________________
. ૧૮૬ નેનાં જાહેર ખાતાં અને તેમની હાલની સ્થિતિ.
૨૧૩ પિતાના આત્માનું મરણ થતાં પ્રભુ આગળ પોતે કે નિર્માલ્ય છે, પોતાના ગમે તેવા સાધન છતાં પ્રભુલક્ષ્મી-જ્ઞાન, અને ચારિત્ર–આગળ તે કંઈજ હિસાબમાં નથી એવું ભાન થાય છે, વરસમાં એકાદ વખત પણ પ્રભુ સાથે તદ્ધિનતા થાય છે, એવા ઉત્તમ અનુભવો એકાએક મળી શકે, એમ આ લેખિની તે કટપી શકતી નથી. પોતાની મુલકતા સમજાય અને અહંભાવ ક્ષણભર પણ ચાલ્યા જાય એ પુણ્ય પણ વિરલ છે. સંસારમાં દરેક માણસને બે ભાવ મનમાં રમી રહે છે, એક તો પોતે હદયથી જાણે છે અને બહારથી કહે છે કે ભાઈ, હું તે શું હિસાબમાં છું? બીજો ભાવ એ છે કે ઉપલી વાત જાણ્યા છતાં કે માણસ પોતાને નબળે પાડવા આવે તો અહંકાર આવી સામાનું બગાડવા વૃત્તિ થાય છે. પ્રભુજી સાથે ધ્યાન ધરતાં, તેમાં તલ્લન થતાં, એ દેષ તેમની પાસે ટકી શકે તેમ નથી. આવા પ્રભુજી પૃથ્વી પરની સામાન્ય હવા ત્યજી ઉત્તમ, એકાંત, ધ્યાનયેગ્ય સ્થળમાં રહી આત્મસાધન કરી ગયા છે, તેવા ઉચ્ચ સ્થળેથી શ્રમિત થયેલા યાત્રાળુને નીચે ઉતરતાં તત ભાતું આપવું એ અતિશય પુણ્યલાભ આપે છે. શ્રીમાને આપીને પુણ્ય બાંધે છે, ગરીબ તેની અનુમોદના કરી પુણ્ય બાંધે છે. દિલગીરી એટલી જ છે કે તે ખાતામાંથી કઈ કઈ ભાઈઓ નેકર હોઈને આપનારને શ્રદ્ધા ન રહે તેવી રીતે ભાતું ઉચાપત કરે છે. ઉપરીઓએ આવા માણસો તરફ જરા વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. બીજી હકીકત એ છે કે રસેદ્રી બળિખું હોવાથી સાધનસંપન્ન હોય એવા પણ કઈ કઈ વખતે, તે તીર્થના રહેવાસીઓ, ગેરલાભ લે છે. બંધુઓ, આ જેમ બને તેમ દૂર કરવા, તીર્થસ્થળ નિવાસીઓને પ્રાર્થના છે.
સેવાપૂજામાં લૂગડાંખાતું એવી રીતે નિભે છે કે કેઈ આત્મા દેહમુક્ત થતાં તેના પુણ્યાર્થે અમુક ચીજે દેરાસરના વપરાશની તથા પૂજા કરનાર ભાઈઓને વપરાસની તેના સંબંધીઓ પૂજમાં મૂકે છે. આથી દેરાસરને માથે આ બાબતને જે પડવાનું કારણ થતું રહે છે. નાના ગામમાં કઈ કઈ વખતે પૂજાનાં વચ્ચે સારાં હોય છે, જ્યારે મોટા ગામમાં કઈ કઈ સ્થળોએ સ્થિતિ તેથી ઉલટી હોય છે. જ્યાં આવી સ્થિતિ હોય ત્યાં લુગડાં તથા ચીજોના પિટકા બાંધીને રાખી મૂકવામાં આવે છે અને ધર્મબંધુઓને હેરાનગતિ ભેગવવી પડે છે. માટે તે વિષે લક્ષમાં લેવા લાગતાવળગતાઓને વિનંતિ છે.
રોપાની ટેપ બાબત ઇતિહાસ જરા લાંબો છે. અમદાવાદના પ્રસિદ્ધ નગરશેઠ હેમાભાઈના હસ્તક પાલીતાણું ગીર હતું, ત્યારે જે તે શેઠે કાંઈ કર્યું હતું તે થઈ શકત. પણ હાલ તે, પાલીતાણાના મરહુમ નામદાર ઠાકરસાહેબ સર માનસિંહજીના રાજ્ય અમલના શરૂઆતના ભાગમાં આપણે સાથે તેઓએ કરેલી શરત અનુસાર ૪૦ વર્ષ સુધી દરવરસે રૂ. ૧૫૦૦૦ આપવા આપણે કબૂલ કરેલું છે, તે પ્રમાણે દરવર્ષે કારખાના તરફથી તે રકમ નામદાર ઠાકોર સાહેબને ભરવામાં આવે છે.
(અપૂર્ણ.)