________________
૧૯૦૬ ]
શાસ્ત્રીય રીતે સિદ્ધ ધર્મ થતા ધર્મના સિદ્ધાંત. ૨૧૧ આત્મા ઘણા દોધ, જુસા અને બીજા અવગુણનું પાત્ર થઈ પડે છે, અને તેથી જે પ્રાણીએનો ખોરાકને ખાતરજ વધ કરવામાં આવે છે, તેને વિકાસકમ પણ માંસાહારી અટકાવતા હોવાથી તેના દેવાદાર અને પાપી થાય છે. બીજા ઘણું દષ્ટિબિંદુથી આ વાત સિદ્ધ થાય એમ છે. મદિરા માણસને ઉન્મત્ત બનાવી તેની સ્થિતિ ભૂલાવી દે છે, ઘણુંજ અકાર્ય કરાવે છે, અને તેમાં ઘણું જીવહિંસા થતી હોવાથી તદન વર્જ્ય છે. મદિરા પીનારનું હદય બહુજ ધીમું કામ કરી શકે છે, તેનું મૃત્યુ એકાએક અથવા ટુંકી ઉમરે થવા સંભવ રહે છે. આપણા શાસ્ત્રમાં ઘણુ ચીજો વર્ષ છે. તેમાં ઉપલી બે મુખ્ય છે.
જૈનેનાં જાહેર ખાતાં અને તેમની હાલની સ્થિતિ, (શાહ નરોત્તમ ભગવાનદાસ–મુંબઈ)
(અનુસંધાન પૃષ્ઠ ૧૬૮.) તીર્થસ્થળ તથા ઘણું ગામના દેરાસરમાં છાપેલ પહોંચે રખાતી હોવાથી અમક અંશે દેનારનું લક્ષ તે ઘણા ખાતાપર જઈ શકે છે, અને જરૂર હોય તે ખાતામાં આપવા સમજુ માણસનું ચિત્ત જાય છે. વળી રૂપિઆ લેનાર માણસનું મન પણ અમુક અંશે. આ પહચાને લીધે, ઉચાપત કરતાં અચકાય છે. આ વખતે તીર્થાધિરાજ શ્રી શત્રજય ખાતે શેઠ આણંદજી કલ્યાણજીના કારખાના તરફથી જે જે ખાતાઓમાં પૈસા લેવામાં આવે છે, તે ખાતાઓ વિષે જરા અવલોકન કરીશું.
ભંડાર ખાતે, સામાન્યરીતે દરેક દેરાસરમાં તરતું હોય છે. રૂપિયા ભરાવનાર જાણતા નથી કે કયા ખાતામાં સૌથી વિશેષ અગત્ય છે. પરંતુ જાણવું જરૂરનું છે કે સાધારણ ખાતું, કે જે ઘણી જગ્યાએ દેવાદાર ખાતું હોય છે, તેમાં મદદની વિશેષ આવશ્યકતા છે.
છ દેરાસરખાતું પણ તેવી જ રીતે વિશેષ મદદને પાત્ર છે. શ્રી ભોયણીજી ખાતેથી જેવી રીતે દરવરસે ઉપજની સારી રકમ જીણું દેરાસરે સમરાવવામાં વપરાય છે તેવીજ રીતે જે દેરાસરમાં વાર્ષિક આવક બહુ સારી હોય, તે દેરાસરમાંથી ડી ઘણી રકમ પણ મંદિરોદ્ધાર ખાતે ખર્ચાવી જોઈએ. આથી બહુજ મેટું ભંડળ, કે જેના પર કોઈ સમયે કેઈની હલકી દાનત થવા સંભવ રહે, તે થવાનો સંભવ ઘણે ઘટી જશે, અને એગ્યને મદદ મળતાં પ્રાચિનતા જળવાવા સાથે પૂર્વજોએ કરેલા ઉપકારને થોડેક બદલો વળી શકશે અને તેઓની કીર્તિ ચિરસ્થાયી થશે.
શ્રી આરતી પૂજાનું ઘીખાતું રાખવાનું કારણ એટલું જ છે કે આરતી અથવા પૂજા પ્રથમ કરવાને દરેક માણસ ઉત્સુક હોય. પરંતુ તે બધામાંથી કેઈને ના હા કહેવી અથવા કેઇની શરમ રાખવી એ કંકાસનું બીજ રોપવા બરોબર થાય. માટે પૂર્વજોએ બહુજ ઉત્તમ રસ્તો કાઢો છે. પ્રતિક્રમણ વખતે અમુક અમુક સૂત્રોનાં ઘી બોલાય છે તે માટે પણ એક વાત વિચારવા જેવી છે. પ્રતિક્રમણ સર્વોત્તમ દૈનિક ક્યા છે, તે શુદ્ધ