________________
૧૯૦૬ ] .
નવીન સમોચાર. મેનેજરો-પાલીતાણે આણંદજી કલ્યાણજીના કારખાના૫ર શ્રી લેયણીના મેનેજર બાબુ ગિરધારીલાલ નીમાયા છે તથા પાલીતાણાવાળા મી. દુર્લભજી જુનાગઢની પેઢીપર નીમાયા છે.
ગિરનારજીની ચેરી–થોડા વખતપર જે ચેરી થઈ હતી તે હાલ પકડાઈ છે. ચાર કારખાનાનો એક મેર જાતને અગાઉને સીપાઈ હતે. તેને મુદામાલ સાથે રિબંદરની હદમાંથી પકડવામાં આવ્યો છે.
કેળવણીની કદર–અત્રેના પ્રસિદ્ધ શેઠ વસનજી ત્રિકમજી અને મેશર્સ ખેતશી ખીસીની કંપની તરફથી કચ્છમાં આવેલ જેન વસ્તીવાળા ૩૦ ગામોમાં કુલ સ્થાપવા વિચાર થયો છે. આવી શાળા દીઠ દરમાસે રૂ. ૩૦ નું ખર્ચ અડસટવામાં આવ્યું છે અને
આ બધી શાળાઓ માટે એક ઈન્સ્પેકટર રાખવામાં આવશે. સ્કૂલ વિનાનાં જૈન વસ્તીવાળાં કચ્છમાં ૬૦ ગામે છે.
ફરજીયાત ખચ કમી –કડેલીના મહાજને પરણાવવામાં રાતને ટંક બંધ કર્યો : છે ને હરખજમણના બે ટક કર્યા છે.
સખાવત.–ડબાસંગના નિરાશ્રિત જૈનેના ફંડમાં રૂ. ૪૪૧ તથા શ્રીબનારસ યશોવિજયજી જૈન પાઠશાળાના ફંડમાં રૂપીયા ૧૦૮૩ વિશેષ ભરાયા છે.
પારિસને અનુભવ–પારિસમાં ઝવેરાતને ધંધો કરતા મી. ખીમચંદ લલુભાઈ બંકરના પત્ની અ. સે. બાઈ હીરાબાઈ પારીસથી લખે છે કે “અહિંયાં ધર્મ પાળી શકાય છે. હું હજુ આઠમ ચૌદશ પાછું છું. અહિંયાં જેવી રીતે પાળવું હોય તેવી પાળી શકાય છે. ખાવા પીવા વિગેરે કઈ જાતની અડચણ પડતી નથી.”
કન્યાવિક્રય બાધા-અ મી. નરસીદાસ નથુભાઈના ભાષણને અંગે ૨૦૦ માણસોએ દઢ પ્રતિજ્ઞા લીધી છે કે અમારે કન્યા વિક્રય કરે નહિ.
ઢીયા મટી મૂર્તિપૂજકા–ધોળેરાના ચોકડી ગામમાં રહેતા ભાઈ નેમચંદ જેચંદ ઢુંઢીયા મટી મૂર્તિપૂજક થયા છે. એક જ્ઞાની ઢુંઢીયા સાધુ વીરજી સ્વામી, કે જે દ્રઢીયાના પ્રસિદ્ધ માણેકચંદ સ્વામીના માનીતા શિષ્ય હતા, તેમણે પણ તત્ત્વથી જીન પૂજાવિના શ્રેય નથી એમ જાણે કુંડલામાં દેરાસરમાં દર્શને પધારી આપણે સાધુધર્મ અંગીકાર કર્યો હતે. તેમનું નામ વીરવિજય રાખવામાં આવેલ છે.
નિભાવ ફડકછ સુદ્રાખાતેની શ્વેતાંબર પાઠશાળાના નિભાવ માટે રૂ. ૧૫૫૪ નું ફંડ કરવામાં આવ્યું છે..
સરકારી વકીલ –કાઠીયાવાડમાં રાજકોટ ખાતે એજંસી વકીલ મી. અભેચંદ મણિયાર જૈન છે, અને તેવી જ રીતે બીજા જૈન--મી. ડાહ્યાભાઈ હકમચંદ–ધંધુકાની કોર્ટમાં સરકારી વકીલ નીમાયાછે.
શુભ સ્થાપના–અમદાવાદમાં શાહપુર જૈન જ્ઞાનેદય સભા તરફથી શ્રાવિકાશાળા સ્થાપન કરવામાં આવી છે. ૧૧ શ્રાવિકાઓએ શાળામાં આવવા કબૂલ્યું છે. પાંચમ,