________________
» જૈન રેફરન્સ હરે
( [મ ૧૯ ઉપજ ખાતું, ભંડાર, ઘીની ઉપજ હરેક પ્રકારના ભાગા તથ | ઉપજ, પુજ તથા દીવે, નકરે વગેરે.
૨૦ ભાડા ખાતું... ઉપર જણાવ્યા પ્રમાણે દેરાસરને લગતી નેંધ તથા ખાતાઓ તેમજ સાધારણને લગતાં ખાતાંઓ તથા ખેડા ઢેર (પાંજરાપોળ) ને લગતા ખાતાઓ તથા બીજી ધાર્મિક સંસ્થાઓના હીસાબે તૈયાર રાખવાની મહેરબાની કરશે કે જેથી કરીને હીસાબ તપાસનારાઓને સુગમ પડે તથા ખોટી થવું પડે નહી. આ સંબંધમાં જે કાંઈ વિશેષ ખુલાસે જોઈએ તે નીચે સહી કરનાર પાસેથી મળી આવશે. કેલસા મહેલો, મુંબઈ,
લી. શ્રી સંઘને સેવક, તા. ૩૦-પ-૦૬
આસીસ્ટંટ સેક્રેટરી. શ્રી જૈન શ્વેતાંબર કેનફરસ,
માનાધિકારી ઉપદેશક મી. નરસિંહ જાદવજીને
રીપેર્ટ. આપના તરફથી મંગળવારની સ્ટીમરમાં રવાના થઈ બુધવારે બપોરે વેરાવળ સ્ટેશનની ધર્મશાળામાં ઉતારે કરી વેરાવળના શેઠ ચત્રભુજને મળ્યા પ્રમાણપત્ર વચાળે. કોન્ફરન્સ સંબંધી કેટલીક વાતચીત કરી સંઘ એકત્ર કરવા કહ્યું. આદરી ગામમાં પ્રતિષ્ઠાને વખત હોવાથી સંઘ એકત્ર કરવાનું બની શકે એમ ન હોવાથી શેઠીઆઓની ખાનગી મુલાકાત લેવા સુચવવામાં આવ્યું તે માન્ય રાખી એક શેઠની ખાનગી મુલાકાત લીધી. તેમની સાથે કોન્ફરન્સ સંબંધી કેટલીક વાતચીત કરી જેમ બને તેમ બાળલગ્ન કમી કરવા અને બાળકને ફરજીઆત કેળવણી સાથે બાળાઓને ધાર્મિક સાથે વ્યવહારીક કેળવણું આપવાનું બની શકે તે ઉત્તમ છે એવું દાખલા દલીલોથી દ્રઢ કરાવ્યું. આ ઉપરથી તેવશ્રી એ દરમાસે રૂ. ૧૬ દશ એક સારૂ ધર્મશાન આપી શકે એવી બાઈને પગાર તરીકે આપવા કબુલ કર્યું છે. તે તેવી બાઈની ગોઠવણ કરી આપવા કેન્ફરન્સને સૂચવવાનું કહેવામાં આવેલ છે, તે ચોગ્ય બદેબસ્ત કરવા ગેઠવણ કરશે. ગુરૂવારે ત્યાંથી ઉપડી વણથલી આવ્યું ત્યાં પણ શેઠીઆઓને સંઘ એકત્ર કરવા સૂચવવામાં આવ્યું.
સાંજરે સાત વાગે પાઠશાળાની મુલાકાત લીધી. અત્રેના વિદ્યાર્થિઓને અભ્યાસકમાં ઘણે સારે છે. કુલ સંખ્યા ૨૯-૩૦ ની છે તેમાં ત્રણ વર્ગ છે. ઉંચા વર્ગને સંસ્કૃત માર્ગોપદેશીકાનું શિક્ષણ આપવામાં આવે છે. માસ્તર સીનીઅર તેમજ જૈની હોવાથી