છે. કોમની ખરી ઉન્નતિને પાયે એક નથી, અનેક છે. એકલું ધન મેળવીએ, છતાં તેને સાચવી ન જાણુએ, અથવા વધારી ન જાણીએ તે જેમ નિરર્થક છે, તેમજ ધન સિવાય મનની ખીલવણ, ઉપદેશ શ્રવણ કરવાની શાંતિ, પ્રજામત બધા, વિગેરે અતિશય મુશ્કેલ કામ ન થઈ શકે તો ધન પણ બહુ ઉપયોગમાં આવી શકતું નથી. જે માણસે, જૈન બંધુઓ, શ્રીમાનવર્ગ, હજી એમ ધારતો હોય કે કોન્ફરંસની બહુ આવશ્યકતા નથી, ખર્ચના પ્રમાણમાં લાભ કંઈજ નથી, તેમને અમારી નમ્ર પ્રાર્થના એટલીજ છે કે જાહેરમત કેટલી મુશ્કેલીથી ઉત્પન્ન કરી શકાય છે, અદશ્ય ભાઈચારાની લાગણી આવી કોન્ફરસથી કેટલી અને કેવી દૃઢ થાય છે, આપણે દરેક એટલાબધા પ્રમાણમાં નકામા ખર્ચ કરીએ છીએ કે કોન્ફરંસનો પ્રતિવાર્ષિક ખર્ચે હિસાબમાં નથી, વિગેરે બાબતે વિચાર કરવા કૃપા કરવી. જુદા જુદા પત્ર, માસિકો, કોંગ્રેસના ઠરાવને લગભગ મળતું કામ હમેશાં કરેજ જાય છે, છતાં કોંગ્રેસ તે કાંગ્રેસ જ છે, તેને ગુપ્ત અવાજ અણદીઠ ઘણું અસર કરે છે, તે જ પ્રમાણે આપણી કામના માસિક, પત્રે વિગેરે જે કરે છે તેની પૂર્ણતાને માટે કેન્ફરંસ તદન આવશ્યક છે. કેન્ફરંસને અંગે જ્ઞાનાનિધિ પ્રદર્શન તથા મહિલા સમાજ થયા તે પણ અતિશય શુભસૂચક છે. સદગુણ અને વિનયી થવા માટે આવા કોન્ફરસ અને સમાજે અણદીઠ નિતિક અંકુશ મૂકે છે. બધે વિચાર કરતાં હજી પણ જે શ્રીમાને, મુનિવરે અથવા સામાન્ય બંધુએ આ કેન્ફરંસની આવશ્યકતા સ્વીકારવા અચકાતા હોય, તેમને ફરી ફરી પુખ્ત વિચાર કરવા અમારી નમ્ર પ્રાર્થના છે. અહ પરમાત્મા ! પાટણ કેન્ફરંસને અંતે પાંચમી કોન્ફરન્સને અમદાવાદ આમંત્રની વખત વયેવૃદ્ધ, અનુભવી શેઠ જેસીંગભાઈ હઠીસીંગના ગદગદિત કંઠના શબ્દ જેઓએ સાંભળ્યા છે, તે તે એમજ કહે છે કે શેઠે ખરા અંત:કરણથી જણાવ્યું કે મારી ૭૦ વર્ષની વયમાં જે કંઈ પણ ખરેખરૂં સાર્થક–આત્માની ઉન્નતિ ભરેલું કામ-મેં કર્યું હોય તે આ છે. સકળ સંઘની ભક્તિ એ શું જેવી તેવી બાબત છે! ધન મળ્યાનું સાર્થક શું છે? જ્ઞાતિભાઈઓની સેવા કરવી તેજ, બીજું કાંઈજ નહિ અને તે પણ માન અથવા કીર્તિની ઈચ્છા વિના. અમદાવાદના શ્રીમાન શેઠે, દરેક. જનબધુ તથા બહેનોને અમારી